SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ થાય છે. અહીં' તમે એક સામાન્ય ગુન્હા કરા છે તે જેલમાં જવુ પડે છે. હાથકડી પહેરવી પડે છે. ફરીને એવા ગુન્હા કરતાં નથી. અમે તમને ક્હીએ છીએ કે દેવાનુપ્રિયા ! ધર્મધ્યાન કરા. તા તમે બહાના કાઢા છે કે સાહેબ! મને ટાઈમ નથી. કામધ ધાની ખૂબ હાડમારી છે. મારું શરીર સારુ નથી. અહીં કેવા બહાના કાઢા છે!! નરકમાં આવા બહાના નહિ કઢાય? બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તિ એની વ્હાલી પટરાણી કુરૂમંતીની આસક્તિમાં તણાયા. અને મરીને નરકે ગયા. ત્યાં એને અહીના કયા મહાનાએ ઉગાર્યાં ? નરકમાં જઈને ખૂમ પાડવા લાગ્યા કે હું કુરૂમતી! મને ખચાવ. પણ ત્યાં કુરૂમતી એને બચાવવા ન ગઈ. સમજણુપૂર્ણાંક ધર્મારાધના કરો તેા જ પાપકમ અટકશે. ધમ કરતાં, તપ કરતાં જો એક કષાયના કણીયા આવી ગયા તે મહાન અમૂલ્ય કરણી ખળીને ખાખ થઇ જશે. અગ્નિશર્માએ માસખમણુના પારણે માસખમણુની ધાર તપશ્ચર્યાં કરી હતી. ગુણુસેન રાજાએ એને ત્રણ ત્રણ વખત પારણાનું આમંત્રણ આપ્યું. એ તાપસ હતા. જૈન મુનિ ન હતા. એના નિયમ હતા કે જેણે આમત્રણ આપ્યુ. હાય તેને ત્યાં પારણું કરવા જવુ'. જો પારણું ન થાય તે પાછું માસખમણુ કરવુ. અગ્નિશમાંં પ્રથમ માસખમણુના પારણે રાજાને ત્યાં ગયા. ત્યારે રાજાને ભયંકર માથાના દુખાવા ઉપડયે એટલે તપસ્વીના પારણાંની વાત વિસરાઈ ગઈ. બીજી વખત અગ્નિશમાં ગયા ત્યારે રાજાને યુદ્ધમાં જવાનુ થયુ અને ત્રીજી વખત રાણીએ પુત્રને જન્મ આપ્ચા, તેના ઉત્સવમાં રાજા પડી ગયા હતા. એટલે ત્રણે વાર અગ્નિશમાંના પારણાની વાત વિસરાઈ ગઈ. તેથી અગ્નિશમાં તાપસને ત્રણ મહિનાના ઉપવાસ થયા. તેથી એની આહારસ'જ્ઞા ભભૂકી ઉઠી. એને એમ થયું કે આ રાજા મને વારંવાર આમત્રણ આપી જાય છે. અને પારણુ કરાવતા નથી અને મારૂ' અપમાન કરે છે એટલે પેાતાનુ સ્વમાન હણાય છે એમ લાગ્યું. આ કરણાને લીધે તેને ભયંકર ક્રોધાગ્નિ પ્રગટયા. અને નિયાણું કર્યું કે મારા તપનું જો ફળ હોય તે ભવેાલવમાં ગુણુસેન રાજાને મારનારા થા. તેથી શુશુસેન રાજા અને અગ્નિશમાં નવ ભવ સુધી સાંકડી સગાઈમાં ઉપન્ન થયાં. પુત્ર–પિતા પણે, માતા અને પુત્રપણે, પતિ-પત્ની પણે જન્મીને વેર લીધા. ગુણુસેન રાજાએ એની સામે ખૂબ ક્ષમા રાખી. તે પોતે મેાક્ષમાં ગયા અને અગ્નિશમ્મૂ અનંત ભવમાં ભમ્યા. દેવભદ્ર અને જશાભદ્ર કહે છે કે પિતાજી! જે મનુષ્ય અધમમાં પેાતાનું જીવન વીતાવે છે તેને આવાં કષ્ટ સહન કરવા પડે છે. અમારે કષ્ટો વેઠવા નથી. અમારા જીવનની અમૂલ્ય પળેા વીતી જાય છે. जा जा चच्चइ रयणी, न सा पड़िनियत्तइ । धम्मं च कुणमाणस्स, सफला जन्ति राईओ ॥ ઉ. અ. ૧૪-૨૫
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy