SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ તેને એક દિવસ નેંધાય. ખૂબ ફરી ફરીને વણિકોએ છ માસ અને વીસ દિવસનાં નામે ધ્યા. પાંચ માસ અને દશ દિવસે બાકી છે. મહાજન ફરતું ફરતું પગપાળા ચાલીને એક ગામથી બીજે ગામ જઈ રહ્યું છે. ખેમા દેદરાણીને ખબર પડી કે અહીંથી મહાજન નીકળવાનું છે. તે ગામના પાદરમાં આવીને ઉભે રહ્યો. મહાજન ત્યાંથી પસાર થાય છે. સામે જઈને પૂછે છે ભાઈ! આપ કયાં જઈ રહ્યાં છે ? ખેમાના કપડાં સાદા હતાં. મુખ ઉપરથી તદ્દન સાધારણ માણસ જે દેખાતું હતું. મહાજન કહે છે ભાઈ! અમે અમારા કામે જઈ રહ્યા છીએ. તારા કપડાં તે ફાટેલાં છે, તું તારું માંડ માંડ પૂરું કરતે હેાય તેવું લાગે છે. તેને કહેવાથી અમારું કામ પૂરું થાય તેમ નથી. અમારે બેટો ટાઈમ બગડે છે. એમ કહે છે–એક વખત મારી ગરીબની ઝુંપડીએ પધારે. બંધુઓ ! આજે તમે પણ બહારનાં ભભકોને જોતાં થઈ ગયાં છે. શુટ પહેર્યો હોય, ટાઈ બાંધી હોય, તેને માન આપે છે પણ ઉપરથી સીધો સાદો દેખાતે માણસ હોય, તેનામાં ગુણે ઘણું હોય છતાં તેને કેઈ માન આપતું નથી. તમે બહારનાં દેખાવને ન જુઓ, અંતરને જુઓ. માણસ ઉપરથી ગમે તેટલું સુંદર હોય પણ તેનામાં જે દુર્ગણે જ ભર્યા હશે તે તે દેખાવ પૂરતું જ માનવ છે. ઉપરથી સાદો અને સીધે દેખાતો માણસ મહાજનને કરગરે છે. બાપુ! આપ મારે ત્યાં પધારે. હું તમને એમ નહિ જવા દઉં. તેને ખૂબ આગ્રહ થવાથી અંતે મહાજનને જવું પડયું. મકાન બહારથી ઝુંપડી જેવું દેખાય છે. મહાજનના મનમાં એમ થાય છે કે આ આપણને શું આપવાનું છે? નકામે આપણને બેટી કરે છે. ઘરમાં લઈ જઈને જાજમ પાથરીને મહાજનને બેસાડે છે અને આ રીતે ગામેગામ ફરવાનું કારણ પૂછે છે. મહાજને બધી વાતની રજુઆત કરી. એટલે પેલે ગરીબ દેખાતે વણિક કહે છે, મારે પણ ટીપમાં કાંઈક લખાવવું છે. એમ કહી તેના બાપ પાસે ગયા. અને મહાજન આ કામે આવ્યું છે તે બધી વાત કરી. ત્યારે પિતાએ કહ્યું : તારી શી ઈચ્છા છે? ત્યારે પુત્રે કહ્યું પિતાજી! મારા વધમી બંધુઓ માટે મારું સર્વસ્વ દઈ દેવું પડે તે પણ દેવે હું તૈયાર છું. પુત્રની આવી ઉદાર ભાવના જોઈ પિતાની છાતી ગજગજ ઉછળવા લાગી. પિતાએ કહ્યું પુત્ર! ગુરૂ અને સ્વધર્મીની સેવા કરવામાં મહાન લાભ છે. આ અવસર ફરી ફરીને નહિ મળે. એટલે લાભ લેવાય તેટલે લઈ લે. તમે રોજ પેટ ભરીને ખાતા હે, એરકંડીશન રૂમમાં આરામથી પઢતા હે, આવા સમયે દુઃખથી પીડાતા તમારા સ્વધર્મ બંધુઓને યાદ કરજે. ગામમાં કયે શ્રાવક દુઃખી છે? એ તમે જાણતા નહિ હે, પણ સાધુ ઘરઘરમાં ગૌચરી જાય તે બધું જાણતાં હોય છે. ધનવાનને ઘેર પાંચ જ માણસો હોય છતાં પાંચ લીટર દૂધના તપેલાં ભરેલા પડ્યાં હોય, જ્યારે ગરીબને ઘેર પાંચ-છ બાળકો હોય, પાંચ-છ મોટા માણસે હોય ત્યારે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy