SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ હતે. જીવનનું ધારણ લક્ષ્મી અને ભોગ-વિલાસ પર ન હતું, પણ સમાધિ-વૈર્ય અને ધર્મની લાગણી પર હતું. રાજાને એટલે ટૂંક હિતોપદેશ સોનેરી થઈ પડે. દુઃખમાં દુર્ગાનમાંથી એ બચાવી લે છે. જીવનમાં આવા ઉપદેશનાં સ્થાન રાખવા જોઈએ. તમે શિખ્યાં છે ને? તમારા હિસાબી ચેપડાના ખૂણે એકાદુ હિત વચનનું લખાણ રાખજે. નીતિ અને સત્યનું પાલન કરનાર જ સદગતિને અધિકારી બને છે. - રાજા માદળિયું પાછું ચિટી સાથે ગળે બાંધીને ત્યાંથી ઉઠીને મિત્રરાજા પાસે પહોંચે. મિત્રે આવકાર આપે. એણે મિત્રને બધી વાત કરી. પેલાએ સહાનુભૂતિ ખાડી, પિતાનું લશ્કર આપ્યું. મિત્રતા આનું નામ કે જેમાં સામાને દુખના અવસરે શકય હોય તેટલી સહાય કરવાની તૈયારી હોય. લશ્કર લઈ રાજાએ પિતાના દુશ્મન પર ચઢાઈ કરી અને દુશ્મનને હરાવી રાજ્ય પાછું કબજે કર્યું”. સમ્યકત્વના વલણની વાત હવે આવે છે. રાજાએ રાજ્યમાં બધું પહેલાંની જેમ મુસ્થિત કરી દીધું. પછી મંત્રીમંડળ સામે બેસી રાજા આનંદપૂર્વક પિતાની હકીકત કહી રહયે છે. કેમ મંત્રીજી! જાણે છે ! આ બધું કેમ બરાબર થઈ આવ્યું! ને હજુર ! અરે શું ના ? આમાં તે ચમત્કાર થયો. હું ચમત્કાર ? હા. જંગલમાં ગયા પછી મને તે કપાતને પાર ન હતો. ત્યાં આ માદળિયામાંથી ચિઠ્ઠી નીકળી. તે વાંચી હિત મેળવી. પછી તે મિત્ર રાજાની સહાયતાથી પાછા આપણે આબાદ બની ગયાં. ' ખર ચમત્કાર હજુર ! થાય જ ને. દુશ્મનનું શું ગજું? “ચિઠ્ઠીમાં એવું તે શું લખ્યું હતું ! “આ પણ ટકવાનું નથી” એવું લખ્યું હતું. આપે એને શું અર્થ કર્યો? એને અર્થ એ કર્યો કે તને ભલે દુઃખ આવ્યું પણ તે ઝાઝે સમય ટકવાનું નથી. પ્રધાન કહે છે ક્ષમા કરજો હજુર ! એનો અર્થ એ પણ થાય છે કે આ વૈભવસુખ-સંપત્તિ પણું ટકવાના નથી. આ સાંભળી રાજા ઠડ જ પડી ગયે. મનમાં હવે મંથન ચાલ્યું. વાત સાચી છે. ખરેખર! આ સંસારના ભેગે કાયમ ટકવાના નથી. એમ સમજી રાજગાદી પિતાના પુત્રને સેંપી પિતે મહર્ષિ બન્યા. આ રાજા અને મંત્રી કેવા ? મંત્રીએ રાજાની દૃષ્ટિ ફેરવી, વલણ ફેરવ્યું. વલણ ફરે તે સમ્યકત્વ તે શું પણ ચારિત્ર આવતાં પણ વાર ન લાગે. , અહીંયા પણ એક જ વખત સંત સમાગત થતાં આ બે બ્રાહ્મણ પુત્રોની દૃષ્ટિ ફરી ગઈ છે. ચારિત્ર લેવાની જેમના ચિત્તમાં ચટપટી લાગી છે તેવા પુત્રો એમના પિતાને કહે છે - હે બાપુજી! સંસારનાં કામગ સર્વ અનર્થોની ખાણ જેવાં છે. અમને તે એક ક્ષણ પણ અહીં ગમતું નથી. જેમ કોઈ યુવાન સ્ત્રી વિધવા થાય છે ત્યારે એને પુસણુ રિવાજ પ્રમાણે સારામાં સારું ઘરચોળું ઓઢાડે છે, દાગીને પહેરાવે છે, એક
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy