SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ४०७ જ તારા શેઠની ચેકબુકમાંથી પાનુ ફાડીને રૂપિયા લેવા માટે આવ્યે છે. પણ તને આ વિષયનું જ્ઞાન જ નથી. તારા શેઠે આ બેંકમાં લાખ રૂપિયા જમા કરાવ્યાં છે. તેથી તેમને રૂપિયા મળી શકે. તે અહીં મુડી જમા કરાવી નથી. જેણે જમા કરાવ્યા હાય તેના જ ચેક અહી ચાલી શકે છે. તારા શેઠ બે લાખની અંદરના જ ચેક લખી શકે. પણ જો એથી વધુ પૈસા લખે તા એના ચેક પણુ પા જ ફરે. કેમ, આ વાત તે સાચી છે ને ? તમે આ ખાખતમાં તે મહુ જ ચતુર છે. મારા રાજગૃહીના શ્રાવકોને આવી વાતમાં તે બહુ જ રસ આવે. જેમ એ એકમાં પહેલાં નાણાં જમા કરી તે જ જોઈએ ત્યારે પૈસા મળી શકે છે, તેમ આ ભગવાન મહાવીરની સદ્ધર એક છે તેમાં તપ-ત્યાગ અને સંચમનાં નાણાં જમા કર્યાં હશે તે જોઈશે ત્યારે મળશે. તમે જેટલા ભાગ–વિષયામાં કાપ મૂકશેા તેટલાં તમે પરભવમાં સુખી થશે. ક રૂપી મળને દૂર કરવા માટે સમજણપૂર્ણાંકની શુદ્ધ ક્રિયા કરવામાં આવે તે ઓછામાં ઓછા ત્રીજે ભવે અને વધુમાં વધુ પંદર ભવે તા અવશ્ય મેક્ષ મળે. અને સતાના સમજાવવા છતાં પણ કામલેાગાને ન છેડે તા ભવસાગરમાં ભમે છે. ચિત્ત મુનિએ પેાતાના પૂર્વના ભાઇ બ્રહ્મદત્ત ચક્રવતીને ખૂબ સમજાવ્યા. ભાઈ ! આ ચક્રવતીના સુખા દુતિનુ કારણ છે. માટે તું કંઈક સમજ. સમજીને છેાડીશ તા તારુ' કલ્યાણ થશે. નહિતર દુર્ગતિમાં જઇશ. ત્યારે કામ રૂપી કીચડમાં ડૂબેલે બ્રહ્મદત્ત ચિત્ત મુનિને શું કહે છે : नागो जहा पंकजलावसन्नो, दट्ठे थलं नाभिसमेइ तीरं । રૂં વયં જામતુળનુ શિદ્ધા, ન મિલુળા મા મ વચામો । ઉ. અ. ૧૩-૩૦ તૃષાતુર બનેલા હાથી જેમ તળાવના કિનારે જાય છે. અને પાણીમાં ખૂબ કાદવ રહેલા છે એ જાણવા છતાં પણ એ કાદવમાં પગ મૂકે છે અને પરિણામે કાદવમાં ખૂંચી જાય છે. જેમ જેમ એ બહાર નીકળવાના પ્રયત્ન કરે છે તેમ તેમ વધુ ને વધુ એના પગ કાઢવમાં ખૂંચતા જાય છે. એ તળાવના કિનારા પણ જોવે છે અને જમીનને પણ જોવે છે. પણ એ મહાર નીકળી શકતા નથી, તેમ હે મુનિરાજ ! હું પણ એ હાથીની જેમ કામ–ભાગમાં ડૂબેલે છું. કામભેાગેા દુર્ગાંતિના દાતાર છે, એમ જાણવા છતાં પણ અને હું છેાડી શક્તો નથી. સમતાના સાગર, દયાળુ મુનિ બ્રહ્મદત્તને કહે છે હું બ્રહ્મદત્ત ! તું કામભેાગેને સપૂર્ણ પણે છેડવાને અશકત હાય ! તું મર્યાદિત કામભોગ છેડ. અને માંસ મદિરા આફ્રિ અભક્ષ્ય વસ્તુઓના ત્યાગ કર. અને ન્યાય—નીતિ, દયા, પ્રેમ આફ્રિ સત્કા કરીશ તેા પણ તને લાભ થશે,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy