SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ હે પુત્રો ! હું તમને વધુ શું કહું? જે સુખ મેળવવાને માટે લોકોને તપ કરે પડે છે, એવા બધા સુખે તમને સહેજે પ્રાપ્ત થયાં છે. એને લાત મારીને સંયમ લે એ તે તમારી નરી મૂર્ખતા છે. માટે તમે સમજીને સંસારમાં રહે અને દીક્ષા લેવાની વાત છેડી દો. * પિતાને પુત્રો પ્રત્યે અત્યંત મહ છે. એટલે મોહની જ વાત કરે છે. દુનિયામાં બધા જ મોહરાજાની માયાજાળમાં ફસાયેલા છે. દરેક જીવને ધન-વૈભવ અને સત્તા વહાલી છે. કેઈને સત્તા છોડવી ગમતી નથી. પણ જે સમજાઈ જાય કે મારે સાચે વૈભવ કે? તે બધે મોહ ઉતરી જાય છે. ભગવાન કષભદેવ દીક્ષા લઈને નીકળી ગયા. ત્યાર બાદ ભગવાનના સૌથી મોટા પુત્ર ભરતની આયુધશાળામાં ચક રન ઉત્પન્ન થાય છે. જે આત્માઓ ચક્રવતિ બને છે તેમને જબ્બર પુષ્યને ઉદય હોય છે. તેને ચૌદ રત્નની પ્રાપ્તિ થાય છે. તેમાં ચક્રરત્ન, છત્રરત્ન, દંડરત્ન અને ખેડૂગ રત્ન એ ચાર રન ચક્રવતિની આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. અને ચર્મરત્ન, મણિરત્ન અને કાકશ્ય ન એ ત્રણ રસ્તે લક્ષમીના ભંડારમાં ઉત્પન્ન થાય છે. આ સાત એકેન્દ્રિય રત્ન છે. અને સાત પંચેન્દ્રિય રત્નો હોય છે. સેનાપતિ રત્ન, ગાથા પતિ રત્ન, વાર્ષિક રત્ન, પુરોહિત વન, એ ચાર રત્ન ચકવતિના નગરમાં ઉત્પન્ન થાય છે. સ્ત્રી રત્ન વિદ્યાધરની શ્રેણીમાં ઉત્પન્ન થાય છે. ગજ રત્ન અને અશ્વ રત્ન વૈતાઢય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ચક્રવતિને ચૌદ રત્નની પ્રાપ્તિ થાય છે. તેમાં ચકરત્ન છ ખંડની સાધના કરવાને માર્ગ બતાવે છે. ચક્રરત્ન એવું કૈરી રન હેય છે કે જેનું રક્ષણ કરનારા એક હજાર દેવે હોય છે. એના આધારે જ ચક્રવતિ છ ખંડની સાધના કરે છે. ભગવાન રાષભદેવને કેવળજ્ઞાન થયા પછી ભરત ચક્રવતિ છ ખંડની સાધના કરવા ગયા છે. સાઠ હજાર વર્ષે એ છે ખંડ સાધીને આવે છે. ત્યારે ખૂબ ધામધૂમથી અમે ધ્યા નગરમાં પ્રવેશ કરે છે. અને ત્યાર બાદ ભરત ચક્રવર્તિના રાજ્યાભિષેકનો મહોત્સવ ઉજવાય છે. દેવાધિદેવ-ભગવંતને જેમ ઈન્દ્રો અભિષેક કરે છે તેમ નરેદેવ-ચકવતિને પણ આભિગિક દેવે અભિષેક કરવા આવે છે. ત્યાર બાદ બત્રીસ હજાર રાજાઓ અભિષેક કરવા આવે છે. સેનાપતિઓ, શ્રેષ્ઠિઓ પણ તેમનો અભિષેક કરે છે. અને સૌ ચરણમાં શીર મૂકાવી “તમે જય પામે, વિજય પામે” એવા મંગલમય શબ્દથી ચકીને વધાવે છે. ભરત ચક્રવતિના રાજ્યાભિષેક મહોત્સવમાં દેવે, બત્રીસ હજાર મુગટબંધી રાજાઓ તેમજ નગરજને આવ્યાં. પણ સગા નવાણું ભાઈમાંથી એક પણ ભાઈ રાજ્યાભિષેકના મહત્સવમાં ભાગ લેવા આવ્યું નહિ, એટલે ભરત પહેલાં પિતાના ૯૮ ભાઈઓની પાસે એક દૂત મોકલે છે. દૂતે જઈને કહે છે–હે રાજકુમારે! તમે જે રાજ્યસંપત્તિ ભેગવવા
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy