SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ હય, બે માઈલ દૂર એવા તડકામાં પગે ચાલીને ઘરાકને ઘેર ગયાં, પણ વાયદો આપ્યા પ્રમાણે ઘરાક હાજર ન રહ્યો. પૈસા મળ્યાં નહિ. ગયા તેવા ખાલી હાથે પાછા ફરવું પડે તે તમારું મોટું કેવું થઈ જાય? દિવેલ પીધા જેવું થઈ જાય ને? ત્યાં તમને એમ થાય છે કે મારે આંટો અફળ ગયે. પણ તમારો એક દિવસ સામાયિક કે તપત્યાગ વિનાને જાય તે મનમાં દુઃખ લાગે છે કે મેં આજે કંઈ જ ન કર્યું ! મારે દિવસ અફળ ગયે? જ્યારે તમને તમારા મનથી એવું લાગશે કે મારી જિંદગીના કિંમતી દિવસે ચાલ્યા જાય છે ત્યારે કંઈક આગળ વધી શકશે, પણ ખરી રીતે તમને કંઈ ચિંતા જ થતી નથી. તમારી ચિંતા અમને થાય છે કે આ બિચારાઓનું શું થશે? - ' અજ્ઞાની છ વિષય વાસનાઓ પિષવા ખાતર રાત કે દિવસ જોતાં નથી. ગાડાનાં બેલ બનીને ભાર ઉંચકયા જ કરે છે, છતાં પણ શાંતિનું નામ ન મળે. જેમ ભાડભુંજે ધાણી ને ચણ શકે છે ત્યારે એના તાવડામાં ફટફટ ધાણી ફૂટે છે. તેમ અજ્ઞાની છે આ સંસારના તાવડામાં ધાણી-ચણની જેમ રાત-દિવસ ફટ ફટ ફૂટી રહ્યાં છે. અનેક પ્રકારની શિતાઓથી તેનું કાળજું ફડ ફડ થતું હોય છે. આજની સરદારના લફરામાં માણસ કિલો ફફડી રહ્યો છે? ઈન્કમટેક્ષ, સેલટેક્ષ, મરણને ટેક્ષ, કેટલાં લફરાં? એમાં તમને કંધાથી નિરાંતે ઊંઘ આવે? સરકાર અનેક પ્રકારનાં ટેક્ષ નાંખીને નાણું પડાવી રહી છે. પણું એ કોની પાસેથી પડાવે છે? એની મર્યાદા છે કે જે અમુક હજારથી વધુ કમાતા હોય એને માટે જ આ બધી ધમાલ છે. પણ જે બિચારા પિતાની આજીવિકા પૂરતું જ કમાય છે તેને કોઈ જાતને ફફડાટ નથી હેતે. એને પાપ કરવા પડતાં નથી. એ તે શાંતિથી ખાઈ-પીને ધર્મધ્યાન કરી શકે છે. આજે દુનિયામાં જે કંઈ પાપ થાય છે તે બધું પરિગ્રહને માટે છે. અઢાર પાપથાનકમાં પરિગ્રહ એ પાંચમું પાપ છે, ઘણું ભાઈ બહેને અમારી પાસે પાપનું પ્રાયશ્ચિત લેવા આવે છે. મહાસતી ! આઠમ હતી ને ભૂલથી શાક ખવાઈ ગયું. ચાલતાં ચાલતાં પગ નીચે મુકેડો આવી ગયે, તેનું પ્રાયશ્ચિત આપો. પણ ભાઈ! આ પાંચમું પાપ ભેગું કર્યું છે. તેના માટે કેઈ પ્રાયશ્ચિત લેવા આવતા નથી. આજે કલેશ-કંકાસ-ઝઘડા-ટંટા અને ખૂનખાર યુદ્ધ થઈ રહ્યાં છે. એ બધું પરિગ્રહ માટે જ ને? હલ અને વિહલની પાસે એક હાર અને હાથી હતા. તે પદ્માવતીથી જોઈ શકાય નહીં. તેથી તેણે કણિકને ચઢાવ્યા. અને કેણિકે હલહિલની પાસે હાર અને હાથીની માંગણી કરી. હલ-વિહલે ના પાડી. અને કહ્યું : અમને બાપુજીએ આપેલ છે. માટે અમે હાર-હાથી નહીં આપીએ. છેવટનું એ પરિણામ આવ્યું કે Aણિક યુદ્ધ કરવા તૈયાર થે. હલ-વિહલ નાનાને આશરે ગયા. અને કેણિકે કરેલા અન્યાય સામે ચેડારાજાને યુદ્ધમાં ઉતરવું પડયું. એ યુદ્ધમાં કેટલા જીવને સંહાર થઈ ગયે? એક ક્રોડ એંશી લાખ માણસે એ લડાઈમાં મરાયા. એક હાર અને હાથી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy