SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરું થયું કહેવાય. આ પ્રમાણે હેજ ઉત્સવની પ્રરૂપણા કરી, એટલે ભગવાને બહેને. જેમ ઘઉંમાંથી કાંકરા ફગાવી દે તેમ જમાલિને પિતાના શિષ્ય સમુદાયમાંથી ફગાવી દીધા. બંધુઓ ! વડનું બીજ નાનું હોય છે પણ એ નાનાશા બીજમાં વડલાનું વિશાળ પક્ષ બનવાની તાકાત રહેલી છે. તેમાં એક નાનકડી ભૂલનું પરિણામ કેટલું ભયંકર આવે છે! અગ્નિની નાની ચિનગારી ઘાસની ગંજી પર જઈને પડે કે રૂના ઢગલા પર જઈને પડે તે ભયંકર વિનાશ સર્જે છે. તેમાં નાનું સરખું પાપ પણ ઉગ્ર રૂપ લે તે ભયંકર વિનાશ નોતરે છે. માટે ઉત્સવની પ્રરૂપણ કરતી વખતે ખૂબ વિચાર કરે. વીંછીને ઠંશ સોયની અણી જેટલે જ હોય છે. છતાં પણ તે મોટા મોટા માણસો માટે અસહ્ય બને છે. તેમ અલ્પ પાપ પણ માણસને માટે અતિ દુઃખદાયી બને છે. શ્રી ગુપ્તાચાર્યના શિષ્ય હગુપ્ત કોઈક વાદીની સાથે ચર્ચા કરતાં હતાં. ચર્ચા દરમ્યાન પેલા વાદીએ જીવરાશિ અને અજીવરાશિ એમ બે રાશિની સ્થાપના કરી. તે વખત હગુપ્તજી એક સૂતરના દોરાને વળ ચડાવી તે દોરે નીચે મૂકી ચર્ચા કરનારને પૂછયું કે આ દેરે કઈ રાશિ કહેવાય? જીવરાશિ કે અજીવરાશિ? જે તમે જીવરાશિ કહેશે તે સૂતર એ અજીવ પદાર્થ છે. જે તમે અજીવરાશિ કહેશો તે આ અજીવ સૂતર આ પ્રમાણે હલનચલન કેમ કરે છે? એ પ્રમાણે સાંભળી અને સૂતરના દેરાને જોઈ ચર્ચા કરનાર ચૂપ થઈ ગયે. ત્યારે રેહગુપ્તજીએ કહયું ભાઈ! આ સૂતરને દોરે છે તે જીવરાશિ કે અજીવરાશિ ન કહેવાય પણ જીવાજીવ નામની ત્રીજી રાશિમાં ગણાય. એ પ્રમાણે વાદીને હરાવીને પોતાના ગુરૂજી પાસે આવ્યાં. અને ચર્ચામાં છત્યાની તમામ વાત ગુરૂજીને કરી. ત્યારે ગુરૂજીએ કહયું કે શ્રી ભગવાન મહાવીરે તે જીવરાશિ અને અજીવરાશિ એ બે રાશિ જ શાસ્ત્રમાં ફરમાવી છે. અને તમે તમારા મનથી કલ્પીને ત્રીજી રાશિનું સ્થાપન કર્યું તે મિથ્યા છે. માટે તમે સભાની સમક્ષમાં એનું મિચ્છામિ દુક્કડ લે. પણ હગુપ્તજીએ માન અને મગરૂરીને વશ થઈને પોતાની હઠ છોડી નહિ અને પિતાની ભૂલનું મિચ્છામિ દુક્કડ ન લીધું એટલે તે પણ નિન્હવ તરીકે ગણાયા. બંધુઓ ! જે મહાન ઉગ્ર કરણીના કરનાર હતા, તેમણે ભગવાનના એક વચનને ઉલટી રીતે પ્રરૂપું તો નિન્દવ તરીકે ફેંકાઈ ગયા. દેવાનુપ્રિયે ! શાસ્ત્રના ગહન ભાવેને તમારી બુદ્ધિ પ્રમાણે સમજજે. તમને ન સમજાય તે શાસ્ત્રના જાણકાર ગુરૂની પાસે જઈને તમારી શંકાનું સમાધાન કરજે. એથી પણ ન સમજાય તે “તત્વ તુ કેવલિગમ્યું” એમ સમજજે. ભગવાને જે ભાવ ભાંખ્યા છે તે જ સત્ય છે. એમાં શંકાને સ્થાન નથી. એમ સમજી પ્રભુના વચન ઉપર શ્રદ્ધા રાખશે તે તમારે આ ભવ ને પરભવ બંને સુધરી થશે. - દેવભદ્ર અને જશોભદ્ર એના પિતાને હજુ પણ શે જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy