SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ રષ્ઠ થવાનું મન નથી થતું તે કેટલું ખેદજનક છે! તમને સંસારને મૂંઝારે લાગુ પડે છે. મુંઝારો થયે હેય તેને માટે પતાસું નુકશાનકારી છે. તેમ તમને પણ કામગને મૂંઝારે લાગુ પડે છે. અને તેમાં પણ જો તમને ગમતું જ અમે પીરસીએ તે તે તમારે મૂંઝારે વધતું જ જાય. ટાઈફોઈડના રોગીને મગનું પાણી જ અપાય. તેમ અમે તમારા મૂંઝારાને મટાડવા તપશ્ચર્યા અને બ્રહ્મચર્યરૂપી દવાઓ આપીએ છીએ. પણ હજુ લેવાનું મન થતું નથી. જેને મેક્ષની જિજ્ઞાસા ઉપડે એ જ અમારી ઔષધિ લેવા માટે તૈયાર થાય. ભૂગુ પુરોહિતના બંને પુત્રોને મોક્ષે જવાની તાલાવેલી લાગી છે. એમને સંસારમાં ગમે તેટલાં સુખે મળે તે પણ એમ જ લાગે કે આ સુખો પરાયાં છે. જેમ તમે સાસરે ગયા હોય ત્યાં તમારા ઘર કરતાં પણ અધિક સાચવતાં હોય છતાં તમને તમારું ઘર યાદ આવે છે ને ! તમને પિતાના ઘરમાં આનંદ આવે છે, પિતાના ઘરથી પણ અધિક સુખ મળતું સાસરું તમને ગમતું નથી તેમ હે બંધુઓ! તમે જેને મેહ શખીને મારું માનીને બેસી ગયા છે તે પિતાનું ઘર નથી. મેક્ષ એ જ નિજ ઘર છે. આ તે પરઘર છે. માટે આ સુખમાં મમત્વભાવ ન રાખે. બંધુઓ ! આજે જન્માષ્ટમીને પવિત્ર દિવસ છે. તમે આજના દિવસનું મહત્વ સમજ્યા નથી. આજના દિવસને ગોકુળ અષ્ટમીને બદલે જુગારાષ્ટમી બનાવી દીધું છે. મેં સાંભળ્યું છે કે વર્ષ દરમ્યાન જે જુગાર નથી રમતાં તે સાતમ-આઠમના દિવસે રમે છે. કેટલી અજ્ઞાનતા કહેવાય! જુગારને લઈને અન્યાય-અનીતિ અને અધર્મ વધે છે, ધર્મની હાની થાય છે. આસુરી વૃત્તિઓનું તાંડવ-નૃત્ય સર્જાય છે. માટે જુગાર આજે જ છેડો. જગતમાં સત્યની જ કિંમત થાય છે. આ જગતમાં પુરૂષ ત્રણ પ્રકારનાં હેય છે. (૧) ધર્મપુરૂષ, (૨) ભેગપુરૂષ અને (૩) કર્મ પુરૂષ. (૧) ધર્મપુરૂષ- તીર્થકર ભગવંત ધર્મપુરુષ કહેવાય છે. દરેક ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરે થાય છે. તે મહાન પુરૂષ ઉગ્ર તપશ્ચર્યા કરી જુનાં કને ખપાવી સંયમ દ્વારા નવા આવતાં કમેને રોકી ચાર ઘાતી કર્મોને તેડી સર્વજ્ઞતા પ્રાપ્ત કરી, પરમાત્મા દશા પ્રાપ્ત કરે છે. અને નિઃસ્વાર્થ ભાવથી જગતના જીવને સાથે માર્ગ બતાવવાને ઉપદેશ આપે છે. અને અધર્મોનું નિવારણ કરી ધર્મનું સ્થાપન કરે છે. વેશપૂજાને છોડીને ગુણ પૂજાનું મહત્વ સમજાવે છે. અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવી મોક્ષને માર્ગ બતાવે છે. (૨) ભેગપુરૂષ - ચક્રવતિને ભેગપુરૂષ કહેવાય છે. પિતાના બાહુબળથી ભારત વર્ષના છ એ ખંડ ઉપર પોતાની વિજયપતાકા ફરકાવે છે. અન્યાય, અનીતિ અને અમને
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy