SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ નિધાન અભયકુમાર પિતાના મહેલે આવ્યાં. પિતાના માણસોને બોલાવી પ્રભાતનાં પહેરમાં નગરીના મધ્યકમાં સેનાના, હીરાના અને પન્નાના ઢગલા કરાવ્યાં. અને પિતાના માણસને ઉભા રાખ્યા. એ માણસ મોટેથી જાહેરાત કરવા લાગ્યાં કે કઈ લઈ જાઓ. આ ત્રણે ઢગલા અભયકુમાર મફતમાં આપી દે છે. જેને જોઈએ તે લઈ જાવ. ' બંધુઓ! જે ધનના ઢગલા મફતમાં મળતા હોય છે કે લેવા ન આવે ? તમારી રાજગૃહી નગરીમાં આવું બને તે તમે પણ દોડે ને? (હસાહસ). નગરીમાં વાત પ્રસરી ગઈ. ધનવાને પણ આવ્યાં ને ગરીબ પણ આવ્યાં. મધ્યમ વર્ગ પણ દોડી આવ્યા. જ્યાં ધનના ઢગલાને અડવા જાય છે ત્યાં પેલા માણસો કહે છે જરા . આ ધનના ઢગલા મફતમાં જ આપી દેવાના છે. પણ એક શરત છે કે સુવર્ણ લેનારા માણસેએ જીવનભર કાચા પાણીને, અગ્નિને, વનસ્પતિને અડકવાનું નહિ. મિથુનનું સેવન કરવાનું નહિ આ શરત જેને મંજુર હોય તે આ ત્રણે ઢગલા મફતમાં લઈ જાવ. આ શરત સાંભળી સૌ પીછેહઠ કરવા લાગ્યા. ધન લઈને આપણે ભેગવવાનું તે નહિ, સાધુ બની જઈએ તે જ એમની શરતનું પાલન થઈ શકે. માટે આપણે આવું ધન જોઈતું નથી. હજારો માણસોની ઠઠ જામી હતી. એક પણ મરદ આગળ ન આવે. આ જોઈને મંત્રીશ્વર અભયકુમાર એક ખૂણામાંથી બહાર નીકળ્યા. માનવમેદની સામે પિતાને ઘેડ ઉભે રાખી બેલ્યા હે મગધના પ્રજાજને ! જે કાંઈ બોલે તે વિચારીને બેલે. ઉતાવળથી અપાઈ જતાં અભિપ્રાયે કયારેક મોટું નુકસાન કરી દે છે. સોનામહારે ને ઝવેરાતના ઢગલા મફતમાં આપવા છતાં એક પણ મરદ કેમ આગળ ન આવ્યા? તમને આટલું ધન મળે છે તે પણ તમે અગ્નિ, કાચું પાણી અને મૈથુન છોડવા કેમ તૈયાર નથી થતા? અને જે આત્માએ ગઈ કાલે આ ત્રણે ચીજોને સદાને માટે ત્યાગ કરી દીધે એની તમે પ્રશંસા ન કરી અને ઉલટા નિંદા કરવા તૈયાર થયાં? પણ વિચાર કરે. એ કઠિયારે આ સોનામહોરને અધિકારી છે, છતાં એ તે બિચારો સુવર્ણ લેવા આવ્યું નથી. અને તમે તે ભિક્ષુકની જેમ દોડી આવ્યાં છે. પણ જરા સમજે કે અગ્નિ, કાચું પાણી, મિથુન અને સંસારને ત્યાગ કર એ સહેલું કામ નથી. જે ત્યાગે છે એમને વંદન કરે અને તમે કરેલી ભૂલની ભગવાન સુધર્માસ્વામી પાસે જઈને માફી માંગે. અભયકુમારની વાત સાંભળી સૌને પિતાની ભૂલ સમજાઈ ગઈ. ત્યાંથી સૌ માને ભગવાન સુધર્માસ્વામી પાસે આવ્યા અને પિતાની ભૂલની માફી માંગી. અભયકુમારની આવી બુદ્ધિ હતી. બુદ્ધિને સદુપયોગ તેઓ કરતાં હતાં. જ્યાં સંયમીના ગુણગાન થતાં હોય ત્યાં એનું હૈયું નાચી ઉઠતું હતું. સંયમીની નિંદા થતી સાંભળી એના દિલમાં દુઃખ થતું હતું. અંતે અભયકુમારે પણ દીક્ષા જ લીધી હતી. અહીં ભગુ પુરોહિત કહે છે હે પુત્રો! આપણે હમણાં શ્રાવક ધર્મનું પાલન કરીએ,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy