SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ આ આત્માએ અજ્ઞાનમાં અનંત જન્મા વીતાવ્યાં. તેણે એવા ભવા કર્યાં કે જ્યાં પાપ કરવાની સીમા ન રાખી. પાપ પણ અજ્ઞાનથી જન્મે છે. અંધકારમાં કાળી રસ્સી પડી હશે તે એ તમને સપ` જેવી દેખાશે. એનાથી તમે ડરશે પણ જ્યાં પ્રકાશ કરીને જોશે। ત્યાં રસ્સી દેખાશે. તેમ અજ્ઞાનથી આત્મા વિપરીત રૂપે દેખે છે પણ જ્યાં એના જીવનમાં જ્ઞાનને દિપક પ્રગટશે ત્યાં એ જ વસ્તુ એને સવળી દેખાશે. णाणस्स सव्वस्स पगासणाए, अन्नाण मोहस्स विवज्जणाए । અજ્ઞાન અને મેહને દૂર કરવા માટે તેમજ સપૂર્ણ જ્ઞાનના પ્રકાશ માટે વીતરાગ પ્રભુની દેશના પ્રકાશિત થઇ છે. અજ્ઞાન એ અંધારી રાત છે. જેમાં હીરા ને કાંકરા સરખા દેખાય છે. એટલે હીરાની પિછાણુ ન હોવાથી કાંકરો માનીને ફેંકી દે છે. તેમ અજ્ઞાન સત્ય વસ્તુનું ભાન થવા દેતુ નથી. જુનાપુરાણા રીતરિવાજો પ્રમાણે માણસ કાર્યવાહી કરતા રહે છે. જુએ, અજ્ઞાનદશાથી માણુસ શુ' કરે છે, એના ઉપર એક દૃષ્ટાંત આપું. મહારાષ્ટ્રમાં બનેલા પ્રસંગ છે. એક ઘરમાં લગ્નના પ્રસંગ હતા. વર-વહું પરણીને ઉઠયા એટલે માતા-પિતા કહે છે ચાલા, આપણે ગુરૂના દર્શન કરવા જઇએ. ચારીમાંથી ઉઠીને સંતદશ ને જવા કદમ ઉઠાવે છે. તે જ વખતે ખિલાડી ખાજુમાંથી નીકળીને આવી. આપની નજર પડી. એને થયુ કે ખિલાડી આડી ઉતરે એ તે અપશુકન કહેવાય. આજે તમે કંઈક સારુ કરવા જતાં હા અને કોઈ માણસને શરદી થઈ હાય ને એને જો છીંક આવી જાય તે જાણે એના બાર વાગી ગયા કોઈ વિધવા બાઈ સામી મળી તેા એમ થાય કે આ કયાંથી આવી ? તમારા ઉત્સાહ મઢે પડી જવાના. આ પણ એક માનવના મનની નિમ ળતા છે. વરના બાપને થયું કે આ ખિલાડી આગળ જશે તેા અપશુકન થયાં એમ થશે. એટલે એક ટોપલા લઇને ખિલાડી ઉપર ઢાંકી દીધા. ઘૂંઘટમાંથી નાનકડી વહુએ આ બધુ’ જોયુ. વર-વહુ ગુરૂ દન કરવા ગયા. એ વાત તા ત્યાં પતી ગઈ. વર-વહુ ને ગૃહસ્થાશ્રમી અન્યા. વખત જતાં એમને ત્યાં સંતાન થયા. પેાતાના મોટા પુત્ર ખાવીશ વર્ષના થયા. પેાતાના લગ્ન પછી પચ્ચીસ વર્ષે એને ઘેર પાછે લગ્નના પ્રસ`ગ આવ્યેા. લગ્નના મંગલ વાજિંત્રો વાગી રહ્યાં છે. મંગલગીતાથી ઘર ગુંજી ઉઠયુ છે. વર-વહું પરણી ઉતર્યા એટલે ગુરૂના દર્શને લઈ જાય છે. ત્યારે વરની માતા કહે છે. દન કરવા એમ ને એમ નહી' જવાય. તમને પુરૂષાને તેા ઘરના રીત-રિવાજોની ખબર જ ન પડે. બસ તમે તા કમાઈ જાણેા, ખીજું શું કરી જાણ્ણા? ત્યારે એના પતિ કહે છે કેમ ? બધા રીતરિવાજ કર્યાં છે. તમારા કહેવા પ્રમાણે બધું જ કર્યું છે. હવે શું ખાકી છે ? ત્યારે એમના શ્રીમતીજી કહે છે, એટલે જ કહું છું કે તમને શી ખબર પડે? માપણાં લગ્ન થયાં ત્યારે બાપુજીએ શા. ૭૫
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy