SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, માતા ભવાની, દેરા ધાગા કે માદળિયા, હનુમાન કાંઈ કરવા પડે નહિ. તેરમા ગુણસ્થાને પણ વેદનીય તે છે, કારણ કે તેરમું ગુણસ્થાન સગી છે. તેમને તે આહાર લેવું પડે છે, કારણ કે ચાર અઘાતી કર્મ બાકી છે. તેરમે ગુણસ્થાને વર્તનાર તીર્થંકર પ્રભુને ન બનવાનું બની ગયું અને ગોશાલકે ઉપસર્ગ આપે. ચૌદમે ગુણસ્થાને કોઈ ઉપાધિ જ નહિ. તે અગી છે. પાંચ હસ્વ અક્ષર “એ, ઈ, ઉ, ત્રા, એટલું બેલે ત્યાં તે લેકને મસ્તકે જઈને બિરાજમાન થઈ જાય. જે મેક્ષમાં જાય છે તેને તે કયાંય વળાંક પણ લેવું પડતું નથી. જેને કર્મને વેગ છે, વક્રગતિમાં જવાનું હોય, તેને જ વળાંક લે પડે છે. તેજસ ને કાર્મણને કથળે છે ત્યાં સુધી જ ઉપાધિ છે. સિદ્ધ થનાર આત્માને વચમાં કઈ પણ જાતની રૂકાવટ પણ હતી નથી. વચમાં મેરૂ પર્વત આવે કે ગમે તે આવે, તેને ભેદીને આત્મા મુક્તિના મહાસુખની મેજ માણવા ચાલ્યા જાય છે. જો તમારે પણ આવું શાશ્વત સુખ જોઈતું હોય તે આગમની રૂએ ચાલવું પડશે. તમારે ઉપાશ્રયે આવવું છે પણ વન વે આવે છે તે રસ્તે ફરવું પડે છે. ટુંકે રસ્તે આવે તે સરકાર ગુન્હેગાર ઠરાવે અને કાયદેસર શિક્ષા ભોગવવી પડે છે. જેમ શેઠ અને સરકારના કાયદાનું બરાબર પાલન કરે છે તેમ ભગવંતના કાયદાનું અણીશુદ્ધ પાલન કરે, તે કર્મના ભુક્કા થઈ જાય. આપણું સિદ્ધાંત બત્રીસ છે. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ સૂત્ર અને ચાર છેદ સૂત્ર તથા બત્રીસમું અવશ્ય કરવા યોગ્ય એવું આવશ્યક સૂત્ર. તમારા દેહને શુદ્ધ બનાવવા હમામ આદિ ઉંચી કવોલીટીના સાબુ વાપરે છે. આ દેહને હજારો કે લાખે વખત સ્નાન કરાવે પણ આત્માને શુદ્ધ કરવાનું મન થાય છે? પ્રતિક્રમણ એ આવશ્યક સૂત્ર છે. “પાપમાં પડતા આત્માને પવિત્ર કરનાર કોઈ સાબુ હોય તે પ્રતિકમણ છે.” પાપ કર્મના ભારથી હળવા બનવા અને ભવના ફેરા મટાડવા આ ચાતુર્માસના પવિત્ર દિવસમાં પ્રતિકમણ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, ચાર મહિના ન બને તે પર્યુષણ સુધી તે અવશ્ય કરવું જોઈએ. શરીરને પુષ્ટ બનાવવા વિટામીન ખાવ છે, પણ વિટાપીનનું કે વિટામીન હોય તે તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યમાં અદ્દભુત શક્તિ રહેલી છે. બ્રહ્મચર્યને મહિમા અચિંત્ય છે. તમને રંગ લાગ જોઈએ, બત્રીસ સિદ્ધાંતમાં ઉત્તરાધ્યયન મૂળ સૂત્ર છે, તેમાં ધર્મના મૂળ રૂપે સૌથી પ્રથમ વિનય બતાવ્યું છે. વિનયથી વેરી પુણ વશ થઈ જાય છે. પ્રભુ કહે છે કે હે સાધક તું સાધુપણું લેતાં પહેલાં વિચારજે કે મારામાં વિનય છે કે નહિ? પ્રથમ અધ્યયનમાં કહ્યું છે કે જેમ સડેલા કાનવાળી કૂતરીને ક્યાંય સ્થાન મળતું નથી, સર્વત્ર તેને બહિર
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy