SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ બને છે તે હજુ ગ્રંથી પ્રદેશે આવેલો છે. હવે તેને માટે તે પ્રદેશે જ અસંખ્ય કાળ રહેવાને. સંખ્યાત કે અસંખ્યાત કાળે ગ્રંથી ભેદવા અને નહિ તે તે ગ્રંથીપ્રદેશથી પાછા જવાને એમ ત્રણ પ્રકાર છે. જે આત્મા હજુ ગ્રંથીને ભેદી શકે તેવી શક્તિવાળો નથી તે આત્મા તે સ્થળે અસંખ્યાતે કાળ રહીને પણું પાછો નીચે જાય. અને જે આત્મા ગ્રંથીને ભેદ કરે તેને ત્યારબાદ અનિવૃત્તિકરણ વડે સમકિતરનની પ્રાપ્તિ થાય. એક કલ્પના કરો કે જેમ ખૂબ મેલા થયેલાં કપડાંને કે તલની ઘણી ચીકાશ જામેલાં કપડાંને તેને મેલ કાઢવામાં સામાન્ય પ્રવેગ અસર ન કરે. તેમાંના ગાઢ મેલને કાઢવા માટે તો તે કપડું બેબીને જ સેંપવું પડે છેબી ભઠ્ઠીના ઉકળતા પાણીમાં તે કપડાને નાખે અને તેમાં મેલને છૂટે કરનાર ખાર, સાબુ આદિક પદાર્થો નાખે. ખૂબ બાફે, ખૂબ ખદખદાવે, ત્યારે તે મેલ કપડાંથી છૂટો પડે. ઘણું કાળથી મેલને પિતાને માનનાર કપડું પિતે તે મેલને દૂર ન કરી શકે. એ તો બીજ મેલ છૂટો પાડી શકે. કપડું બેબીના ઉકળતા ભઠ્ઠામાં પડ્યા પછી મેલના લીધે બડબડીયાં (પરપોટા) કરે તે પણ બેબી તેનાં બડબડીયાની સામે જોઈ તેની દયા ન લાવે. એ તે મેલ. છૂટો ન પડે ત્યાં સુધી નિરપેક્ષભાવે ખદબદવા દે. અને સાથે બડબડીયાં પણું કરવા દે. પિતાના કપડાંની તેવી કરૂણ દશાને જોઈને તેને માલિક બેબીને ભદામાંથી કાઢી લેવાનું કહે તે પણ ધોબી તેના સામે ધ્યાન ન દે. તેમ ગ્રંથપ્રદેશે રહેલ આત્માની. અનંતકાળના રાગ-દ્વેષ રૂપી મેલની અત્યંત ગાઢ ગ્રંથી રૂપી આમળને ભેદી નાંખવા માટે, આત્મા રૂપ કપડાંથી અલગ કરવા માટે, આત્માને સમ્યક્ત્વ સન્મુખ લાવી મૂકનાર ગુણ રૂપ ધોબી કર્મમેલને સ્વામી આત્મા તેને રાહત આપવાનું કહે તે પણ તેની સામે ધ્યાન આપ્યા વિના તીવ્ર સદાચાર રૂપી ભઠીના તાવડામાં ખૂબ ખદખદાવે. અને તેમાં અનંતકાળને સંબંધ હોવાના કારણે તે ગ્રંથીને માલિક આત્મા તેની ઉપર કદાચ દયા લાવે છે તે સામે પણ આત્માને એ કુહાડાની તીક્ષણ ધાર જેવા તીક્ષણ પરિણામ રૂપ ગુણ બેબી નજર સરખી પણ ન કરે. એ તીવ્ર સદાચાર રૂપ ભઠ્ઠીના તાવડામાં ખૂબ ખદખદીને આત્મા રૂપ કપડાથી તે મેલ કર્મરૂપી ગ્રંથી તદ્દન નિર્બળ થઈ જવાથી તે કપડું એ ગાઢ મેલથી મુક્ત થાય, એ મેલના ગે ખદબદતું શાંત થાય, પછી જ તે હિતસ્વી ધોબી તે આત્મા કપડામાંના તે ગ્રંથરૂપ મેલમાંથી આત્માને લાગણીપૂર્વક બહાર કાઢે, અને તે પછી તેને અનિવૃતકરણ રૂપ નદીમાં નાંખીને શાંત કરે. ત્યાર પછી તે એ આત્મારૂપ કપડાંને થાય કે “હાશ” એ પ્રકારે આત્માને ગ્રંથભેદ માટેના સતત પરિશ્રમને અંતે પ્રાપ્ત થતું સમ્યકત્વ એ “હાશ' (સંતેષ) છે. એ પછી આત્માને દુર્ગતિમાં પડતે બચાવે અને શુભ સ્થાનમાં સ્થાપે,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy