SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ સુંદર વસ્ત્રો, સુગ ંધિત પદાર્થા, આભૂષણેા, સુકોમળ શય્યા વગેરેને પોતાના હાથની વાત ન હેાવાથી જે મેળવી શકતા નથી, અને એટલા માટે જ એ વસ્તુઓના ઉપભાગ પણ કરી શકતા નથી, તેને ત્યાગી ન કહી શકાય. ત્યાગી એ છે, નિષ્પરિગ્રહી એ છે જે મનહર વસ્તુઓને પાતે પ્રાપ્ત કરવાની સ્થિતિમાં છે, એ વસ્તુઓ સ્હેજે તેના આધીન છે, છતાં પણ સ્વેચ્છાથી એ વસ્તુઓને જે ત્યાગી દે છે તે જ સાચા ત્યાગી છે. જ મધુએ ! મહાત્મા ગાંધીજીને ઈ વાતની કમીના હતી ? કઈ વસ્તુના અભાવે સીધીસાદી લગેટી સ્વેચ્છાથી પહેરી? જો તેમણે ધાયું હાત તા તેમને સારામાં સારા પગાર મળી શકતા હતા. સારામાં સારા એશઆરામનાં સાધના તેએ મેળવી શકતા · હતા. રેલ્વેમાં મુસાફરી કરતી વખતે તેમને ફર્સ્ટ કલાસની ટિકિટ મળી શકતી હતી. રેશમી કે ખારીક મલમલનાં કપડાં તેમને મળી શકતાં હતાં. પરંતુ એ બધાને ઠોકર મારીને તેમણે પાતાની સ્વેચ્છાથી સાદગી અપનાવી, ઓ બધું ફક્ત ભારતના આત્માઓને ગુલામીની પીડાથી પીડાતા જોઈને જ કર્યું...! અ ંગ્રેજોના અત્યાચાર, અન્યાયેા અને શેષણાની ચક્કીમાં ભારતની જનતાને પિસાતી જોઈ ને તેમણે આ બધું કર્યુ.. ભારત માતાના એ પ્યારે લાલ માતાના આ અસહ્ય દુઃખને એઈ શકયા નથી. ભારત માતા દુઃખી છે, અધ નગ્ન અને અધભૂખી છે. શેષિત અને પીક્તિ છે. એ લક્ષમાં રાખીને જ ગાંધીજીએ વાઈસરાયની મુલાકાત લેતી વખતે પણુ પેાતાની એ સાદી લગેાટી જ પહેરી રાખી. ભારતની ગરીબાઈ મટાડવા માટે જ તેમણે અપરિગ્રડ વૃત્તિ અપનાવી. ભગવાન મહાવીરથી માંડીને આજ સુધી હજારા જૈન સાધુ અને સાધ્વીએ સ્વેચ્છાથી પરિગ્રહને ત્યાગ કરી દેશદેશમાં વિચરી રહ્યા છે. એ શા માટે! જગત સામે અપરિગ્રડ વૃત્તિના આનન્દ્વને આદશ રજુ કરવા માટે અને જગતને સાચી સુખ-શાંતિની ચાવી બતાવવા માટે, બંધુએ ! ખરેખર આજે પરિગ્રહવૃત્તિનું રાજ્ય ચારે તરફ નજરે પડી રહ્યું છે. તેને લીધે શાષણ, હત્યા. મારકૂટ અને મહાયુદ્ધ સુધીની ખાખા મની રહી છે. પરિચહવૃત્તિના કારણે જ એક દેશ બીજા દેશ પર કબ્જે મેળવવા કોશિષ કરે છે, પરિગ્રહવૃત્તિ એટલી બધી ભય કર છે કે તે માણસમાં માણસાઈ રહેવા દેતી નથી, પરિગ્રહવૃત્તિ રાખતી વ્યક્તિને પેાતાના સગાં ભાઈ-મહેન પણ પેાતાના કટ્ટર દુશ્મન જેવા લાગે છે. કલ્પના કરો. એક માણસે દશ હજાર રૂપિયામાં એક મકાન ખરીદ્યું, મકાન ખરીદતાં પહેલા એ મકાનની તેને કશી પરવા નહેાતી. પરંતુ વેચાણ લીધા પછી એ મકાન ઉપર તેને ‘ મારાપણા'ની છાપ લાગી ગઇ. એ મકાનને એ માસ ભાડે આપી ઢે છે, ભાડૂત એ મકાનને તેડે ફાડે કે કયાંય જરા ખરામ કરે ત્યાં પેલા માણસના
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy