SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ હદયને પવિત્ર બનાવી ક્ષમા આપવાની છે. મહાનપુરૂષાએ જેવી ક્ષમા રાખી છે તેવી જ ક્ષમાં રાખીને આપણે પરમપદને પ્રાપ્ત કરવું છે. સંસ્કૃતમાં પૃથ્વીને પણ “ક્ષમા” કહેવામાં આવે છે. ધરતી પર લાકડાં – છાણાં, મળ – મૂત્ર આદિ ગમે તેવા અશુચી પદાર્થો નાંખવામાં આવે તો પણ એ વસ્તુઓને ધરતી ધીમેધીમે પિતાના સ્વરૂપમાં ફેરવી નાખે છે. બધી જ વસ્તુઓનું મૂળ સ્વરૂપ બદલાઈ જાય છે. તેવી જ રીતે વેર ને ઝેર ભૂલી જઈ, પારકાએ પહોંચાડેલા કોને મનમાંથી કાઢી નાખી તેનું સહેજ પણ અહિત ન ઈચ્છવું તેનું નામ ક્ષમા. ક્ષમા વીરસ્ય મૂર્વજન્ ક્ષમા એ કાયરનું નહિ પણ વીરેનું ભૂષણ છે. જે કાયર હોય છે તે ક્ષમાશીલ હેતો નથી. અહીં જે મજબૂત શરીરવાળે કે વાણીમાં શૂરવીર હોય તેને વીર કહેવામાં આવતો નથી. પણ જે દઢ મનોબળવાળે હોય, જેમ કે ક્રોધ થઈ જાય એ પ્રસંગ આવી જાય છતાં ક્રોધાયમાન થતો નથી. ગાળોને જવાબ પણ મીઠા હાસ્યથી આપે છે. તે જ સાચે વીર છે. ભગવાને દુનિયામાં ચાર પ્રકારનાં વીર કહ્યાં છે. (૧) ધર્મવીર (૨) બુદ્ધિવીર (૩) યુદ્ધવીર (૪) દાનવીર. (૧) સૌથી પ્રથમ નંબર છે ધર્મવીરને. ધર્મવીર કોને કહેવાય? આજે આપણે લીસ્ટ કરીશું તે તેમાં ધર્મવીરના નામે ઓછા ખેંધાશે. જે પિતાનું સર્વસ્વ જતું કરે પણ પિતાના જીવનમાંથી ધર્મ ન જવા દે તે જ સાચો ધર્મવીર છે. કામદેવ શ્રાવક પૌષધશાળામાં પિષધ લઈને બેઠા હતાં, દેવ તેમની પરીક્ષા કરવા આવ્યા. તેમણે કામદેવને પિતાના વ્રતથી ચલાયમાન કરવા માટે ઘણાં પ્રયત્ન કર્યો, પણ તેનું મન સહેજ પણ ચલિત ન થયું. (૨) બીજે છે બુદ્ધિવીર. જે બુદ્ધિ મળી છે તેનો ઉપયોગ જ્ઞાન દ્વારા અને ધર્મ તરફ વાળે. લોકોના અજ્ઞાનને દૂર કરી સન્માર્ગે વાળે, પાપ કરતો અટકે તે બુદ્ધિવાર છે. તમને બુદ્ધિ તે મળી છે પણ એ બુદ્ધિને સદુપયોગ થતો નથી. બીજાને છેતરવા અને દુઃખ આપવામાં બુદ્ધિને ઉપયોગ ન થવો જોઈએ. “પરું તત્ત્વ વિવાર ” તમારી બુદ્ધિને ઉપગ તત્વના ચિંતનમાં જ થ જોઈએ. (૩) યુવીરઃ- કોઈ માણસ મોટા મોટા સંગ્રામો કરી પોતાના ભુજાબળથી દશ હજાર દુમને ઉપર વિજય મેળવે તેથી તે સાચે વીર નથી. જ્ઞાનીઓએ કહ્યું છે કે : जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे । एग जिणेज्ज अप्पाण, एस से परमो जओ ॥ ઉ. સૂ. અ. ૯ ગાથા ૩૪ જે એક આત્માને જીતે છે, પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન ઉપર વિજય મેળવે છે, વ્યસને ઉપર કાબૂ મેળવે છે. વિષય વિકારેને જીતે છે. તે જ સાચો વીર છે. આજે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy