________________
૪૯૦
છે. મોહથી ઘેરાયેલાં માનવીઓ કયાં સુધી આગળ ચાલે ! રાગી અને વિરાગી બંનેના પંથ ન્યારા છે.
બંધુઓ ! જગત કેવું મેહના રાગમાં ડૂબેલ છે ! સહુને પોતાના સ્વજનના જવાથી દુઃખ થયું છે. એટલે રડે છે. ભગવાનને ત્યાગ માગે કેવાં કેવાં કષ્ટો પડશે એની કલ્પના કરે છે. પરંતુ એક પણ પ્રજાજન મહને છોડીને એમની સાથે જવા તૈયાર ન થયે. ઘણે દૂર જઈને ભગવાન થંભી ગયા. સૌને મૂક સૂચના કરી કે હવે મારે મારા માગે ચાલવું છે. તમે પાછા વળો. બધા ભગવાનને વંદન કરીને ઉભા રહી ગયાં. કેઈના સાસુ જોયા વિના જગતના ઉદ્ધારક પ્રભુ ત્યાંથી એકલા ચાલી નીકળ્યાં. તેમણે દીક્ષા એકલાં જ લીધી અને કર્મમેદાનમાં એમને એકલાને જ યુદ્ધ ખેલવાનું હતું, એટલે પિતે એકાકી ચાલી નીકળ્યા. જ્યાં સુધી ભગવાન દેખાય ત્યાં સુધી સમગ્ર પ્રજાજનો અને રાજા નંદી, વર્ધન બધા રડતાં જ ઉભા રહ્યાં. યશોદા-પ્રિયદર્શના, જમાલી બધા જ ગમગીન બની ગયાં હતાં.
રાજા નંદીવર્ધન કરૂણ સ્વરે વિલાપ કરતાં કરતાં બેલે છે–એ મારા લાડીલા વીરા ! આમ અમને મૂકીને એક અટ્લે ક્યાં જઈશ! ઘેર જંગલમાં વાઘ-સિંહસપ મળશે ત્યાં તારું કેણુ? ઉનાળાના સખત તડકા, શિયાળાની સખત ઠંડી તું કેમ સહન કરીશ? ક્યારે પણ ખુલ્લા પગે નહિ ચાલેલે મારો ભાઈ ખુલ્લા પગે કેમ ચાલી શકશે ? જેની સામે કોઈ ઉંચા સાદે બેલે તે તેને હું બેલતો બંધ કરી દઉં, તેના બદલે મારા ભાઈને કઈ કટુ વચને કહેશે, અપમાન કરશે. આ બધું એ કેમ સહન કરશે? લાખે ભિક્ષુકને ભિક્ષા દેનારે ભિક્ષા માટે ઘરઘરમાં ઘૂમશે ? વીરા ! તારા વગર હું કેની સાથે વાત કરીશ! આમ રાજા નંદીવર્ધન ભાઈના ભાવિની ચિંતા કરતાં કરતાં બેભાન બની જાય છે. વળી શુદ્ધિમાં આવે છે. નગરજને સમજાવીને નંદીવર્ધનને મહેલમાં લઈ જાય છે. પણ એમને વર્ધમાનકુમાર વિના રાજમહેલ પણ ભૂતિયામહેલ જેવા દેખાવા લાગ્યાં.
રાગનું બંધન એ ભયંકર બંધન છે. નંદીવર્ધનને ભાઈ પ્રત્યેને રાગ રડાવે છે. જગત પિતા ભગવાન મહાવીરે આ વૈભવ છોડીને દીક્ષા લીધી. અને કર્મોની ઉદીરણા કરવા માટે અનાર્ય દેશમાં ચાલી નીકળ્યા. ત્યાં એમને કેવા કેવા કષ્ટ પડયાં છે એ તે તમે ઘણી વખત સાંભળ્યું છે. એમણે કર્મોને સામેથી આમંત્રણ આપ્યું છે. જ્યારે આપણે તે ઉદયમાં આવતાં કર્મને અટકાવવા તૈયાર થઈએ છીએ. આપણુ ભગવાને પિતાના પગ ઉપર કુહાડે મારીને પછી જ જગતની સામે તપ-ત્યાગની વાતો મૂકી છે. સાડાબાર વર્ષ અને પંદર દિવસ સુધી ઉંઘ કરીને ઉંદડા નથી. ચાર માસી, છ માસી, બે માસી અને પંદર દિવસના ઉપવાસ આવા અનેક મહાન તપ કર્યા. તપમાં પણ શેમાસા
શા. ૨૩