SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાને કહ્યું છે કે કોઈને પ્રાસકે પડે તેવી ભાષા બેલવી નહિ. કેઈની બેટી મજાક કરવી નહિ. હાસ્યથી કોઈને ધ્રાસ્કો પડે તેવું બેલવાથી ઘણે અનર્થ ઉભું થાય છે. કષાય એ તે ખુલ્લી કષાય છે. પણ હાસ્યરતિ-અરતિ આદિ જે નવ નેકષાયે કહેવાય છે એ તે કષાયને પ્રોત્સાહન આપનાર છે. કષાય અને નેકષાય બધા મોહનીય કર્મના જ સંતાનો છે. આ શેઠે શેઠાણીની પરીક્ષા કરવા ખાતર જ મજાક ઉડાવી. અને શેઠાણીને આ સમાચાર સાંભળી ધ્રાસકે પડતાં જ તેના પ્રાણુ ઉડી ગયા. આ જોઈ નેકર તે ગભરાઈ ગયે. હવે શું કરીશ? શેઠ ગામ બહાર નજીકમાં જ આવી ગયા હતાં. નેકરે જલ્દી શેઠને સમાચાર આપ્યા કે મેં શેઠાણીને આપના સમાચાર આપ્યાં. સાંભળતાં જ શેઠાણીનાં પ્રાણ ચાલ્યા ગયા. શેઠ દોડતા આવ્યા. શેઠાણીનું મૃત કલેવર જોઈ શેઠ બેભાન થઈ ગયા. ડોકટરે બોલાવ્યાં. ઘણું ઉપચાર કરીને ભાનમાં લાવ્યા. સગાવહાલાં ભેગા થયાં. શેઠાણીને નનામીમાં બાંધ્યા. શેઠ તે પાગલ બનીને બેલે છે. તું એક વાર તે મારા સામું જે. મારી સાથે હસીને વાત કર. તું કેમ રીસાઈ ગઈ છે? એમ કહી પોક મૂકી રહે છે. આખો દિવસ ગ. શેઠ પાગલતા છોડતા નથી અને નનામી ઉપાડવા દેતા નથી. બીજે દિવસ થયો. પણ શેઠ તે કહે છે મારી પત્નીને નહિ લઈ જવા દઉં. ગામના મોટા મોટા માણસો અને વૃદ્ધોએ ભેગા થઈને શેઠને ખૂબ સમજાવ્યાં. અહ શેઠ ! આ જીવન ક્ષણભંગુર છે. આ દેહ તો કાચી માટીને મિનારે છે. કાયા કાચી માટીના ઘડા જેવી છે. એમાં આટલે બધે મેહ શા માટે? રાજા-મહારાજા, તીર્થકર, ચક્રવર્તિ બધાને દેહ છોડે પડે છે. અમારે ને તમારે છોડવાનું છે. આમ ખૂબ સમજાવ્યા એટલે શેઠને મોહ ઉતરી ગયે. પણ પિતે શેઠાણીની પરીક્ષા કરવા માટે કીમ અજમાવ્યું હતું એ વાત તે શેઠ સિવાય કોઈ જાણતું ન હતું. શેઠને ભાન થઈ ગયું કે આ સંસાર સંગ અને વિયેગથી ભરેલું છે. કેઈન ઉપર મહ રાખવા જે નથી. પણ મારી મજાકને કારણે જ શેઠાણીનું મૃત્યુ થઈ ગયું. એ તે મહાન પાપ થઈ ગયું. પંચેન્દ્રિય જીવની ઘાત કરનારે મરીને નરકે જાય છે. હવે હું આ પાપમાંથી કેવી રીતે મુક્ત બનું ? આ પાપમાંથી મુક્ત થવા મારે તે દીક્ષા જ લઈ લેવી જોઈએ. પાપના ભયથી શેઠને વૈરાગ્ય આવી ગયે. અને દિક્ષા લઈ લીધી. તમને તે પાપનાં ભયથી પણ વૈરાગ્ય આવતું નથી. ભૂગુ પુરેહિતને સમજણ પૂર્વકને, વૈરાગ્ય છે. સાચા વૈરાગીની ગમે તેટલી કસોટી થાય પણ એ ઢીલું પડતું નથી. માટીને ગળો જેમ જેમ તપે તેમ તેમ તે વધુ મજબૂત થાય છે. તેમ સાચા વૈરાગીની કસોટી થાય તેમ મજબૂત થાય છે. ભૂગુ પુરેહિતને એની પત્નીએ કહયું, સ્વામીનાથ ! આપણે ત્યાં સ્વર્ગ જેવાં સુખે છે, શરીર પણ સારું છે, આપનું શાળા પાસે ખૂબ માન છે. આવા સુખે છેડીને દીક્ષા લેવી ઠીક નથી. ગમે તેટલાં પ્રભને મળે પણ હવે ભૂગુ પુરહિત હીલે પડે તેમ નથી. તે પત્નીને શું કહે છે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy