________________
૪૫૯ છેવટે શ્રેણિક રાજા પાસે અમરને લઈ જવામાં આવે છે. એ રાજાના ચરણમાં પડીને કહે છે હે રાજન ! આપ તે પ્રજાના પિતા છે. અમારા નાથ છે.
“દુનિયા રૂઠે તે ભલે રૂડે પણ તેના રૂડી મારા નાથ-દર્શન દેજે ફરી”. :
હોમ હવનની તૈયારી થઈ. અમર કુમારને નવડાવી–વડાવી ફૂલની માળા વગેરેથી શણગારી હામવા માટે હાથમાં લીધે. અમકુમારે મહારાજાને વિનંતી કરી હે રાજન! આપ પ્રજાના પાલક છે. પ્રજાના રક્ષક પિતા ઉઠીને પુત્ર તુલ્ય પ્રજાનું ભક્ષણ કરશે તે પ્રજા ક્યાં જશે? શા માટે મારા જેવા નિર્દોષ બાળકને આપ હેમી રહ્યા છો ?
જીવતા જીને ભોગ આપવો એ તે મહાન પા૫ છે. પાપ પ્રગટ રીતે કરે કે છૂપાં કરે. પર્વતની ટોચે ચઢીને કરે કે ભોંયરામાં પેસીને કરો પણ પાપ કદી છૂપું રહેતું નથી. કરેલા પાપને બદલે અવશ્ય મળે છે.
રાજાએ જવાબ આપ્યો-તારા મા બાપ તને વેચ્યો ન હોત તો તને અમે હેમત નહિ. તારી માતાને ભારોભાર નું આપીને મેં તને ખરીદી લીધું છે. મેં હક્ક વગર તને લીધે નથી. એટલે કેવી રીતે બચાવું? આમ રાજા શ્રેણિક પણ છૂટી પડે. બાળક પ્રશ્કે ને ધ્રુસ્કે રડે છે. વિલાપ કરે છે. પણ આજે તે એની વાત સાંભળવા કઈ તૈયાર નથી. ત્યારે અમરકુમાર વિચારે છે.
અમર વિચારે ગુરૂએ શીખવ્ય મંત્ર ભલે નવકાર,
જાપ જપંતા સંકટ ટળશે, નહી બીજે આધાર” હવે રાજા બ્રાહ્મણોને બોલાવી યજ્ઞ શરૂ કરાવે છે. અમરકુમારને પવિત્ર ગંગાજળથી સ્નાન કરાવી કેસર ચંદન કસ્તુરી આદિ સુગંધિત પદાર્થોનું વિલેપન કર્યું. કપાળમાં ચાંલ્લે કર્યો. કંઠમાં પુષ્પની માળા પહેરાવી. અમરને બેસાડી બ્રાહ્મણે મંત્રને ઉચ્ચાર કરે છે. રાજગૃહી નગરીની પ્રજા જેવા માટે ઉમટી છે કે આ અમરનું શું થશે? રાજાને દરવાજે કેવી રીતે બની જશે?
-અમરને ગમે તેવા વસ્ત્રો પહેરાવે કે મિષ્ટાન્ન જમાડે પણ આવા સમયે તેને કંઈ ગમે ખરું? અમર મનમાં વિચારે છે અહિ ! હવે હું તો બે ઘડીને મહેમાન છું. માતાપિતા-ભાઈ-ભગિની-રાજા-મહાજન કેઈએ મને શરણ ન આપ્યું. સહ સ્વાર્થના સંગા છે. જવાનું છે તે નકકી છે. તે જતાં જતાં હું પ્રભુને યાદ કરી લઉં. મને ગુરૂ મહારાજે કહ્યું હતું કે તારે માથે વિપત્તિના વાદળ તૂટી પડે અને કઈ તારું ન રહે ત્યારે તું આ મંત્રનું સ્મરણ કરજે. કોણ જાણે મારું ભાવિ ગુરૂરાજ જાણતાં હશે! એ જ પ્રસંગ આવી ગયે. અત્યારે તો એ ગુરૂમંત્ર જ મારું શરણ છે. એજ મારું રક્ષણ કરશે. એમ વિચારી મરણને ભય ભૂલી જઈનવકારમંત્રમાં લીન બની ગયે. તન્મય થઈ ગયે.