SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ તુ' રામને એડીને લંકામાં શા માટે આવી? આ વચના સીતાજીને હાડહાડ લાગી ગયાં. આ વખતે સીતાજીથી ખેલાઈ ગયુ. હે મંદોદરી ! મારુ' આવવાનું કારણ...મારા માથે કલક અને તારા માથે રડાા છે. તે માટે હું રામને છેડીને લંકામાં આવી છું. શ્રા સીતાના શબ્દો સાંભળી મંદોદરી થરથરી ઉઠી. રાવણ પાસે આવીને કહે છે : સીતાજીના મુખમાંથી આવા વેણુ નીકળ્યા. નક્કી હવે રામ આવશે અને આપ હારી જશે. હું' આપને સત્ય કહું છું. આપ સામેથી સીતાજીને રામને સાંપી દે. પણ રાવણુ માન્યા નહિ. રામ, લક્ષ્મણ અને હનુમાનજી સીતાજીની વહારે આવે છે. અને સેાનાની લકા રાખમાં રાળાઈ ગઈ. અને સીતાજી રામની સાથે અપેાધ્યા આવ્યા. સીતાજી રામની સાથે વનવાસ ગયેલા તેથી સાચી પતિવ્રતા સ્ત્રી તરીકે જશ પામ્યા હતા. પણ અયેાધ્યામાં પાછા આવ્યા પછી મહારાણી બન્યા બાદ અપયશ નામ કર્માંના ઉદય પર ફેંકાયા. અને બહાર ગવાયા કે આ તા વૈભવી રૂપાળા રાવણને ત્યાં રહી આવેલાં તે સતી શાના હોય ? સ’સાર એટલે કર્મના વિચિત્ર અને પરસ્પર વિધી એવા પણુ ઉદયમાં સરકયા કરવાનું. હમણાં દિવ્ય કાયા ને પછી ભૂંડની કાયા. સનત્કુમાર ચક્રવતિ હમણાં અનુપમ સુંદર પણ પછી સેાળ રાગ ભરી કાયા. મનુષ્યને દુરૈશામાં પુણ્યાયે એક વાર માન મળતુ હાય પણ પછી પાપના ઉદય થતાં ખાસડા પડે. જ્યારે કર્માંના ઉદય પલટાય છે ત્યારે ચમરખ...ધીના અભિમાન પણ ટકતા નથી. જીવનમાં કયારેક કયારેક કેવા મેાટા સુખ પરથી મેાટા દુઃખ પર જવુ પડે છે ? સીતાજી રામની સાથે વનવાસ વેઠી આવ્યા. પછી મહેલમાં મહારાણી બનીને બેઠા હતા. અને તે સમયે તેઓ પુખ્ત ગાઁવતી હતા એટલે તેમને કેટલેા વિશેષ આનં હશે ? પણ લેાકવચનથી રામ વડે સીતાને જંગલમાં મેકલી દેવામાં આવ્યા ત્યારે કેટલા દુઃખમાં મૂકાઈ ગયા ? સાથે એક દાસી કે રખેવાળ સિપાઈ પણ નહિ. જ`ગલી પશુથી અચવા કોઇ શસ્ર કે વાહન પણ ન મળે. નાનકડી ભાતાની પાટકી પણ નહિ. પેાતે પુખ્ત ગર્ભવતી હતી છતાં કોઈ દાયાણી કે ગાદી પણ નહિ. અરે! પાણીના લેાટો ચ પણ ન મળે. કેવા સુખ પરથી કેવા વિષમ દુઃખ પર ધકેલાયા! પણ એક રાજા ત્યાં આવી ગયા અને તેને ધર્મની એન ગણીને પેાતાના મહેલમાં લઇ ગયા. અને ધી સુખ-સગવડો સાથે ત્યાં રાખ્યા. અને સીતાજીને બે પુત્ર લવ અને કુશના જન્મ થયા. તે કેવું સુખના માગે પ્રયાણ થયું ? અંધુએ ! નળ દમય’તીએ સુખ-દુઃખ વચ્ચે કેવા ઝોલાં ખાધા ? શ્રીપાળ કુમારની વાત પણ આપ જાણી છે, તેઓ પણ કેવા ઘડી સુખમાં અને ઘડી દુઃખમાં મૂકાયા ! હરિશ્ચંદ્ર અને તારામતીને રાજ્યના ધામધામ સુખ પરથી એકને શ્મશાનના કર અને ખીજીને પાણી ભરનારી તરીકેના દુઃખ પર જવું પડયું ! આજનાં તમારા જીવન જોતાં જણાશે કે કયારેક સુખની લાગણી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy