SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ પૂરવાર કહીએ, જ્ઞાન ચાર વખાણુએ, જિન નહિ પણ જિન સરીખા, સુધર્માસ્વામી જાણીએ, માત-પિતા કુળ જાત નિર્મળ, રૂપ અનુપમ વખાણીએ, દેવતાને વલભ એવા શ્રી જંબુસ્વામી જાએ. જેમને કેવળજ્ઞાન થયું ન હતું, પણ કેવળ જ્ઞાન સમાન સુધર્માસ્વામી હતા. એવું એમનું જ્ઞાન નિર્મળ હતું. સુધમાં અને જંબુ ગુરૂ-શિષ્યની અનોખી જોડી હતી. જંબુસ્વામી વાણીનાં ઘૂંટડા પીતાં ધરાતાં ન હતાં અને દેનાર સુધર્માસ્વામી પણ એવા સમર્થ હતા. બંને સમાન પાત્રો હતાં. અને તમે તે કલાક સાંભળો ત્યાં ધરાઈ જાવ છો. કારણ કે - તમે કંચન, કામિની, કાયા, કુટુંબ અને કીતિ એ પાંચ “કરકારમાં અટવાઈ ગયાં છે. જેટલી કીર્તિની ભૂખ છે એટલી વિરતીની ભૂખ જાગે તે કલ્યાણ થાય. આ બે બાલુડા દેવભદ્ર અને જશેભદ્રને વિતીની ભૂખ જાગી છે. કંચન, કામિની, કુટુંબ, કીતિની જેને ભૂખ જ નથી. એમની દષ્ટિમાં બધું તુચ્છ અને અસાર લાગ્યું છે. સંસાર બંધન રૂપ લાગે છે. કારણ કે એમને વૈરાગ્ય મેહગર્ભિત ન હતા. કેઈ સંતને અતિ રાગ થયે ને વૈરાગ્ય આવ્યો એમ ન હતું. તેમજ દુઃખગર્ભિત કે સંસારમાં કઈ પણ જાતનું કષ્ટ પડ્યું અને દીક્ષા લેવા ઉડ્યા તેમ ન હતું. આ તે સમજણપૂર્વક જાગેલા હતાં. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હતે. એમની સામે ઈન્દ્ર આવે તે પણ એ ડગે તેવા ન હતા. આત્માને સ્વભાવ તે બંધનથી મુક્ત બનવાનું છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ગગનવિહારી છે. પણ હજુ આ જીવને બંધન ખટકયું જ નથી. એટલે બંધનમાંથી મુક્ત થવા છતાં સામેથી બંધનમાં જકડાવા જાય છે. સૌથી પ્રથમ વાત તો એ જ છે કે બંધન શું છે? એ જ જાણ્યું નથી. તે પછી મુક્તિ કયાંથી મળે? સંપૂર્ણ બંધનમાંથી મુકિત તે ત્યાગી અવસ્થામાં જ મેળવી શકાય છે. જ્યાં સુધી છકાયના જીની રક્ષા નહિ કરે ત્યાં સુધી સાચું સુખ નહિ મળે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ, સભ્ય મોહનીય, મિથ્યાત્વ મેહનીય, અને મિશ્ર મોહનીય એ સાત પ્રકૃતિને જ્યાં સુધી ક્ષેપશમ, ઉપશમ કે ક્ષય ન થાય ત્યાં સુધી સમ્યકત્વ આવે નહિ. અને જ્યાં સુધી સમ્યક્ત્વ ન આવે ત્યાં સુધી મુક્તિમહેલને પાયે નંખાય નહિ. તમે જમીન લઈને એમાં પા નાંખી મૂકે છે અને માને છે કે જે પાયે નાંખી રાખ્યું હશે તો ભવિષ્યમાં મકાન બાંધી શકાશે. એમ જો તમે સમ્યકત્વ રૂપી પા નાંખી રાખ્યું હશે તે અવશ્ય ત્રીજે કે પંદરમા ભવે તે મોક્ષ થવાને. કદાચ સમક્તિ પામીને વમી જવાય તે પણ અધપુદગલ પરાવર્તને તે અવશ્ય મેક્ષ થાય,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy