SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ આ જુદા મહેલમાં રહે, તારે બહાર નીકળવાનું નહિ. એમ કહીને વસુદેવને નજરકેદ કર્યાં. વસુદેવને આ વાતની ખબર નથી. એ તે સમજ્યા કે મેાટાભાઇ કહે તેમ મારે કરવાનું. થાડા દિવસ ગયા ત્યાં એક દિવસ વસુદેવ મારીએ ઉભા છે. ખારીમાંથી ડાકિયુ' કરીને મહાર નજર કરે છે તેા રસ્તે જતી સ્ત્રીએ એનું મુખ જોઈ એના સૌ પર માહિત થવા લાગી. આ સમયે એક પુરૂષ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. વસુદેવને જોઇને કહે છે-તારા ભાઈએ તારા કતવ્યથી કંટાળી તને નજર કેદમાં પૂર્યાં. હવે તે સીધા રહે ! જેલમાં બેઠા બેઠા પણ તારી જાદુ માયા છેાડતા નથી ? આ શબ્દો વસુદેવને હાડહાડ લાગી ગયા. હૈ.........મને મારા ભાઈ એ કપટ કરીને કેદમાં પૂર્યાં છે ? આ કાયર ન હતા. શૂરવીરના બેટા શૂરવીર હતા. તે ત્યાંથી ઉભા થઈ ગયા. મારા રાજકોટના શ્રાવકે ! તમે પણ આવા શૂરવીર બનજો. સંતાની એક ટકોરે તમે જાગી જવા જોઈએ. તમે જેવા તેવાના પુત્રા નથી, ભગવાન મહાવીરના વીર પુત્રો છે. વસુદેવે રચેલી માયા ઃ— વસુદેવ રાત્રે બાર વાગ્યે ઉઠયા, લાકડાની ચિતા ગેાઠવી તેને અગ્નિથી સળગાવી ભડકે કરીને વસુદેવ ત્યાંથી ભાગી છૂટયા. ત્યારબાદ સમુદ્રવિજય પેાતાના ભાઈ ને મળવા આવે છે. ત્યાં તે અગ્નિના ભડકા સળગી રહેલા જોયા. પેાતાના ભાઈ ત્યાં છે નહિ, આ જોઇ સમુદ્ર વિજયને થયું કે નક્કી મારો ભાઈ આમાં મળી ગયેા લાગે છે. મે કપટ કરીને મારા ભાઇને નજરકેદમાં પૂર્યાં એ વાતની એને જાણ થઈ લાગે છે. પાતાના ભાઈ મૃત્યુ પામ્યું છે એમ સમજવાથી સમુદ્રવિજયને ખૂબ આઘાત લાગે છે. આખા ગામમાં આ વાતની જાણ થાય છે. સમુદ્રવિજયને પેાતાના ભાઈ પ્રાણથી પણ અધિક પ્રિય હતા. વ્હાલા ખંધુની પાછળ પેાતે ખળી મરવા તૈયાર થાય છે. તે વખતે અચાનક એક ચૈાતિષી આવીને કહે છેઃ મહારાજા! તમે રડશે નહિ, ઝૂરશેા નહિ અને આપઘાત પણ કરશે! નહિ. તમારા લઘુભાઈનું મૃત્યુ થયું નથી. એ તે જીવતાં જ છે. તમે એને રમાડયાં તે એ પણ તમને રમાડી ગયાં છે. આ સાંભળી સમુદ્રવિજય રાજા કહે છે–મારા ભાઈ કયાં છે? મને કચારે મળશે? જ્યાતિષી કહે છે એ હવે તમને હમણાં નહિ મળે. પણ અમુક વર્ષી ખાદ્ય કસની બહેન દેવકીને તમારા ભાઈ વસુદેવ પરણશે ત્યારે તમે સમજી લેજો કે દેવકીને પરણનાર બીજો કોઈ નહિ પણ મારા ભાઈ વસુદેવ છે. - વસુદેવના દેવકી સાથે લગ્ન : વખત જતાં વસુદેવ કસની બહેન દેવકીને પરણે છે. આ કેંસ એ મથુરાના રાજાના પુત્ર હતા. તે ખાલપણથી જ અન્યાયી અને અનીતિવાળા હતા. સંતાના દુશ્મન હતા. તે સમયે ભરત ક્ષેત્રમાં જરાસંઘ નામના રાજા પ્રતિવાસુદેવ હતા. તેની પુત્રી જીવયશા શા. ૩૫
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy