________________
અધ્યયનની પ્રથમ ગાથામાં કહ્યું છે કે :દેવા ભવિજ્ઞાણ પુરે ભવસ્મિ, કેઈ ચુયા એગ વિમાણવાસી છે”
એકજ વિમાનમાં રહેવાવાળા પૂર્વભવમાં જે દેવો હતા તેમાંથી કેટલાક દે ત્યાંથી વીને કઈ નગરીમાં કોને ત્યાં ઉત્પન્ન થશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૬ [અષાઢ વદ ૪ બુધવાર તા. ૨૨-૭-૭૦ ] શાસકાર ભગવંત ત્રિલેકીનાથ જેઓ આ સંસારના સુખની શૈયાને ત્યાગ કરી સંયમ માર્ગે વિચર્યા. તેમણે અખંડ સાધનાને અંતે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ તેમના મુખમાંથી વાણીને ધધ વહ્યો. અને ગણધર ભગવંતેએ એ બધને ધિધ ઝીલી લીધે. તિર્થંકરની વાણી અર્થરૂપે હોય છે.
“અલ્યા ભાસતિ અરહા નિઉણુ ગુથતિ ગણહરા ” અને ગણધરે તેની ગદ્ય અને પદ્યરૂપે ગુંથણ કરે છે. ભગવાનની અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્ર તેના છત્રીસ અધ્યયનેમાંથી આપણે ૧૪મા અધ્યયનને અધિકાર શરૂ કર્યો છે.
મહાવીર સ્વામી મેક્ષે ગયા પછી તેમની પાટાનુ પાટે પ્રથમ ગણધર સુધર્માસ્વામી આવ્યા. ભગવાનના ગણધર ૧૧ હતા. તેમાંથી પહેલા, બીજા કે ત્રીજા-ચોથા પાટે ન આવ્યા. અને પાંચમા જ આવ્યા, તેનું શું કારણ? ભગવંતની હયાતીમાં જ નવ ગણધર તે મોક્ષે ગયા. ફક્ત પહેલા ઈન્દ્રભૂતિ અને પાંચમા સુધર્માસ્વામી જ બાકી હતા. તેમાં ગૌતમ સ્વામીને પણ કેવળજ્ઞાન થયું. એટલે સુધર્મા સ્વામી પાટે આવ્યા. સુધર્માસ્વામી પાટે બેસી ઉપદેશ આપે ત્યારે કહે કે આ સર્વશની વાણી છે. ભગવંત જેમ કહી ગયા તેમ હું કહું છું. આ શબ્દો છદ્મસ્થ કહી શકે પણ કેવળી ન કહી શકે. કારણ કે તીર્થકર અને સામાન્ય કેવળી બંનેના જ્ઞાનમાં કંઈ અંતર હોતું નથી. ફરક એટલે જ છે કે તીર્થંકર પ્રભુને અનંત ભવની પુણ્યાઈને ભેગવટો કરવાનું હોય છે. જેથી સાસરણની રચના દેવે કરે છે. ચામર વીજે છે. અને બાર પ્રકારની પ્રખદા વાણી સાંભળે છે. બાકી કેવળજ્ઞાનમાં અંતર નથી.
સુધર્માસ્વામીના શિષ્ય જંબુસ્વામી પૂછે છે કે, હે પ્રભુ! સર્વજ્ઞ ભગવંત મહાવીર સ્વામીએ આ અધ્યયનમાં ક્યા જવાની વાત સમજાવી છે. અનુક્રમે ચૌદમા અધ્યયનની વાત આવતાં સુધર્માસ્વામી પિતાના પ્યારા શિષ્ય જંબુસ્વામીને કહે છે ?
દેવા ભવિજ્ઞાણ પુરે ભવગ્નિ, કેઈ ચુયા એગ વિમાણવાસી પુરે પુરાણે ઉસુયાર નામે, ખાએ સમિધે સુરલેગ રમે છે ગા. ૧