SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ થવાની યુક્તિ કોણ બતાવે છે? સાચું સુખ કયાં છે અને દુખ કયાં છે? જીવ–અજીર્વપુણ્ય-પાપ-આશ્રવ–સંવર કેને કહેવાય? વિગેરેનું વાસ્તવિક જ્ઞાન અને આપવા જેવું છે. એમને પુંજાજી સ્વામીના દર્શનાર્થે લાવે છે. એમનું લલાટ જોઈને પૂજ્યશ્રીને મનમાં એમ થયું કે આ કેઈ ભવ્યાત્મા છે. એમ સમજી ગ્ય ઉપદેશ આપ્યો. જશાજીભાઈ ગુરૂને ઉપદેશ દિલમાં ઘૂંટવા લાગ્યા. સાચા સંતની પિછાણ થઈ. - જસાજીભાઈએ મનમાં વિચાર કર્યો કે મેં અત્યાર સુધીમાં કંઈક સંત–સંન્યાસીઓ જોયા, મહંતે જોયા, અલખ નિરંજનની આહલેક પુકારતા જેગીને જોયા, પણ ન મુનિને અત્યાર સુધી જોયા નહિ. ખરેખર, સાચે ધર્મ હોય તે જૈન ધર્મ છે. જૈન ધર્મ જે ત્યાગ બીજે ક્યાંય નથી. આવા સદ્દગુરૂઓ જ ભવસાગરથી તરી શકે અને બીજાને તારી શકે. પૂજ્ય પુંજાજી સ્વામીના સમાગમથી તેમના અંતરઘટમાં વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયે. અને દીક્ષા લેવાને દઢ નિશ્ચય કર્યો. દિલના દિવાનખાનામાં જે ભાવે ભર્યા હતાં તે ગુરૂ પાસે વ્યક્ત કર્યા. અને ગુરૂ પાસે એક વર્ષ સુધી સતત અભ્યાસ કરી બાવીશ વર્ષની ઉંમરે ૧૦૭માં વૈશાખ સુદ થના રાજકોટ શહેરનાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. લઈને પૂજ્ય ગુરૂદેવની સાનિધ્યમાં રહી પૂજ્ય ગુરૂદેવની સેવા કરતાં જ્ઞાન માટે ભગીરથ પુરૂષાર્થ કર્યો. શુદ્ધ સંયમની સાધના કરતાં અથાગ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે “ક્ષત્રિયપણું ખેલાવ્યું, આવ્યા સોરઠ દેશ, પૂજ્ય પુંજાજી સ્વામી પાસે, લીધે સાધુવેશ.” મરૂધરના છ મહંત રે, છત્રીશ ગુણથી યુક્ત, બહુમુત્રી ભગવંત, સૂત્ર સિદ્ધાંતની રૂચ,” “૬૭ વર્ષ સંયમમાં સ્થિર, કાપ્યાં કર્મ કથીર, ધમબાગ રખવાળ, ગરવા ગુણ ગંભીર.” ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેમને આચાર્ય પદવી અર્પણ કરવામાં આવી. હું ભુલતી ન હેઉ તે મારા સાંભળવા મુજબ ગેડલ સંપ્રદાયના એ મહારથીએ ૬૭ વર્ષ સુધી શુદ્ધ અને શ્રેષ્ઠ ઉગ્ર સાધના કરતાં કંઈક ભવ્યાત્માઓને સંસાર સમુદ્રથી તાર્યા છે. પૂજ્ય જસાજી સ્વામીને જ્ઞાની-બનીવિનયવાન, તપોધની એવાં તેર શિષ્ય હતાં. વખત જતાં પૂજ્યશ્રીને અંતર ઘટમાં જ્ઞાનને ખૂબ ઉઘાડ થઈ ગયા. તેમનાં ચર્મચક્ષુ ચાલ્યા ગયા હતાં પણ અંતરચક્ષુ ખુલી ગયા હતા. કોઈ પ્રશ્ન પૂછવા આવે, કંઈ ગાથા લેવા આવે તે ખૂબ સુંદર રીતે સમજાવતાં હતાં. અને કયા સિદ્ધાંતના કયા પાના ઉપર આને ઉત્તર છે તેમ તેઓ કહી શકતા હતાં. વિચાર કરે. એ મહાન પુરૂષની કેટલી બૈર્યતા, કેટલી ગંભીરતા? કેટલે પશમ હશે કે કયા પાના ઉપર કયું પદ છે તે પણ તેઓ જાણી શકતા હતા. એ છત્રીસ ગુણના ધારક, ધીરવીર ને ગંભીર આચાર્ય રાજકેટમાં સ્થિર વાસ રહયાં. પરંતુ ભાવિમાં-ક્ષેત્રસ્પર્શના નહિ હોય જેથી રાજકોટમાં ભયંકર હેગને રાગ ફાટી નીકળે, એટલે પૂજ્ય ગુરૂદેવ રાજકેટ છેડી ગેડલ પધાર્યા. ગોંડલમાં જ દેહ પડવાને હશે એટલે ગંડલમાં પણ ભયંકર કડકડી રેગ ફાટી નીકળ્યા. કડકડીયા
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy