SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ પર* જો નથી, તે આપણા પ્રયત્નો નિષ્ફળ નીવડશે. દુઃખથી મુક્ત થવાને સાચે માર્ગ તે ભગવાન મહાવીર બતાવી ગયા છે. “તુરાં ચં ન ર ો મોણો” આ સોનેરી સૂત્રને તમે યાદ રાખો. દુઃખ તેનું હણાયું છે કે જેને મોહ થતું નથી. વિશ્વના દુખના ઉપરની છાલ તેડીને જોશે તે ત્યાં તમને મોહનું બીજ દેખાશે. જરા ઉંડા ઉતરીને જુઓ તે ખરા કે દુઃખ એ શું છે અને તે ક્યાં છે ? તમે વિયાગની ક્ષણેને દુઃખની ક્ષણે માને છે. એ ક્ષણે ક્યારેક એવી કરૂણ હોય છે કે વિયેગનું દુઃખ આંખમાં આંસુ વહાવી દે છે. તે વિગ પછી સંપત્તિને હેય કે સંબંધીન હોય પણ એ માનવના દિલને પીગળાવી દે છે. બધા વિગેમાં પુત્રના વિયોગની વાત સૌથી વધુ કરૂણ હોય છે. એ વિયાગને ઘા મમતાળુ માતાના હૃદય ઉપર પડે છે. - રાજકોટ રાજગૃહી જેવી ભાગ્યવાન અને વિશાળ નગરી છે. લાખોની સંખ્યામાં માણસો અહીંયા વસે છે. અહીંયા પણ ઓછામાં ઓછા એક માણસ તો દરરે જ મૃત્યુ પામ હશે. પણ એ બધાનું દુઃખ શું તમારા મનને પીડા પહોંચાડે છે? (સભામાંથી અવાજ-ના.) જે મૃત્યુ જ દુઃખનું કારણ હોય તે દુનિયામાં જ મૃત્યુ પામતાં હજારે માનવીઓ તમને શામાટે દુઃખ પેદા કરતું નથી ? જો મૃત્યુ દુઃખ આપતું નથી તે પછી કોઈ વહાલી વ્યક્તિ જ્યારે સંસારમાંથી વિદાય લે છે ત્યારે શા માટે તમે કલાકના કલાક સુધી આંસુ વહાવ્યા કરે છે? દુઃખનું મૂળ રૂપ જે તમે જાણવા માગશે તે દુઃખ કેઈન જીવવા અથવા મરવામાં નથી. જો એમ હોત તો પાડોશીના પુત્રના મૃત્યુથી પણ તમને જરૂર દુઃખ થાત, પણ એવું બનતું નથી. દુઃખ તે મારાપણામાં રહેલું છે. આપણું કઈ પ્રિયજન ચાલ્યું જાય તે એને વિયેગ આપણને ખટકે છે. પુત્ર મૃત્યુ પામે એનું દુઃખ નથી. પરંતુ તે પિતાને હતો અને તેથી જ માતાની મમતા આટલી દ્રવી જાય છે અને દુઃખ થાય છે. પાડોશીમાં કઈ મરી જાય તે એના મોં પર દુઃખની રેખા પણ ફરકતી નથી. જ્યાં પિતાપણું નથી ત્યાં દુઃખ નથી અને જ્યાં પિતાપણું ગયું ત્યાં દુઃખ પણ ગયું. પરંતુ મેહમય આત્મા આ વાતને સ્વીકાર કરતા નથી. ભગવાન મહાવીરે આચારંગ સૂત્રના અધ્યયનમાં ફરમાવ્યું છે કે – શ મેવ નવ યુગન્નતિ, બે ના મેદ વાર” આચારંગ સૂત્ર આ મહમાં મૂઠ બનેલે આત્મા સત્યને પ્રકાશ મેળવી શકતું નથી. જ્યારે હૃદયમાં મિહની આંધી આવે છે ત્યારે એને પહેલો પ્રહાર વિવેકની દીપશિખા ઉપર પડે છે. વિવેક પિતે જ પ્રકાશ છે. પરંતુ મેહ અંધકાર ફેલાવે છે. એ પિતાના ભાવિજીવન પ્રત્યે સાવધાન થતું નથી તેમ એનું શું પરિણામ આવશે એ તરફ એનું ધ્યાન પણ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy