SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પપદ પણ જૂના ચોપડા તે સાચવીને રાખે છે. તમારી પાસે વીસ વર્ષના જૂના ચેપડા માંગે તે પણ સાચવીને રાખે છે. તમે માને છે કે એ તે અમારું સેનું છે. તમને જેટલી ચોપડા સાચવવાની કાળજી છે એટલી આત્માને સાચવવાની કાળજી નથી જે તમારામાં કર્તવ્ય નિષ્ઠા હેત તે જીવનમાં જુદી જ ચમક હોત. ગરીબીમાં પણ અમીરી જોઈએ. દુઃખમાં પણ સહનશીલતા હોવી જોઈએ. પન્નાએ પિતે કેટલાં કછો વેઠીને ઉદયની રક્ષા કરી. એજ ઉદય રાજા બનતાં પન્નાના હર્ષને પાર ન રહ્યો. તેમ તમારા જીવનને ઉદય પ્રગટાવે હેય તો આવી દઢતા કેળ. ભરદરિયામાં દેવે વહાણ ડોલાવ્યાં, છતાં પણ મોઢામાંથી એમ ન કહ્યું કે મારો ધર્મ છેટે છે. આ હતે સાચે શ્રાવક. મરણ આવે તે પણ શું? મારા ધર્મ કરતાં શું જીવન વિશેષ છે? ધર્મ એ જ મારો પ્રાણ છે. મારા જીવતર ખાતર ધર્મને વેચે એ મારું કર્તવ્ય નથી. એના જીવનમાં શ્રદ્ધાને દીપક જલતે હતા. તમે પણ તમારા જીવનમાં કર્તવ્યનો દીપક પ્રગટાવજે. સત્ય-નીતિ અને સદાચારની સૌરભથી જીવનને મહેકાવજે. તો જ માનવજીવનની સાર્થકતા છે. સમય થઈ ગયો છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાનનં. ૭૭ આસો સુદ ૬ ને સોમવાર, તા. પ-૧૦-૭૦ અનંતજ્ઞાની, ચરમતીર્થકર ભગવંત મહાવીર સ્વામીએ કહ્યું છે કે તત્વને સમજવા માટે આ સોનેરી સમય છે. ખેડૂત વર્ષાકાળ આવતાં પહેલાં શું કરે છે? એ જમીનને ખેડીને કાંકરા આદિ સાફ કરીને વરસાદની રાહ જુએ છે. વરસાદ આવે કે તરત જ બીજ વાવી દે છે. વરસાદ આવતાં પહેલાં આકાશમાં વાદળાં થાય છે. મેર ટહૂકાર કરે છે, ગાજવીજ થાય છે અને પછી વરસાદ તૂટી પડે છે. આ જોઈને ખેડૂતનું હૈયું હર્ષથી નાચી ઉઠે છે. અને નાના બાળકો પણ વરસાદ જોઈને હર્ષથી નાચે છે, કૂદે છે, પણ બંનેના આનંદમાં ફેર હોય છે. બાળક તે માત્ર વરસાદ પડવાથી જ આનંદ પામે છે. જ્યારે ખેડૂત તે વાવ્યા પછી એમ જશે કે બીજમાંથી અંકુર ફૂટયા, અંકુરામાંથી છોડવા થયાં, ફૂલ અને ફળ આવ્યાં અને છેવટે અનાજના ગાડા ભરાય તે જ એને આનંદ આવે છે. એકલા વરસાદથી ખેડૂતને આનંદ આવતો નથી. તે જ રીતે જીવનમાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy