SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ પહેર લક્ષ્મીની સાથે જીવનમાં સદ્ગુણે। આવશે. જેમ આંખા ઉપર કેરીએ આવે છે ત્યારે આંખા નસી પડે છે, તેમ કંઈક જગ્યાએ એવું પણ જોવા મળે છે કે જેમ જેમ લક્ષ્મી વધે છે તેમ તેમ સત્ય-નીતિ–સદાચાર આદિ ગુણા વધે છે, અને કઈક એવાં ઘર પણ જોવા મળે છે કે લક્ષ્મી વધતાં અન્યાય, અનીતિ, વ્યસના આદિ દુા વધે છે. પહેલાં લક્ષ્મી ન હતી ત્યારે જીવન સદગુણેાથી ભરેલું હતું. અને લક્ષ્મી આવતાં સદગુણ્ણાને સČથા દૂર કરી દુગુ ણાએ સ્થાન જમાવ્યું. આવી લક્ષ્મીને તમે મનથી પણ ઇચ્છશે। નહિ. ધ રાજાને ઘેર ત્રણ વખત લક્ષ્મી આવી પણ ધરાજાએ કહી દીધું કે હું લક્ષ્મી ! સત્ય-નીતિ-સંપ અને સદાચાર સહિત જો તારે મારા ઘરમાં આવવું હોય તે। આ દ્વાર ખુલ્લાં છે. પણ જો તારા આવવાથી મારા સદાચાર નષ્ટ થતા હાય, ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડા થતા હોય તે। મારે તું નથી જોઇતી, તને નવ ગજના નમસ્કાર. ગરીબાઈ વેઠવી સારી પણ લક્ષ્મી સહિત દુગુ ણાથી ભરેલું જીવન જીવવુ. ખરાખ છે. પૂના પુણ્યાયે લક્ષ્મી મળી જાય તેા લક્ષ્મીપતિ બનો પણ લક્ષ્મીના દાસ ન ખનશેા. જો તમે લક્ષ્મી. પતિ હશે। તા તમે ધારશેા ત્યાં શુભકાર્યાંમાં લક્ષ્મી વાપરી શકશે. પણ જો એના દાસ અનીને રહેશે। તા પેટમાં પૂરું ખાશે। પણ નહિ. રાણીગરા રૂપિયાનું ચલણ હતું ત્યારની આ વાત છે. એક ધનવાન શેઠ ખૂબ કબ્રુસ હતાં. છેકરાને ઘેર છેકરા થયાં પણ કાઇને સુખે ખાવા દે નહિ. એક દિવસ છેકરાનાં કરા હું ચઢયા ને કહેવા લાગ્યાઃ દાદા! આજે તા પેંડા ખાવા છે, લાવી આપેા તા જ હા. નહિતર તમને દુકાને જવા નહિ દઈએ. કંજુસીયા દાદા એક રોકડા રૂપિયા લઈને કંદોઈની દુકાને ગયા. મીઠાઈના ભાવ પૂછ્યું. એને થયુ કે પે'ડા લઈશ તા આખા રૂપિયા આપી દેવા પડશે. એટલે ઘેર પાછા આવ્યા. છેકરાઓ પૂકે છે દાદા ! પેંડા લાવ્યા ત્યારે દાદા કહે છે બેટા! લેવા તા ગયા પણ આ રૂપિયા રાવા લાગ્યા. એટલે કયાંથી લાવું? (હસાહસ) રૂપિયા કઇ રડે ખશે! ઉનાળાના દિવસ હતા અને રોકડા રૂપિયા સુઠીમાં રાખેલેા એટલે હથેળીમાં પરસેવા વળી ગયેલે હાવાથી રૂપિયા ભીજાઇ ગયા હતા. એટલે બાળકોને કહે છે. જીએ! રૂપિયા રડે છે ! જે માણસેા પેટમાં નથી ખાતાં તે પરને માટે તેા ઉદાર કયાંથી મને ? યાદ રાખજો. બહુ લાભ કરશે, મમતા રાખશેા તા મરીને એના રખેવાળ અનશેા. અને જે પૈસા લેવા આવે તેને ફૂંફાડા મારશેા. મમતા રાખશે તે મરી જશે. લક્ષ્મી એ પરિગ્રહ નથી પણ એના ઉપરની મમતા એ પરિગ્રહ છે. જેની પાસે કંઇજ નથી એવા ભિખારી મરીને નરકમાં જાય છે, અને મહાન વૈભવમાં મ્હાલવા છતાં છેવટે ત્યાગીને મૂર્છા રહિત બનનારા માક્ષમાં ગયા છે. એનું કારણ, વૈભવમાં વસવા છતાં પણ અનાસક્ત ભાવે રહેતા હતાં. ભગવાન ઋષભદેવ બાર પ્રકારની પ્રમદામાં ઉપદેશ આપતાં કહેતા હતાં કે જે જીવ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy