SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ સુબાહુકુમારને સુંદર રૂપ, ઈષ્ટ રૂપ, વૈભવ વિગેરેની પ્રાપ્તિ થઈ છે, એ ખેલે છે તા પણુ લાકોને પ્રિય લાગે છે. એનુ રૂપ પણુ ખીજાને પ્રિયકારી લાગે છે. તેા હે ભગવાન ! આ સુબાહુકુમારને આવી માનુષી સૌંપત્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ ! ભગવાને સુખાડુકુમારનું પૂર્વ જન્મનુ' વૃતાન્ત જણાવતાં શ્રી ગૌતમ સ્વામીને કહ્યું કે પૂર્વ જન્મમાં તેમણે સુદત્ત નામના મુનિવરને માસખમણને પારણે શુદ્ધ દાન આપ્યું હતું, તેમનું બહુમાન કર્યુ” હતું તેથી તેમને આવી માનુષી સ ́પત્તિ પ્રાપ્ત થઈ છે. શુદ્ધ અને સુપાત્ર દાનનું આવું મહત્વ શાસ્ત્રોમાં વણવવામાં આવ્યું છે. સયમી મુનિના સુપાત્રમાં દાન આપવુ' એ જીવનના ઉત્તમ લ્હાવા છે. સુપાત્રમાં દાન આપનાર અને લેનાર બંનેને સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. પણ નાગેશ્રીના જીવ દાન દેવા છતાં અનેક ભવમાં ભમ્યા, એ જ ભવામાં એને પાપકનુ' પ્રત્યક્ષ ફળ મળ્યું. એક માસખમણના ઉગ્ર તપસ્વી મુનિ નાગેશ્રીને ઘેર ગૌચરી પધાર્યા. ધમ ઘાષ મુનિના શિષ્ય દ્વારા પેાતાનું શરીર સુભુક્કે કરી નાખ્યુ છે. તપદ્વારા તે જીવનમાં આત્માને અલૌકિક પ્રકાશ મેળવવા ઇચ્છતા હતા. આસક્તિઓને મારવા, ઈન્દ્રિયાને દમવા અને પુરાણા પાપને પખાળવા જેમણે ત્રીસ દિવસથી આહારના ત્યાગ કર્યાં હતા, છતાં મુખ ઉપર દિવ્ય તેજ ઝળહળી રહ્યાં હતાં. ચિત્ત ઉપર અજબ પ્રસન્નતા હતી. એવા પેાતાના શિષ્યને ધર્મ ઘાષ મુનિ કહે છે અહે ! ધ રૂચી ! સમય પરિપકવ થયેા છે. ત્રીસ દિવસના વહાણાં વીતી ગયાં; જામ, ગામમાંથી ગૌચરી લાવીને દેહને ભાડુ' આપે. ગુરૂની આજ્ઞાને શિરોધાય કરી. આજ્ઞા એ તેા જીવનનું અમૃત છે. જે ગુરૂ આજ્ઞાનુ અમૃત પી જાય તે ભવમાં રખડે ખરી? ધ રૂચી અણુગાર જેવા તપસ્વી હતાં તેવા શાંત હતાં! જેના જીવનમાં નમ્રતા છે તેનુ' જીવન અલંકાર રૂપ છે. જીવન આદર્શ, સુવાસમય અને સંસ્કૃતિથી સભર કરવું હશે તેા પ્રથમ નમ્રતા અંતરમાં વસાવવી પડશે. આપણા પડછાયાની જેમ નમ્રતાને દેહ સાથે વળગાડવી પડશે. ગુરૂની આજ્ઞા શિરોધાય કરી. જેની ચાલમાં જયણા છે, જેના નયનેામાં કરૂણા છે, જેના મુખ પર પ્રસન્નતા છે તેવા મુનિરાજ હાથમાં એક પાત્ર લઈ ને નાગેશ્રીને ત્યાં ગૌચરી માટે પધાર્યા છે. તે વખતે નાગેશ્રી ખૂબ ભાવપૂર્વક અંતરના ઉમળકાથી મુનિરાજને કહે ગુરૂદેવ ! પધારો પધારો! આજે તે મારૂં આંગણું પાવન થયું. ખાઈના ભાવ જોઈ મુનિ પેાતાનું પાત્ર ધરે છે. અને એ પાત્રમાં કડવી તુખડીનુ શાક ઉત્કૃષ્ટ ભાવથી વહેારાવી દે છે. કડવા પદાથ તે વૈદ પણ આપે જ છે ને ? કાઈ વૈદે કાઈ મુનિને કડવું ઔષધ નહિ આપ્યુ. હાય ! પણ તેથી વૈદ કઈ નરકમાં ગયા સાંભળ્યુ છે? દવા ભલે કડવી આપે પણુ અંતરમાં મુનિના રાગ નાબૂદ કરવાના ભાવ છે. વસ્તુમાં કડવાશ હાય પણ હૃદયમાં મીઠાશ ભરી છે, શા. ૪૦
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy