SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પતાવી દે છે. હવે તે કામ પણ ખૂટવા આવ્યું છે. એટલે શેઠને મનમાં મૂંઝવણ થઈ કે હવે તો કામ ખૂટવા આવ્યું છે. કંઈ જ કામ નહિ રહે ત્યારે મને ક્યાંય સ્વાહા કરી નાંખશે. હવે મારે શું કરવું? લેભને વશ થઈ એણે શરત કબૂલ કરતાં વિચાર ન કર્યો. હવે મૂંઝાવા લાગે. એ સમયમાં ગામમાં એક સંન્યાસી ગુરૂ પધાર્યા છે. આ શેઠી સંત પાસે આવીને કહે છે ગુરૂદેવ ! મને બચાવે હું ખૂબ મૂંઝાઈ ગયો છું. મને જીવાડે કે મારે. હું તમારા શરણે છું. સંતો શરણે આવેલાનું રક્ષણ કરે છે. સંતેને સંસારીની જેમ સ્વાર્થ વૃત્તિ હોતી નથી. એટલે આ સંત કહે છે ભાઈ! તમારે શું મૂંઝવણ છે? આટલા બધા કેમ ગભરાઈ ગયા છે ? શેઠે બધી વાત કરી. ગુરૂ કહે છે આમાં મૂંઝાવા જેવું છે શું? હું તમને આને માટે એક સાદે ને સીધે ઉપાય બતાવું. ત્યારે શેઠ કહે છે ગુરૂદેવ! આપને હું મોટો ઉપકાર માનીશ. હું માનીશ કે આપે જ મને જીવનદાન આપ્યું છે. શેઠ! તમે જંગલમાંથી ત્રણ મોટા અને મજબૂત વાંસ મંગાવે. અને સામસામા બે વાંસ ઊભા કરાવી વચમાં એક વાંસ આડે નંખાવી દો. પછી પેલા યક્ષને કહી દેજે કે હું તને જ્યાં સુધી બીજું કામ ન બતાવું ત્યાં સુધી તું વાંસડા ઉપર ચઢ ઉતર કરવાનું કામ કર્યા કરજે. આ તને કાયમ માટેનું કામ સોંપવામાં આવે છે. ગુરૂદેવ પાસેથી આ કળા સાંભળી ઘરે આવીને વાંસડા મંગાવી જમીનમાં દટાવી તૈયાર કરીને પિલા યક્ષને કામે લગાડી દે છે. અને યક્ષને કામ મળી જતાં શેઠ સદાને માટે ભયમુક્ત બની ગયે. ઓ તે એક દષ્ટાંત છે. આ દૃષ્ટાંતને આપણે મન ઉપર ઘટાવવાનું છે. આપણું મન પણ એ દુષ્ટ યક્ષ જેવું છે. એ દુષ્ટ મનને પડકાર કરીને કહી દેવું જોઈએ કે તને જ્યાં સુધી બીજી કઈ પણ પ્રકારની શુભ વૃત્તિમાં ન જેડું ત્યાં સુધી અંદર બેઠું બેડું નવકાર મંત્ર ગણ્યા કર. નવકાર મંત્રના ધ્યાનમાં મન પરેવાઈ જાય એટલે મનમાં બીજા ખરાબ વિચારોને પ્રવેશ કરવાને અવકાશ જ ન રહે. નવરું પડેલું મન અશુભ પ્રવૃત્તિમાં ઘેરાઈ જાય છે. માટે મન સહેજ પણ નિવૃત્ત થાય કે તરત જ નવકાર મંત્રનું સ્મરણ કરવું. એટલે બીજા વિચાર આવતા અટકી જાય. જેનું મન સંયમમાં તરબોળ બની ગયું છે તેવા બે કુમારે ભૃગુ પુરહિતને અતિ પ્રિય છે. આ તરફ ભૃગુ પુરોહિત પણ “ મસીસ પુરોહિચહ્ય” તેના વેદ – વેદાંત આદિ અનુષ્ઠાનમાં રક્ત છે. દરેકનું મન પિતપોતાની પ્રવૃત્તિમાં રક્ત છે. મનુષ્યનું મન એ ઊપજાઉ ભૂમિ જેવું છે. જેના પર નાંખેવું કઈ પણ બીજ નકામું જતું નથી. તે જ રીતે બંધુઓ! તમે ધ્યાન રાખજો કે આ મનની ભૂમિ ઉપર કદી પણ કુવિચારનાં બીજ વેરાઈ ન જાય. નહિ તે તે બીજ પ્રયત્ન વગર જ ઘાસની જેમ મનની ભૂમિ ઉપર ઊગી નીકળશે. માટે આ ભૂમિ ઉપર સવિચારનાં બીજ વાવતાં રહે. પાણીમાં ગમે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy