________________
તે હોશકોશ ઉડી ગયા. ઘણું ઉપચાર કર્યા, મંત્રવાદીઓને બોલાવ્યા, પણ કોઈ રીતે સર્પનું ઝેર ન ઉતર્યું. મુસલમાન ખૂબ મૂંઝાણે. હાય... મારી પુત્રી મરી જશે? એનું ઝેર નહિ ઉતરે? શું થશે? એમ ચિંતાતુર બની ગયા ને લમણે હાથ દઈને બેઠે
ડી વાર પછી એને થયું કે ખરેખર! મારા કર્મનું ફળ મને મળ્યું. મેં બીજાને મારી નાખવા પ્રયત્ન કર્યા, તેને પરિણામે મારે જ રડવાને વખત આવ્યું. “ હાથના કર્યા હૈયે વાગ્યાં” એ કહેવત સાચી પડી. હવે શું કરવું! ખૂબ મૂંઝવણ થઈ *
અંતે એને એ વિચાર છે કે લાવને પિલા ભગતની પાસે જાઉં અને એના ચરણમાં પડી મારા અપરાધની માફી માંગું. જરૂર એ મારી પુત્રીનું ઝેર ઉતારશે. તરત જ પેલા શ્રદ્ધાળુ મુસલમાન પાસે દેડીને આવ્યું. પેલે તે ઘસઘસાટ ઉંઘતે હતે. એને ઢળીને ઉઠાડ્યો. એટલે પૂછે છે કેમ ભાઈ! અત્યારે અહીં આવ્યા છે ત્યારે પેલે મુસલમાન હાથ જોડીને કહે છે ભાઈ! હું આપના ચરણમાં પડીને માફી માંગું છું. મારે ગુહે માફ કરો. હું તે આપને અપરાધી છું. પેલે શ્રદ્ધાળુ મુસલમાન વિચારમાં પડી ગયો કે શેને ગુન્હો ને શેની માફી? આ શું બોલી રહ્યાં છે? મને કાંઈ સમજાતું નથી. પૂછે છે ભાઈ, તમે શેની માફી માંગે છે? તમે તે કંઈ મારે ગુન્હ કર્યો નથી અને આમ કેમ બેલે છે? આ શ્રદ્ધાળુ મુસલમાનને ખબર ન હતી કે સપનું કારસ્તાન . આ ભાઈસાહેબનું જ હતું. દુષ્ટ મુસલમાને સત્ય વાત કહી દીધી. પછી કહ્યું કે મારી એકની એક પુત્રીને સર્પ કરડે છે, બેભાન થઈ ગઈ છે. કઈ રીતે ઝેર ઉતરતું નથી. ઘણાં ઉપાયો કર્યા પણ બધા નિષ્ફળ ગયા. આપ મારી પુત્રીને બચાવે. એનું ઝેર ઉતારે
શ્રદ્ધાવાન મુસલમાને કહ્યું: હું કંઈ થડે જ મંત્ર તંત્ર વાદી છું! ત્યારે પેલાએ કહ્યુંઃ ભલે. આપ મંત્રવાદી ન હ પણ મને વિશ્વાસ છે કે આપ મારી પુત્રીને બચાવી શકશે. ઠીક, બીજાના પ્રાણુ મારાથી બચતા હોય તો હું આવવા તૈયાર છું. કેટલી ઉદાર ભાવના! પિતાનું બૂરું કરનારનું પણ ભલું થાય એવી આ શ્રદ્ધાળુ મુસલમાનની ભાવના હતી. તરત જ ઉઠીને પેલા મુસલમાનને ઘેર આવ્યા.
શ્રદ્ધાથી થયેલ ચમત્કાર: મુસલમાનની પુત્રીના હશહોશ ઉડી ગયા હતા. મંત્રવાદીઓએ હાથ ખંખેરી નાંખ્યા હતાં. હવે બચવાને કઈ ઉપાય ન હતા. છતાં શ્રદ્ધાળુ મુસલમાને શ્રદ્ધા પૂર્વક નવકારમંત્રનું સ્મરણ કરી તેના ઉપર પાણી છાંટયું. ત્યાં અજબ ચમત્કાર થયો. છેકરીનું ઝેર આપો આપ ઉતરી ગયું. અને છોકરી જાણે નવો અવતાર પામી હોય તેમ આળસ મરડીને પથારીમાંથી ઉભી થઈ ગઈ. પાસે ઉભેલા દરેક માણસ આશ્ચર્યચકિત બની ગયા. દરેક હર્ષઘેલા બની ગયાં. અને શ્રદ્ધાળુ મુસલમાનને ધન્યવાદ આપવા લાગ્યા, અને સૌના મુખમાંથી રહેજે એવા શબ્દો સરી પડયા કે કેવી પરોપકારપરાયણતા ! કે અજબ મંત્રને પ્રભાવ! ભાઈ, ધન્ય છે તમને !!
શા. ૮