SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ દેવભદ્ર અને જશેભદ્રને સત સ્વરૂપની પીછાણ થઈ છે. એમને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે. પૂર્વના ભવમાં જેમણે વૈરાગ્યના રસને, સંયમના સુખને સ્વાદ ચાખે છે અને દેવના ભવમાં અવિરતપણે રહ્યા હતા તે બધું પ્રત્યક્ષ જોઈ રહ્યાં છે. એમને હવે માતા-પિતા ગમે તેવા સંસારના સુખના પ્રભને આપે તો પણ તેઓ એમાં હવે લેભાતા નથી. મનુષ્ય ધારે તે કરી શકે છે. મનુષ્ય ધારે તો મેક્ષમાં જવાની સાધના કરી શકે છે. અને ધારે તે નરકની ખાઈમાં પણ ધકેલાઈ જાય છે. સર્વવિરતી પણ મનુષ્ય બની શકે છે. કારણ કે તિય"ચો બહુ બહુ તે દેશવિરતી બની શકે છે. નારકી અને દેવતા-થું ગુણસ્થાન-અવિરતી સમ્યક્દષ્ટિ બની શકે છે, પણ મનુષ્ય ચી ગુણસ્થાન સ્પશી શકે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવે તે સિદ્ધના પાડોશી કહેવાય. છતાં ત્યાંથી સીધા મોક્ષમાં જઈ શકતા નથી. આ મનુષ્ય જીવનની મહત્તા તમને સમજાય છે? મનુષ્ય જીવન મળ્યા પછી પણ સંયમી જીવન એ તે સોનેરી જીવન છે. તમને રૂંવાડે રૂંવાડે આત્મસાધના કરવાને તલસાટ જાગ જોઈએ. આ બાળકોને રૂંવાડે રૂંવાડે તલવાહ જાગે છે. જેમ રણસંગ્રામમાં લડતા સિનિકે સામેથી આવતા શત્રુઓના બાણથી પિતાનું રક્ષણ કરવા માટે બખ્તર પહેરે છે. જેથી બાણ છાતીમાં ખેંચી જાય નહિ. તેમ કર્મ, રૂપી બાણથી બચવા માટે વ્રત–પ્રત્યાખ્યાન રૂપી બખ્તરની જરૂર છે. બખ્તર પહેલે દ્ધો રણમેદાનમાં નિર્ભય રહે છે. ઘાયલ થતો નથી. તેમ જે પ્રત્યાખ્યાન રૂપી. બખ્તર પહેર્યું હશે તે કર્મ મેદાનમાં ઘાયલ નહિ થાય. મનુષ્ય જીવનના અલ્પ આયુષ્યમાં એ વીલ્લાસ જગાડે કે કેવળજ્ઞાન થઈ જાય. બીજા કોઈ પણ ભવમાં આવે વિલાસ પ્રગટે તેમ નથી. બંધુઓ ! કર્મ ખપાવવાના સમયે તમે કેમ અસાવધાન રહે છે ? જરા સાવધાન બને. ભગવાનને એકેક શ્રાવક વૈરાગ્યવંત હોય, ઉચ્ચ કોટિની આરાધના કરવાવાળે હોય, સ્વસંવેદન, જ્ઞાન અને જિનાજ્ઞાપૂર્વક આત્મદશામાં રમણતા કરનારે હેય, પરમ સ્વરૂપને પરમ આનંદ માણનાર હોય. ભગવાન તે કહે છે કે હે સાધક ! તું એક ઉપવાસ કરી જેટલાં કર્મો ખપાવે છે તેટલાં કર્મો ખપાવતાં નરનાં ને એક હજાર વર્ષો લાગે છે. આવા તપની અમલ ઔષધિ પણ માનવની પામે છે. તપ એ કર્મોને બાળનાર છે અને આત્માને દેદિપ્યમાન બનાવનાર છે. એક વખત સુધર્માસ્વામીને એમના પ્યારા શિષ્ય જંબુસ્વામી પૂછે છે કે ભગવંત!. સર્વજ્ઞ અને સર્વદશી ભગવાન મહાવીરે નરકના ભયાનક દુનું સ્વરૂપ વર્ણવ્યું છે. તે કિશો. ૫૬
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy