SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ એ જોડી કપડાં જરૂર લાવજે. મા બહેનને કાગળ લખતી જોઈ ને નણદી મહેણું મારે છે. કે તારા ભાઈ તા ભિખારી છે એ તને શું લાવી આપવાના છે? એને કાગળ ચુ લખી રહી છે ? ગમે તેમ ાય મહેનને મન એના ભાઈ છે ને ? ભટકતા અને ભિખારી શબ્દો સાંભળી બહેનનું હૃદય વિધાઈ ગયુ. અને ખેલી “ એ મારી નણંદી ! મારે એક જ ભાઈ છે એને તમે વારંવાર લટકતા ભિખારી ના કહેશેા. “ કાલે સવારે એના ભાગ્યના સિતારો ચમકશે અને એની બહેની અને ભાણેજને ખેલાવશે અને યથાશક્તિ કરિયાવર કરશે. અહેને પેાતાના ભાઈને પ્રેમથી પત્ર લખ્યા કે વીરા ! તુ વહેલા આવજે. મારે તને રાખડી બાંધવી છે. ગઈ કાલે રક્ષામ ધન ઉપર ઘણું કહેવાયુ' છે. મેં ગઈ કાલે કહ્યું હતું કે તમને તમારી મહેનેા રાખડી ખાંધશે અને તમે તેને યથાશક્તિ ક'ઈક આપશે. તે તમે અમારી પાસે પણ-અમર રાખડી અંધાવો. કા વીર આ બહેનને રાખડી બધાવશે ? તેા અમારી રાખડી ગઈ કાલે પ્રાણલાલભાઇ દેશી અને અ. સૌ. શાન્તાબેન આંધી ગયાં છે. હજુ પણ મારા ધમના વીરા જાગજો. આપણે તે। સદા રક્ષા'ધન જ છે. તમે જ્યારે કહેશે। ત્યારે અમે રાખડી બાંધવા તૈયાર છીએ. અમારી જિનવાણી રૂપી રાખડી જન્મ-જરા અને મરણનાં ફેરાને ટાળનારી છે. અને આત્માના અમૂલ્ય સુખડાં આપનારી છે. માટે જરૂર અમારી રાખડી બાંધો. આ બહેને એના ભાઇને પત્ર લખ્યા છે. ભાઇને પત્ર મળશે અને શુ' બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન૩૩ શ્રાવણ વદ ૩ ને બુધવાર તા. ૧૯-૮-૭૦ ત્રણે ભુવનના નાથ, ભવ્ય જીવેાના નાથ, ત્રિશલાન'દન ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીવાના કલ્યાણને માટે સિદ્ધાંત રૂપી વાણીની પ્રરૂપણા કરી. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ. સિદ્ધાંતની વાણી જીવેાના ભવબંધનના ફેરાને ટાળનારી છે. પણ એ વાણી હજુ સુધી તમારા હૃદયને સ્પશી જ નથી. જો સ્પશી હાત તા આપણાં જન્મ—જરા અને મરણનાં ફેરા ટળી ગયા હોત. જીવને પુદ્ગલમાં જેટલેા રસ છે તેટલે આત્મામાં નથી. એ પુગલના પથારા તમને કમ ખંધન સિવાય ક'ઈ જ કરાવશે નહિ. જો તમારે મેાક્ષ જોઈ તા હોય તેા શુભ ભાવનાથી વીરવાણીનું શ્રવણ કરે,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy