SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ અહા, ભગવત! આપે અહી' પધારી જંગલમાં મંગલ ખનાવ્યું. આજે મારાં ભાગ્ય ખૂલી ગયાં. આપના દર્શનથી મારું જીવન પવિત્ર અની ગયુ છે. હે પ્રભુ ! આપ કૃપા કરી મારા તંબુ પાસે પધારશે. અમે ઘણાં માણસો છીએ. અમારા માટે સ્નાન કરવા બનાવેલું ગરમ પાણી તૈયાર છે. તેમજ જમવા માટે રસોઈ બનાવેલી છે. બધી ચીજો નિર્દોષ છે માટે આપ અમને લાભ આપેા. શ્રાવકને જમવા બેસતી વખતે ખારમા અતિથિ સ'વિભાગ વ્રતની ભાવના ભાવવાની હાય છે, નયસારને સ્હેજે ખારમા વ્રતની ભાવના સફળ થઈ. શ્રાવકના ખાર વ્રતમાંથી અગિયાર વ્રત સ્વતંત્ર છે અને ખારમું વ્રત પરતંત્ર છે. કારણ કે તમારે ઘેર સંત પધારે તે જ તમારું' એ વ્રત પૂર્ણ થાય છે. અતિથિ એટલે જેની તિથિ નક્કી જ ન ાય. સત તમારે આંગણે અચાનક આવે અને તમારે ત્યાં જે નિર્દેષ આહાર હાય શ્રાવકને સંકોચ ન પડે તે રીતે ઉપયાગથી વહેારે, પણ તેમના માટે પેગ્રામા નક્કી કરવાના ન હેાય. તેમજ આમંત્રણ ન અપાય કે મહારાજ! આજે અમારે ત્યાં ખમણ બનાવવાના છે. અગર આજે મારા દિકરાની વગાંઠ છે, માટે જરૂર પધારજો. આ રીતે આમત્રણ આપે તે સાધુ તેને ઘેર ગૌચરી ન જાય. તેમજ પેાતાના નિમિત્તે મનાવેલે આહાર પણ ન વહારે. નયસારે મુનિના દર્શન કર્યાં. પાતાના ઉતારે આવવા વિનંતી કરી અને હાથ જોડીને પૂછ્યું “હે પ્રભુ ! આપ આવી ભય'કર અટવીમાં કયાંથી આવી ચડ્યા ! મુનિ કહે છે ભાઈ ! અમારી સાથે ઘણાં મુનિરાજો હતાં. પણ હું શરીરના કારણે વારવાર શકાતા રોકાતા પાછળ આવતા હતા. તેમાં તાપથી મારુ' ગળું સૂકાઈ ગયું. હું રસ્તા ભૂલી ગયા અને કૈડીના માર્ગે ચઢી ગયા. આ અટવીમાં ખૂબ ભટકયા, પણ માગ જડયા નહી. એટલે હું સંથારા કરવાની તૈયારીમાં હતા, ત્યાં તું મને મળી ગયા. નયસારના દિલમાં હ સમાતા નથી. આવા પવિત્ર સતના સમાગમ થતાં તેના આનઢના પાર નથી. “ સંત સમાગમ જીવને મહાન દુર્લભ છે, ” મા-બાપ, દિકરા-દિકરી, ભાઈ, બહેન, રાજપાટ અને બંગલા બધું મળવુ' સ્પેલ છે, પણ આ જીવને સ'ત-સમાગમ મળવા મહા દુર્લભ છે. આવા મહાન દુલ ભ સંત સમાગમ નયસારને મળી ગયા. તે તેના પ્રબળ પુણ્યના ઉત્ક્રય છે. પારસમણીની સાથે લેતુ' રહે તા તે સુવણુ બની જાય છે, પણ પારસ મનતુ નથી. પણ જે માનવને પારસમણિ સમાન સ`તના સમાગમ થાય તે તેને સત પેાતાના સમાન સંત બનાવી છેૢ છે. સત સમાગમ કરવાથી સાંભળવાનું મળે, सणे नाणे विन्नाणे, पच्चखाणे य संजमे 1. अहून तवे चेय, बोदाणे अकिरियासिद्धि ।।
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy