SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય. (૩) વધે નહીં અને ઘટે પણ નહીં તે કેવળીએ પ્રરૂપેલાં ને જોયેલાં ભાવ. (૪) વધે પણ ખરા અને ઘટે પણ ખરા-મનના પરિણામ. * બંધુઓ ! આયુષ્ય તૂટેલું સંધાતું નથી. માટે આ માનવ જીવનની નૌકા ડૂબી ન જાય તેનું ખાસ લક્ષ રાખજે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં ભગવાને હયું છે કે, सरीरमाहु नाव ति, जीवो वुच्चइ नाविओ। સંસાર છવો યુરો, વં તાંતિ મસળોઉ. અ. ૨૩-૭૩ માનવદેહ એ સંસાર રૂપી સમુદ્રને તરવા માટે નૌકા સમાન છે. અને અંદર બેઠેલે જીવાત્મા નાવિક છે. મહાન પુરૂષે આ નૌકામાં બેસીને સંસાર સમુદ્રને તરી ગયાં છે. જેને નાવિક સારે હોય તેની નૌકાને આંચ આવતી નથી. ક્ષેમકુશળ સામે પારે પહોંચી જાય છે. પણ જે નાવિક બે ફામ હોય તે નૌકા ખડક સાથે અથડાઈ જાય અને ભાંગીને ભુકકો થઈ જાય. તમે એક લાખ રૂપિયાની અમેરિકાની ગાડીમાં બેઠા છે. ગાડીમાં રેડિયે, એરકન્ડીશન બધી જ સગવડ છે. અંદર બેઠા બેઠા મલકાવ છો કે હે લાખ રૂપિયાની અમેરિકાની ગાડીમાં બેઠો છું. પણ ગાડીને ડ્રાયવર સારે ન હોય અને જે તે બ્રેક ગુમાવી બેસે તે એકસીડન્ટ થઈ જાય. લાખ રૂપિયાની ગાડીના ભુક્કા બલી જાય છે. ગાડી તે જડ છે. એને કંઈ થવાનું નથી. નુકશાન તમને છે. તેમ આ જીવરૂપી નાવિક જે ભવ સમુદ્રને પાર કરવામાં બેદરકાર રહેશે તે નુકશાન નૌકાને નહીં થાય, પણ ચેતનને ખોટ જશે, નૌકાને સાવધાની રાખવા સમુદ્રમાં દીવાદાંડીની જરૂર છે. તેમ છે બધુઓ ! આ સંસાર સમુદ્રમાં રાગ અને દ્વેષ રૂપી મગરમચ્છ રહેલા છે. અને કેાધ-માન-માયા અને લેભ રૂપી મેટા ખડકો ઉભા છે. માટે તમારી જીવન નૌકા સાવધાનીથી હાંકજો. નહીંતર ભાંગીને ભુકકો થઈ જશે. આ સંસાર સમુદ્ર તરવાને માટે ભગવાને આગાર અને અણગાર એમ બે પ્રકારને ધર્મ બતાવ્યા છે. વધુ ન કરી શકે તે આગાર ધર્મમાં તે જરૂર આવે. હે રાજકોટના શ્રાવકે ! તમારા સંસારનાં સુખમાં સ્વાર્થ ભરેલે છે. શરીર ઉપરથી ઉજળું દેખાય છે, અંદર તે મલીનતા ભરેલી છે. ઘણી વખત દૂધ મેળવવામાં આવે છે તેમાં ઉપર પડ પણ સરસ જામી ગયે હોય છે. પણ નીચે પાણી જ હોય છે. તેમ સંસારના સુખે ઉપરથી 'સુંદર દેખાય છે, પણ નીચે તે પાણી જ છે. એકાંત સ્વાર્થની જ બાજી છે. માત કહે મેરા પુત સપુતા, બહેની કહે મેરા ભૈયા, ઘડી જેરું યે કહે, સબસે બડા રૂપિયા” માતા કહે છે-મારે પુત્ર, બહેની કહે-મારે વીર, અને ઘરની સ્ત્રી ખમ્મા મારા
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy