SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વધમી બંધુની એંઠ તે પડે જ કયાંથી? ફાળામાં પણ પૈસા આપતે નહિ. એટલે એને ઘેર સંઘ મહાજનનાં પગલાં પણ થતાં નહિ. બધાનું ખાવામાં સમજ હતે પણ કોઈને ખવડાવવામાં સમયે ન હતું. એટલે સહુ એને કંજુસી કહેતાં હતાં. આ શેઠને ચાર પુત્રો હતાં. પુત્રો પણ પરણેલાં હતાં. આવું મોટું કુટુંબ હતું. એક વખત આ શેઠના સૌથી નાના પુત્રની વહુ ઉતાવળી કઈ કામ પ્રસંગે બહાર જઈ રહી હતી. રસ્તામાં એક ડોશીમાને એની હડફેટ લાગી. એટલે ડોશીમાએ મહેણું માર્યું કે શું તારા સસરાએ સંઘ કાઢયે છે કે સ્વામી વાત્સલ્ય કર્યું છે! તે આટલી બધી રૂઆબથી ચાલે છે? ડેશીના વચન નાની પુત્રવધૂને હાડ–હાડ લાગી ગયાં. તેણે ઘેર આવીને પિતાની જેઠાણીઓને વાત કરી અને કહ્યું કે ગમે તેમ થાય, પણ સ્વામી– - વાત્સલ્ય કરો. જેઠાણીઓએ એમના પતિને વાત કરી. બધાને મનમાં તે દુઃખ થયું પણ સ્વામી વાત્સલ્ય કરવું કેવી રીતે? જ્યાં એક રૂપિયા વપરાઈ જાય ત્યાં બાપને હાય લાગી જાય છે, તે સ્વામી વાત્સલ્ય કરીએ તે હાર્ટ ફેલ જ થઈ જાય ને? નાની વહુ કહે છે ગમે તેમ કરે પણ સ્વામી વાત્સલ્ય કરે તે જ હા, નહિતર મારે આ ઘરના અન્નપાણી હરામ છે. આ તે હઠ લઈને બેઠી પુત્રો મૂંઝાયા. કરવું શું? બધા પુત્રોએ ભેગા મળી નિર્ણય કર્યો કે પિતાજીને જાણ થવા ન દેવી અને ગુપ્ત રીતે સ્વામીવાત્સલ્ય કરવું. ગુપ્ત રીતે બધી વસ્તુઓ મંગાવી, બાજુના ઘરમાં રાઈ બનાવડાવી. મીઠાઈ સુખડીયાની પાસે બારેબાર બનાવડાવી. અને સંઘમાં બધે જમવાનું આમંત્રણ આપ્યું. લેકે પણ આશ્ચર્ય પામી ગયા કે આ શું? કંજુસીયા કાકા આજે સંઘ જમાડે છે! જમણને સમય થયો. તે વખતે છોકરાઓએ એવી ગોઠવણ કરી કે બાપને મકાનને પાંચમે માળે બેસાડી બે ત્રણ મુનિમને સાથે લઈને ચોપડા તપાસવાનું કામ કાઢયું. બે છોકરાઓ જમણુની વ્યવસ્થામાં રોકાયા અને બે જણા બાપની પાસે બેઠા. બાપ નામાના ચેપડા તપાસવામાં તલ્લીન છે. પણ આખા સંઘનું માણસ આંગણામાં જમવા બેસે, વાસણ ખખડે એ કંઈ થોડું છાનું રહે? જમણ પીરસાય છે. પીરસનારા બેલે છે, શિખંડ-પુરી–મોહનથાળ અને જમનારા પણ બેલે છે, મને શિખંડ આપ, ખમણ આપે. આ બધે અવાજ શેઠના કાને આવ્યો. શેઠ કહે છે બેટા! આપણા આંગણામાં આ બધે અવાજ શેને આવે છે? જાણે આપણે ઘેર જ જમણવાર ન હોય શિખંડ ને મોહનથાળ. આ બધું કેણ બોલે છે? દીકરો કહે છે બાપુજી! કઈ નથી બેલતું. એ તે તમને ભ્રમ છે. તમે તે ચોપડા તપાસે. શેઠ કહે ઠીક. ચોપડા તપાસવા લાગ્યા. પાંચ-દશ મિનિટ થઈને ખૂબ અવાજ આવ્યું. હવે ભાત–દાળને અવાજ આવવા લા. આ શેઠને ચેન પડતું નથી. દીકરા, ગમે તેમ હોય પણ કંઈક છે, મને અગાશીમાં જઈને જેવા દે. દીકરે કહે છે બાપુજી! અમે આટલા મોટા થયા પણ આપણું ઘરમાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy