SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પ જંગલમાં આવ્યાં. જ્યાં કુંભારના નિભાડા જેવી કઠણુ ભૂમિ હતી ત્યાં આવીને ઉભા રહ્યા. ગુરૂની આજ્ઞા હતી કે એક પણ જીવની હિંસા ન થાય ત્યાં આહાર પરઠવજો. એટલે બધા જ આહાર એકદમ કેમ પરઠવી દેવાય? સાધુને પરડવતાં પણ ખૂબ ઉપયેગ રાખવે જોઇએ. જ્યાં ને ત્યાં ગમે તેમ પરઠવી દેવાય નહિ. એટલે ધ રૂચી અણુગાર પહેલાં એક જ ટીપુ ત્યાં નાખે છે. “ એક જ મંદું પાડયુ જેવા ત્યાં, કીડીએની થઇ હારમાળા, તાલકૂટ વિષના પ્રભાવે, કીડીએ ત્યાં પ્રાણ ગુમાવે રે.... કામળ હૈયાના ધ રૂચી, આ દૃશ્ય દેખી ... પસ્તાયે રે, કીડીઓની કરૂણા દિલ ધરી, કડવા આહાર ત્યાં ખાયે રે.... સથારા કરી સર્વથસિદ્ધ જઈ પહોંચ્યા, મુક્તિ ગુણધારી રે, ધર્મ ઘે।ષ તણી.... જ્યાં એક ટીપું પડયું ત્યાં તેની સુગંધથી કીડીએ ઉભરાઈ. કીડીઓની ઘ્રાણેન્દ્રિયા ખૂબ તીવ્ર હાય છે. જયાં ગળપણની કણી વેરાય ત્યાં તરત જ દોડી આવે છે. આ શાક તેા ઝેરમય બની ગયું છે. પણ એમાં તેલ મસાલા આદિ ખૂબ હેાવાથી તેની સુગધે કીડીએ આવી પણ એ સુગંધ અંદર પરગમતાં બધી જ કીડીએ મરી ગઈ. કામળ હૈયાના મુનિનું હૃદય આ દશ્ય જોઈને કપી ઉડયુ'. અહા ! એક ટીપા માત્રથી આટલા જીકેની હુંસા થઈ ગઈ. તે જે બધું જ શાક પરડવી દઇશ તેા કેટલા જીવાની હિંસા થશે ? એના કરતાં જે નિર્જીવ ભૂમિ હોય તેા મારું પેટ જ છે. અનેક જીવાના સંહાર થાય તેના કરતાં મારા એક જ પ્રાણ જાય તે અતિ ઉત્તમ છે. અનેક જીવા પ્રત્યે કરૂણા લાવી પોતે જ આહાર આરોગી ગયા. સમયે જીવનનાં મૂલ્ય ચૂકવી જાણે તે જ સાચેા સંત છે. પાતાના પ્રાણના ભાગે પણુ અન્યનુ ભલુ કરવા સજ્જ થાય તે જ સાચા સંત છે. હસતાં હસતાં સહેવુ... અને હસતાં હસતાં ખમવું એ જ મહાત્માના લક્ષણ છે. મુનિએ વિષમય આહારને આરાગી, સવ' જીવાને ખમાવી, મૈત્રી ભાવ લાવી, ચાર શરણને અંગીકાર કરી સંથારા કર્યાં. જેમ જેમ ઝેર શરીરમાં પ્રસરતું ગયું તેમ તેમ નાડી તૂટવા લાગી પણ જેણે આત્મા અને દેહને ભિન્ન માન્યા છે તે સમભાવપૂર્વક સહન કરે છે. દેહ અને કાયા જુદા થઈ ગયાં. પવિત્ર મુનિના આત્મા અનુત્તર વિમાનમાં ચાલ્યેા ગયા. ધધાષ તણાં શિષ્ય ધર્મરૂપી અણુગાર, કીડીઓની કરૂણા આણી દયા અપાર, કડવા તુંખાના કીધેા સઘળા આહાર, સર્વોથ સિદ્ધ પાંચ્યા ચવી લેશે ભવ પાર
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy