SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ ધ્રુવા કડવી હાય કે મીઠી હાય પણ દવા એ તા દવા જ છે. રોગી માણસ જેમ ઢા હાંશે પીતા નથી. અનિચ્છાએ પીવે છે તેમ સમકિતી આત્મા આ સંસારમાં રહેવા છતાં સંસારના સુખાને ભાગવતા હેાવા છતાં એમાં એને રસ હાતા નથી. જેટલા અ ંશે સંસારના રાગ ઘટતા જશે તેટલા અ ંશે તમારા સંસારમાં ભમવાના રાગ ઘટતા જશે. જેને સંસાર ત્યાગની લગની લાગી છે. તેને કાણુ રોકી શકે? નંદ નામના રાજાને સંતની વાણી સાંભળી સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યેા. દીક્ષા લેવાની લગની લાગી છે. પણ રાજ્યની વ્યવસ્થા કરીને પછી દીક્ષા લઉં એવી તેની ભાવના હતી. ભગવાને ભગવતી સૂત્રમાં કહ્યુ` છે કે- “ હેમાળે પહિત્ ” જ્યારથી ભાવના થઈ ત્યારથી એના ભાવથી તે એ કરી ચૂકયા જ છે. જે માણસને અમાશ તપની ગાડીમાં બેસવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી છે તે જરૂર એના ધ્યેયને પાર પાડી શકે છે. પણ જે એવા વિચાર કરે છે કે મારે માસખમણુ કરવુ` છે પણ થશે કે નહિ આ તે કાયરપણું છે. નંદ્ઘરાજાની તીવ્ર ભાવના હતી પણ દીક્ષા લેતાં પહેલાં જ આયુષ્ય પૂર્ણ થવાથી અચાનક એનું મૃત્યુ થયું. દ્રવ્યચારિત્ર લીધું ન હતું. પણ અંતરમાં ભાવચારિત્રની રમણતા હતી. તેના કારણે મરીને દેવગતિમાં ઉત્પન્ન થયા. દેવનું શરીર મળ્યું. બ્ય ઋદ્ધિ મળી પણ તીવ્ર વૈરાગ્યની ભાવનાના કારણે એ ઋદ્ધિમાં એ મુખ્ય ન બન્યા. એ નંદરાજાના આત્મા દેવના ભવમાં વિચાર કરવા લાગ્યા કે હું તે મનુષ્યભવ પામ્યા પણ દીક્ષા લઈ શક્યે નહિ પણ મારી રાણીને તેા વૈરાગ્ય પમાડુ, જો એ દીક્ષા લે તે આત્માનું કલ્યાણ કરી શકે. એના મનુષ્યજન્મ એળે ન જાય. મધુએ ! તમે વિચાર કરો. જે આત્મા વૈરાગ્યની વાસના લઈને ગયા. છે. તેને ત્યાં બેઠા પણ કેવી ભાવના થાય છે? એણે એ વિચાર કર્યા કે મારી રાણીને વૈરાગ્ય પમાડું. અને એને કોઈ ઉત્તમ સંતના ભેટો કરાવુ.. જેથી જલ્દી કલ્યાણ કરી શકે. માટે સાચા સંત કાણુ છે એની પહેલાં તપાસ કરું. સુપાત્ર સાધ્વીજી કયાં મળે એ શેાધવા માટે ધ્રુવે એક વૃદ્ધ સાઘ્વીજીનુ રૂપ લીધું. દેવની શક્તિ છે તે તા એની વૈયિ શક્તિ દ્વારા અનેક પ્રકારના રૂપ લઈ શકે છે. આ દેવે સાધ્વીજીનું રૂપ લઇને અકાળે સાધુજીના ઉપાશ્રયમાં પ્રવેશ કર્યાં. બૃહત્ કલ્પસૂત્રમાં ભગવાને કહ્યું છે કે સાધુએ સાધ્વીજીના ઉપાશ્રયમાં કે સાધ્વીએ સાધુજીના ઉપાશ્રયમાં વ્યાખ્યાન અને વાંચણીના સમય સિવાય જઈ શકાય નહિ. અચા નક કાળના સમયે અજાણ્યા સાધ્વી ઉપાશ્રયમાં દાખલ થયા. બધા મુનિએ સ્વાધ્યાય કરતા હતા. આ સાધ્વીજીને આવતાં જોઇ સાધુજીએ કહ્યુ હૈ સાધ્વીજી ! અત્યારે તમારે અમારા સ્થાનકમાં અવાય નહિ. તમે ચાલ્યા જાવ. આ દેવરૂપ સાધ્વીજીએ કહ્યું ગુરૂદેવ !
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy