SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ પ આખી જિંદગી પર પુદ્ગલના સંગ્રહમાં વીતાવી. કોડ ને અબજોની મિક્ત ભેગી કરી પણ એનાથી અધિક કિંમતી હોય તે આ માનવભવ છે. પગલિક પદાર્થો તમે જેને કિંમતીમાં કિંમતી માને છે તે લાખ-કોડ કે અબજની કિંમત આપીને ખરીદી શકાય છે, પણ માનવ ભવની એકેક ક્ષણ એવી અમૂલ્ય છે કે તેને કેડનાં મૂલ્ય ચૂકવતાં પણ ખરીદી શકાશે નહિ. હવે તમે જ કહો કે જેનાં મૂલ્ય આપતાં વસ્તુ મળે તેની કિંમત વધારે કે મૂલ્ય ચૂકવતાં પણ ન મળે તેની કિંમત વધારે! ધર્મ સમજ્યા પછી મનુષ્યને સમયની અને વસ્તુની કિંમત સમજાય છે. શ્રેણિક મહારાજાને અનાથી નિગ્રંથનો ભેટો થયે ન હતું ત્યારે તેઓ શિકારમાં મસ્ત હતાં. ગર્ભવંતી હરણીને ગર્ભ સહિત વીંધી નાંખી અને એમાં એ તીવ્ર રસ રેડ કે પરિણામે તેમણે નરકનું આયુષ્ય બાંધી દીધું, ત્યાર પછી અનાથી નિગ્રંથને ભેટો થતાં ધર્મ પામ્યા. એવું પામી ગયા કે એ ભગવાન મહાવીરના પરમ ભક્ત બની ગયાં. એક વખત ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ! હું મરીને કયાં જઈશ? ભગવાન કહે છે શ્રેણિક ! તારા ભાગ્યમાં આયુષ્યના પડેલા બંધથી નરકની શી રૌ વેદનાઓ લખાયેલી છે. પરમાધામીઓ પોતાના ખંજરો લઈને તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે. બંધુઓ! અહીં તમારી શરમ ને લાંચ રૂશ્વત ચાલશે, પણ કર્મરાજાની કેટેમાં ચકવતિ ને ચિંથરેહાલ, શ્રીમંત અને રંક સર્વે સરખાં છે. સર્વેને સમાન ઈન્સાફ મળે છે. પિતે નરકમાં જશે એ સાંભળી શ્રેણિક રાજાને એવો આઘાત લાગે કે હાથમાં ભિક્ષાનું પાત્ર લઈને મગધની શેરીએ શેરીએ ઘૂમવું પડત તેમાં જે દુઃખ કે દીનતા ન લાગત તેનાથી પણ વધુ દુઃખ શ્રેણિકને લાગ્યું. મા વિહોણું બાળક જેમ દયામણું થઈને રહે તેમ આંખમાં આંસુ લાવીને કહે છે પ્રભુ! શું, આપને ભક્ત નરકની રૌ રૌ ભડકે બળતી જવાળાઓમાં ભડથું બનશે ? શું પ્રભુ! આને કોઈ ઉપાય જ નથી, કે લલાટના લેખ ઉપર મેખ મારી શકાય? ભગવાન કહે છે શ્રેણિક, કર્મરાજાની કોર્ટમાં કોઈનું ચાલે તેમ નથી. પ્રભુ! આને કંઈક તે ઉપાય બતાવો. કદાચ મગધનું વિરાટ રાજ્ય છોડી દેવું પડશે તે છોડવા તૈયાર છું. પણ કંઈક રસ્તો બતાવે. એમ કહી શ્રેણિક રાજા ડૂસકા ભરીને રડવા લાગ્યા. ભગવાન તે સર્વજ્ઞ હતા. બધું જ જાણતાં હતાં. તેઓ કહે છે શ્રેણિક! તમે ગર્ભ સહિત હરણીને વધી નાંખી. તેમાં ખૂબ હરખાયા. તે વખતે નરકાયુષ્ય બંધ પડી ગયે છે. એમાં મીનમેખ ફેર પડી શકે તેમ નથી. છતાં એક ઉપાય છે. તારી કપિલા નામની દાસી દાન આપે, કાલસૌરિક કસાઈ એક દિવસની હિંસા બંધ કરે. અથવા તે પુણિયે શ્રાવક એક સામાયિકનું વચનદાન આપે તે તમારે લલાટે લખાયેલા લેખ ઉપર મેખ લાગે. મગધના રાજ્યસિંહાસન માટે અભિષેક થયે તે વખતે પણ જે આનંદ અનુભવ્યો
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy