SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૧ સત્ય વાત સમજાવી. પછી ભગવાન મહાવીર પાસે આવીને વિનયપૂર્ણાંક પૂછે છે: પ્રભુ ! મને રસ્તામાં આ પ્રમાણે પ્રશ્ન કર્યાં અને મેં આમ જવાખ આપ્યા છે, તેમાં કાંઈ ભૂલ તા નથી થતી ને? અના અનથ તે નથી થતા ને? આટલું જ્ઞાન હાવા છતાં પણ નમ્રતા કેટલી છે! નમ્રતા હાય તેા જ જ્ઞાન ટકી શકે છે. અને જ્ઞાન હાય તા જ જીવને સ્વ-પરના ભેદ સમજાય છે, અને ભેદ સમજાય છે ત્યારે જીવને સ ંસારના બધા જ પ્રલેાભના તુચ્છ લાગે છે. પછી ભલેને મહેલ-મહેલાતા મળે, હીરા–માતી ને માણેકના ઢગ મળે પણ મધુ જ એની દૃષ્ટિમાં તણખલા જેવું અસાર જ દેખાય છે. એ સમજે છે કે મીઠા વિનાના ભેાજનમાં સ્વાદ નથી, સુગંધ વિનાના પુષ્પની કિ ંમત નથી તેમ ચારિત્ર વિનાના જીવનની પશુ કિંમત નથી. ચારિત્રને માટે માણસ ગમે તેટલું મળે તે પણ તે બધું જતું કરે છે, એક વખત એક ખેડૂતની સ્ત્રી હાથમાં દાતરડું' લઇને ઘાસ કાપી રહી છે. સ્ત્રી ખૂક્ષ્મ સ્વરૂપવાન છે. એક ફાટયા તૂટયા સાડલા પડેર્યાં હતા. એના દેહ ઉપર કાઇ દાગીના પણ ન હતા. પૂર્વાંનાં પુણ્ય રૂપ શ્રેણું મળ્યું હતું. એ ગામનેા રાજા શિકાર કરવા નીકળેલા. ફરતા ફરતા એ ખાના ખેતરમાં આવી પહેાંચ્યા. આ ખાઈનું રૂપ જોઈ ને તે ભાન ભૂલ્યા. પુરૂષાના મન ભમરા જેવા હાય છે. ભ્રમર જ્યાં પુષ્પ દેખે ત્યાં બેસી જાય છે. તેમ વિષયાંષ પુરૂષ કામનાને લીધે જ્યાં રૂપ દેખે ત્યાં લપટાઈ જાય છે. યૌવન, પ્રભુતા અને વૈભવવાળા રાજા એકાંતમાં આ ખેડૂત સ્ત્રીને જોઇને વિવેક ભૂલ્યા. એ વિચારવા લાગ્યા કે શું આ ખાઇનું રૂપ છે? વિધાતાએ રૂપ તા આને જ આપ્યું લાગે છે. ખાઇ ખેતરમાં એકલી જ છે. એકાંતના લાભ લઇ રાજા એ સ્ત્રીની પાસે આવીને કહેવા લાગ્યા કે—આ તારુ કમળ શરીર સૂર્યના તાપને સહન કરવા ચેાગ્ય નથી. આ તારા સુંદર હાથ દાતરડું' પકડીને ઘાસ કાપવા ચેગ્ય નથી. તારું મનેાહર રૂપ તને રાજરાણી બનાવવાની પાત્રતા આપી રહયું છે. તું મજુરી કરનાર ખેડૂતને ત્યાં નહિ પણ મારા રાજભવનમાં શાભે તેવી છે. માટે મારા મહેલમાં ચાલ. હું તને મારી પટરાણી મનાવીશ. આ સ્ત્રી ગરીબ હતી પણ ચારિત્રવાન હતી. ગરીબની સામે રાજસુખનું માટુ' પ્રલેાલન હતું, છતાં પણ એ ભેાગની ભિખારણુ ન હતી. ગરીખાઇમાં પણ સંતાષ માન નારી હતી. પૌદ્ભગલિક સુખના અનુરાગી હોય તે ધનવાન હોવા છતાં પણ ભિખારી છે. ખડ કાપનારી શ્રી વિચાર કરવા લાગી કે ખરેખર ! રાજા ભાન ભૂલ્યા છે. ભેાગના ભિખારી છે. જે જ્યાં ને ત્યાં ભીખ માંગતા ફરે છે તે બીજાને શું સુખ આપવાના છે? એના અંતઃપુરમાં કેટલી રાણીઓ હશે? છતાં એની વિષયવાસના તૃપ્ત ન થઈ, તે મારાથી કેવી રીતે તૃપ્ત થવાની છે? રાજા તે મારી સામે ખુલ્લી તલવાર લઇને ઉભે છે. અને
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy