SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં એમના ગામનું તેમજ તેમના માતા-પિતાના નામનું પણ સ્મરણ થાય છે. આ રાજકેટને આંગણે પણ જો આ વીર રત્ન જાગે તે રાજકેટનું નામ અમર બની જાય છે. આ અમીચંદજી મહારાજે રાજગૃહી સમાન રાજકોટ ગામમાં જ સંવત ૧૯૧ ના મહા વદી પાંચમ ને શનિવારે કર્મોને તેડનારી, આત્મ સાધના સાધનારી, મહામંગલકારી ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી. દિક્ષા લઈને પૂ. અમીચંદજી મહારાજે પિતાના જીવનમાં તપ-સંયમ અને સેવાની સૌરભ ફેલાવી હતી. તેમને જીવનમાં દરેક જ પિતાનું કલ્યાણ કેમ સાથે એવી ઉમદા ભાવનાને શ્રોત વહેતે હતો. વડીયામાં શિક્ષણશાળા ચાલે છે. જ્યાં અનેક સંત-સતીજી જ્ઞાનને લાભ લે છે. પૂ. જશરાજજી મહારાજને ભણવાની જિજ્ઞાસા હતી એટલે તેમની સાથે પૂ. અમીચંદજી મહારાજ વડિયા પધાર્યા. તેઓ ત્યાં જશરાજજી મહારાજને જ્ઞાન આપતાં ખૂબ આનંદથી રહેતા અને વડિયા સંઘમાં ધર્મને મહાન ઉદ્યોત કર્યો. પછી થોડા સમયમાં અચાનક બિમારી આવી, બિમારીમાં પણ મહાન પુરૂષ પોતાની સાધનામાં તત્પર રહે છે. આત્માથી એને મન મૃત્યુ પણ મહોત્સવ હોય છે. એમને મરણને ડર હોતો નથી. સમતા ભાવે વ્યાધિઓને સહન કરતાં છેવટે સંવત ૨૦૨૨ની સાલે શ્રાવણ વદ આઠમ ને સેમવારે વડીયા શહેરમાં પૂ. અમીચંદ્રજી મહારાજ નશ્વર દેહને ત્યાગ કરી સ્વર્ગે સિધાવી ગયા. એમને જીવનદીપક બૂઝાઈ ગયો. આવા મહાન પુરૂષની આજે પુણ્યતિથિ છે. ૫. અમીચંદજી મહારાજને શ્રી સંઘ ઉપર અને સમાજ ઉપર મહાન ઉપકાર છે. એમણે શાસનની ખૂબ સેવા કરી છે. તેમના ત્રણમાંથી મુક્ત થવા આપણે આજે કંઈ ને કંઈ વ્રત-પચ્ચખાણ અવશ્ય કરવા જોઈએ. પૂ. ગુરૂદેવની શ્રદ્ધાંજલી નિમિતે યથાશક્તિ વ્રત-પ્રત્યાખ્યાન કરશે. એટલું કહી બંધ કરું છું. વ્યાખ્યાન...નં. ૩૮ શ્રાવણ વદ ૮ ને મંગળવાર તા. ૨૫-૯-૭૦ ત્રણે કાળે સિદ્ધ થયેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ભૃગુ પુરોહિતના બે પુત્રો દેવભદ્ર ને યશોભદ્ર જેના અંતરનાં પ્રાંગણમાં વૈરાગ્યભાવના ફુવારા ઉડી રહ્યા છે. જીવને જ્યારે સ્વ-રવરૂપની પીછાણ થાય છે અને સ્વની પીછાણ થતાં સંસારના કામગ-વિષય વાસનાઓ, એ બધું એને એક વેઠ રૂપ લાગે છે. કામગ કાતીલ ઝેર
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy