SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ કરતે હોય. પણ અંતરથી તેને એમાં રસ આવતો નથી. માત્ર શરીરથી જ તે સંસારમાં રહ્યો હોય છે. પણ એને અંતરાત્મા તેં પરમાથીને જ ઝંખતા હોય છે. ચાહે ઉંધ હૈય, જાગતે હૈય, વેપાર કરતે હેય, ગમે તે કરતે હેય પણું એનું મન જ નિરંતર પરેમાથીને જ ઈચ્છતું હોય તે તે સમ્યક્ત્વની સાચી નિશાની છે. વગડામાં ચારો ચરવા ગયેલી ગાયે લીલે ચારે ચરવા માટે વનવગડામાં શીખ તરફ ફરતી હોય છે. પણ તેનું ચિત્ત તેના વાછરડામાં હોય છે. તેમ સમકિતી આત્મા વ્યાપાર, વાણિજ્ય આદિની બધી પ્રવૃત્તિ કરતે હેય છતાં તેનું ચિત્ત સદા આત્મકલ્યાણ તરફ જ હોય છે. એટલે જ્ઞાનીઓએ સમકિતી જીવને સંસારમાં રહ્યો હોવા છતાં તેને અલિપ્ત કહ્યો છે. જો કે સમકિત દષ્ટિ જીવને પણ અનુપાયે પાપ આચરવું પડે છે. પાપ પ્રત્યે એના અંતરમાં લેશમાત્ર બહુમાન કે પ્રેમ હોતો નથી. અમુક કાર્ય કરવાની એની ઈચ્છા નહિ હોવા છતાં પણ સંબંધી અથવા જેનું પોતાના ઉપર વર્ચસ્વ છે એવા માણસના આગ્રહને વશ થઈ અથવા દબાણથી અનિચ્છાએ કાર્ય કરવું પડે છે. તેમ પાપકર્મ તરફ મનમાં સંપૂર્ણ ઘણું હોવા છતાં સમકિતી જીવને એવા પ્રકારના પાપકર્મના ઉદયથી પાપનું આચરણ કરવું પડે છે. અનિચ્છાએ જે કામ કરવું પડે તેમાં રસ ન હોય. અને જે અંતરના ઉમંગથી કાર્ય થાય તેમાં ભારેભાર રસ ભર્યો હોય છે. સંસારમાં રહીને પાપનું કાર્ય કરતાં તમને અરેરાટી છૂટતી હોય તે સમજી લેજે કે આ મનુષ્ય જન્મ પામીને મેં કંઈક કમાણી કરી છે. આત્માનાં એક સમ્યકત્વ ગુણમાં કેટલી તાકાત રહેલી છે. સમ્યક્ત્વ આવે જ્ઞાન સમ્યક્ થઈ જાય. તેમજ ચારિત્ર એ જ વખતે આવે એ કંઈ નિયમ નથી. કાળાન્તરે પણું ચારિત્ર મોહનીય કર્મના ક્ષપશમથી આવે અને કોઈક જીવને ચારિત્ર ક્ષપશમ ભાવમાં આવે. જ્યારે જ્ઞાન-દર્શન ક્ષાયિકભાવમાં અને ચારિત્ર ક્ષયોપશમભાવમાં એ ત્રિપુટી આવી જાય ત્યારે તે એની તાકાત કેટલી હશે ! આ ત્રણમાં જે એકને પણ અભાવ હોય ત્યાં સુધી સંપૂર્ણ મોક્ષની સિદ્ધિ થતી નથી. આ ત્રણેના સંગને જિનશાસનમાં મોક્ષમાર્ગ કહ્યો છે. તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે- “સભ્ય જ્ઞાન રાત્રિાળ મોક્ષમઃ ” આ ત્રણે હોય તે જીવ મોક્ષમાર્ગે પ્રયાણ કરી શકે છે. આટલી વાત સમજાઈ જાય તે મનડું ખીલે બંધાઈ જાય. દેવાનુપ્રિયે! મહાન પુરૂષના જીવનનું ચિંતન કરવાથી જિનવાણી સાંભળ્યા પછી એને ચિંતનથી, મિત્રી આદિ ચારેય ભાવનાઓના ચિંતનથી, મનના પરિણામને સુધારી શકાય છે હંમેશાં શુભ ભાવનાઓના ચિંતવનથી અંદરના રાગદ્વેષ આદિને ક્ષય થાય છે. સંસારના પદાર્થોની અનિત્યતા અને આખા જગતનું અશરણપણું અહેનિશ વિચારમાં આવે તો કર્મોના બંધન શિથિલ થયા વગર રહે જ નહિ. શરીરથી અટકી ગયેલાં મનુષ્ય પણ શુભ ભાવનાના ચિંતવનથી પિતાના પરિણામને સુધારી શકે છે, જ્યારે તનથી ધર્મ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy