SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની આરાધના કરી કમને તેડવાને પુરૂષાર્થ કરો. હવે વિશેષ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં...............૪૪ શ્રાવણ વદ અમાસ ને સેમવાર તા. ૩૧-૮-૭૦ આજે આપણને સર્વજ્ઞ અને સર્વશી વીતરાગ ભગવંતના મુખમાંથી ઝરેલી ગંગા સમાન પવિત્ર વાણી સાંભળવાને સોનેરી અવસર પ્રાપ્ત થયો છે. દીઘ તપશ્ચર્યા અને ઉગ્ર સાધનાના ફળ સ્વરૂપે એ મહાત્માઓએ જે પરમતત્વનો સાક્ષાત્કાર કર્યો. તેને વિશ્વકલ્યાણની પવિત્ર ભાવનાથી પ્રેરાઈને તેમણે સંસારના જીવોની સમક્ષ પ્રવચન રૂપે ઉપસ્થિત કર્યો. શાસ્ત્રો એ મહાન પુરૂષના જીવનના અનુભવને સાર છે. તે શાસો આપણને માર્ગદર્શક બન્યાં છે. તે આપણને કલ્યાણને માર્ગ બતાવી ચેતવણી આપે છે કે હે ભવ્ય જ ! સમજે. જે નહિ સમજે તે પાછળથી પસ્તાવાને પાર નહીં રહે શાસ્ત્રકાર ભગવતેએ આપણું ઉપર કે અસીમ ઉપકાર કર્યો છે. આપણે જીવનને અંધકારભર્યો માર્ગ પસાર ન કરી શકીએ તેટલા માટે સિદ્ધાંત રૂપી દિપક આપણા માર્ગમાં ધર્યો છે. એ પ્રકાશના સહારે આપણે આપણા નિશ્ચિત સ્થાને પહોંચી શકીએ છીએ જ્ઞાનીઓએ બતાવેલા માર્ગે ચાલવાથી આપણને કેઈ જાતની મુશ્કેલી આવતી નથી. મંગલકારી પર્યુષણ પર્વના બે દિવસો તે પસાર થઈ ગયા. આજે આત્માની આરાધના કરવાને ત્રીજો દિવસ છે. સુખના દિવસે જલ્દી પસાર થઈ જાય છે. અને દુઃખના દિવસો ડુંગર જેવડા લાગે છે. આજે તે સૂર્યનારાયણે પણ એમના સેનેરી કિરણે પાથર્યા છે. વીર પ્રભુની વાણી સાંભળવા માટે માનવ મહેરામણ ઉભરાય છે. વીરાણ પૌષધશાળા હર્ષનાદથી ગાજી ઉઠી છે. જ્ઞાનીઓ સંબોધન કરે છે કે હે આત્માઓ, જાગે ! હવે ક્યાં સુધી ઉંધ્યા કરશે? ત્યારે તમારા મનમાં એમ તે જરૂર થતું હશે કે અમે તે જાગીએ છીએ, છતાં ઉઘે છે એમ કેમ કહેતા હશે? . બંધુઓ ! જ્ઞાનીની દૃષ્ટિએ જાગ્યા નથી. મેહની નિદ્રા ખંખેરી નથી ત્યાં સુધી તમે ઉંઘમાં જ છે. માટે જ્ઞાની કહે છે કે ચેતન ! જાગ, ઉઠ અને તારા પ્રમાદને ખંખેરી નાંખ. જ્ઞાનીના શબ્દો તમને પ્રેરણા આપે છે. જ્યાં સુધી તમે પ્રમાદને ખંખેરે નહિ ત્યાં સુધી ઉંઘ ઉડશે નહિ. એ પ્રમાદથી આત્મા સંસારમાં જન્મ જરા-મરણ અને ગિનાં દુખેની પરંપરા ઉભી કરી રહ્યો છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy