________________
ખબર નથી. કારણ કે અજ્ઞાનદશામાં જ જીવ પડયો છે. બંધુઓ ! આજે જે તમે સમજે. તે જગતમાં ધર્મ પામે કેટલે દુર્લભ છે? સમ્યકત્વ અને ચારિત્ર સ્પર્શવું એ કેટલું
શું છે ! પૂર્વના મુદયથી અને ભાગ્યેાદયથી સુલભ રીતે પ્રાપ્ત કરી શકીએ તે આપણને અવસર મળે છે. કિંમતીમાં કિંમતી વરતુ આજે આપણા હાથમાં આવી છે. સર્વજ્ઞ ભગવંતે જે પ્રત્યક્ષ જોયું છે તે તત્વને જ જૈન ધર્મમાં સ્થાન આપ્યું છે. સૂક્રમમાં સૂપ કેટિની અહિંસાનું વર્ણન જૈન ધર્મ સિવાય બીજે કયાંય જોવા મળે છે? બીજા ધર્મની સમજ એટલી જ છે કે આપણે પાપ કરીએ તે પાપ લાગે. પણ કેઈ પાપ કરે તેમાં આડકતરી રીતે સાથ કે અનુમતિ હોય તે પણ પાપ લાગે એવું કયાંય એમણે સમજાવ્યું છે? પાપ ન કરવા છતાં પાપથી નિવૃત્ત ન હોય, એટલે પ્રતિજ્ઞા ન કરી હોય તે પણ પાપ લાગે તેવું સમજાવવાની તેમનામાં શક્તિ છે ખરી? આપણે કેટલા બધા ભાગ્યવાન છીએ કે એવું સુંદર સમજવાનું તત્વ આપણી સામે મે જુદ છે. અહા! આવું સુંદર તત્વ મેજુદ હોવા છતાં ન સમજીએ તે પૂરા કમભાગી જ ને! અદૂભુત અને વાસ્તવિક કેટિના ચરિત્ર માત્ર જૈન ધર્મમાં મળે છે. તે સાંભળતાં ખરેખર આત્મા ઉન્નતિના માર્ગે પ્રયાણ કરવા તૈયાર થઈ જાય, તે મહાન, શ્રેષ્ઠ અને કિંમતી ધમ મળે છે. ધર્મની હૃદયસ્પર્શી શ્રદ્ધા થાય તે આત્મામાં સમ્યકત્વને દીવે ઝગ મગતે થઈ જાય. સુબાહુકુમાર, નંદિષેણ, ધનને વિગેરે સર્વજ્ઞ પરમાત્મા મહાવીર દેવના વચન પર શ્રદ્ધા ધરાવનાર બન્યા હતા તેથી પ્રભુની વાણી સાંભળી સંસાર પ્રત્યે ભયભીત બની ગયાં. અણગમાવાળા બન્યા. “હવે આ ભયાનક સંસારને સંગ એક દિવસ પણ શા માટે રાખવું જોઈએ ?” એમ વિચારી તત્કાલ ચારિત્ર માર્ગે જીવન ઝુકાવ્યું. શ્રેણિક મહારાજા કામદેવ કે આનંદ શ્રાવકની જેમ દેશ વિરતી પણ બની શક્યા ન હતા. તે પણ સંસારમાં રહીને આખી દષ્ટિ ફેરવી નાંખી. જગત પ્રત્યેના પ્રેમનું વલણ ફેરવી નાંખ્યું. સમ્યકત્વનું ઘડતર થયા પછી જીવન પલટાતા વાર લાગતી નથી. સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર રૂપી સાધનામાં જ માનવ જીવનની સફળતા છે. તેના ઉપર એક દષ્ટાંત યાદ આવે છે.
એક રાજા હતા. પુન્યા મુજબ મધ્યમ રાજ સંપત્તિ તેને મળી હતી. પરંતુ આ દુનિયામાં ચડતી પડતીનું પૂછવું જ શું? રાજાની આબાદી કર્મરાજાથી સહન ન થઈ. તેથી રાજાની સામે અણધાર્યો એક દુશમન હમ કરવા માટે આવ્યું. હવે આ રાજા એવી ગફલતમાં હતું કે દુશ્મન ઠેઠ રાજમહેલ સુધી આવી પહોંચે ત્યારે ખબર પડી. પછી તે સૌ ચારે બાજુ નાઠા રાજા પણ જીવ બચાવવા માટે જંગલમાં નાઠો. એનાં હૈયામાં એવી તો દુઃખની ચોટ લાગી ગઈ કે રાજા નાના બાળકની જેમ જંગલમાં પિકે ને પિકે રેવા લાગ્યા. સુખમાં મહાઆરામી હોય એ દુઃખમાં કયાંથી ધીરજ રાખી શકે? દુખમાં હિંમત તે એ જ રાખી શકે કે જે સુખમાં સાવધાન હેય, છકી ગયે