SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસ્થાન છે, ત્યાં પવિત્ર સંતે બિરાજમાન છે. એ ઉપાશ્રયમાં આવ્યું. અને એક ખૂણામાં સામાયિક લઈને બેસી ગયે. સાંજે પ્રતિક્રમણ કર્યું. આખો દિવસ ધર્મકરણીમાં વીતા. બીજા દિવસે વ્યાખ્યાન બેઠું. આ ગરીબ યુવાન પણ વ્યાખ્યાનમાં બેઠે છે. મોટા મોટા શ્રીમંતે પણ વ્યાખ્યાનમાં આવ્યા હતાં. આ ગરીબ યુવાનને જોઈને કહે છે. અરે ! આ ભિખારી અહીં કયાંથી ઘૂસી ગયા છે? નીકળ અહીંથી. એને બહાર કાઢવા માંડે. ત્યારે મહારાજ કહે છે ભાઈ! એ તમારું શું બગાડે છે? એ કાલને આવ્યા છે. સામાયિક પ્રતિક્રમણ આદિ ધર્મકરણી કરે છે. એને શા માટે કાઢી મૂકો છો? અહીં તે સર્વેને સમાન હકદ છે. બધા શેઠીયાઓ ચાલ્યા ગયાં, પણ કોઈને એમ ન થયું કે આ શ્રાવક છે. એના કર્મોદયથી બિચારો ગરીબ બની ગયું છે. અજાણે છે તે એને પૂછીએ તે ખરા કે એ કયાંથી આવ્યા છે? ત્રણ દિવસ સુધી ભૂખે ને તરસ્ય ઉપાશ્રયમાં રહયે. પણ કોઈ એને પૂછતું નથી. ભૂખ અને તરસથી પીડાતા યુવાને ઉપાશ્રયના બારણું આગળ સૂતે છે. એવામાં સોનાના દાગીનાથી ઝળકતી એક બેન ત્યાં સંતના દર્શન કરવા આવે છે. બાઈનું નામ લક્ષ્મી બહેન હતું. જેવું નામ તેવા તેનામાં ગુણો હતાં. મીઠા શબ્દોથી એણે પૂછયું– વીરા ! તું કોણ છે? અહીં શા માટે સૂતે છે? “વીરા” એ પ્રેમ ભર્યોશબ્દ સાંભળીને યુવાનને આનંદ થયો. અહો ! આવી સ્થિતિમાં મને વીરે કહેનાર કોણ છે? આ પ્રેમભર્યા શબ્દોથી જાણે એનું અડધું દુઃખ ચાલ્યું ગયું હોય તેટલે આનંદ થયો. એના મનમાં જાણે નવચેતના જાગૃત થઈ. મીઠીવાણીને કે પ્રભાવ છે ! ' લક્ષ્મીબાઈ કહે છે વીરા! હું અંદર ગુરૂદેવના મુખથી માંગલિક સાંભળીને તરત જ આવું છું. તું જ ન રહીશ. તને મારે ઘેર લઈ જઈશ. એની સ્થિતિ જોઈને બાઈ સમજી ગઈ હતી કે મારે સ્વધમી બંધુ દુઃખનો માર્યો અહીં આવ્યા લાગે છે. બાઈ માંગલિક સાંભળે છે. પણ એનું મન પેલા યુવાનમાં છે. માંડસ્વધર્મ બંધુની સેવાને અવસર મળ્યો છે. એ કયાંય ચાલ્યો ન જાય, માંગલિક સાંભળીને તરત જ પાછી ફરી. તે બહાર આવીને તરત જ યુવાનને કહે છે વીરા ! ચાલે મારે ઘેર. યુવાને કહે છે બહેન! અહીં મારે કઈ બહેન જ નથી. હું તમારે ઘેર નહિ આવું. તમારે ઘેર આવ્યાં મને શરમ આવે છે. લલીબાઈ કહે છે. તારા જેવા સ્વધામીબંધુઓ મારા ભાઈઓ છે. ખૂબ આગ્રહ કરીને પોતાને ઘેર લઈ જાય છે. એને સનાન કરવા માટે ગરમ પાણી એપ્યું. એને પહેરવા માટે નવા કપડાં આપ્યા. ત્યાર પછી જેમ ઉપવાસીને પારણું કરે તે બધું જમાડયું. ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા માણસને આટલી સમાવહતા આપે તેના કેવા. આશીષ મળે ? તેમાં પણ પ્રેમપૂર્વક હૃદયના ઉમળકાથી સેવા કરનારને તે મહાન લાભ થાય છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy