SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ܚ܀ સાન ઠેકાણે લાવ્યા હતાં. અને રહનેમિને સંયમમાં સ્થિર કર્યાં હતા તેમ નાગીલાએ પણું ભવદેવને સમજાવવામાં પાછી પાની કરી નહિ. એ સાચી સિંહુણ બની ગઈ હતી. નાગીલાના શબ્દોથી ભવદેવની શાન ઠેકાણે આવી ગઈ. ‘માતા’ ! કહીને એ નાગીલાના ચરણમાં પડી ગયે. અત્યાર સુધી એની દૃષ્ટિમાં નાગીલા પત્ની હતી, પણ હવે એણે કહ્યું : માતા ! તારો ઉપકાર કદી નહિ ભૂલ'. તે' મારા ઉપર ઘણા ઉપકાર કર્યાં છે. ભાન ભૂલેલાને તુ ઠેકાણે લાવી છું. ભવદેવે નાગીલાની માફી માંગી અને એના પુનઃ પુનઃ ઉપકાર માનતા પેાતાના ગુરૂદેવની પાસે આણ્યે. ગુરૂદેવના ચરણમાં પડી પાતે કરેલી ભુલનુ પ્રાયશ્ચિત માંગ્યું. ગુરૂદેવ ! હું ભાન ભૂલ્યા, મન અને વચનથી મારા ચારિત્રમાં દોષ લગાડચા છે પણ કાયાથી દોષ નથી લગાડયા. હવે કદી આવી ભૂલ નહિ કરું. પશ્ચાતાપનાં આંસુ સારી પાપનું પાયશ્ચિત લઈ પવિત્ર બન્યાં. ગુરૂએ કરીને એને દીક્ષા આપી. ભવ દેવ શુદ્ધ ચારિત્રનું પાલન કરીને દેવલેકમાં ગયા અને ત્યાંથી ચ્યવીને સુધર્માંસ્વામીના પ્યારા શિષ્ય જ બુકુમાર અન્યા. એ પ્રતાપ નાગીલાના છે. અંધુએ ! તમે દીક્ષા લેા તા સારી વાત છે. દીક્ષા લેવાને સમથ ન હેા તે ગૃહસ્થ જીવનમાં સાથી શેાધેા તેા નાગીલા જેવા શેાધજો. ચામડાને મહત્વ ન આપશે. ગુણને મહત્વ આપો. તમે અધેાગતિમાં પડતાં હૈા તા એ તમને હાથ પકડીને બહાર કાઢે. એ જ સાચી સગાઈ છે. જેના સંગ થતાં ભવભ્રમણ વધે તે સાચી સગાઈ નથી. આત્માની સગાઈ એ જ સાચી સગાઈ છે. દેહની સગાઈ તા જીવે અનતી વખત માંધી છે. તેથી ભવના અંત આવ્યે નથી. બે બાળકાના નિમિત્તે માતા-પિતાને પણ વૈરાગ્ય ભાવ જાગશે. એ બાળકે હજી આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન...૬૯ ભાદરવા વદ ૧૩ ને રવિવાર તા. ૨૭-૨-૭૦ અનંત કરૂણાનીધિ, શાસનપતિ, ત્રિલેાકીનાથ ભગવાને જગતનાં જીવાને કલ્યાણના રાહુ ખતાવતાં ટકાર કરીને ભરનિદ્રામાંથી જાગૃત કર્યા. અને શાસ્ર–સિદ્ધાંત રૂપી વાણીની દિવ્ય વીણા વગાડી. ભગવાનની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રનુ` ૧૪મું અધ્યયન જેમાં ઈકાર રાજા, કમલાવતી રાણી, ભૃગુપુરૈાહિત અને યશા ભાર્યાં અને તેના એ લાડકવાયા પુત્રો દેવભદ્ર અને જશેાભદ્ર એ છ જીવાના અધિકાર ચાલે છે. જે શૂરવીર હાય
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy