________________
૨૩૬
વૈભવમાંથી મેળવવું છે ત્યાં જ તમારી ભૂલ છે. કારણ કે ધન-વૈભવ આદિ પાતે જ અશાશ્વત છે તે તે તમને શાશ્વત સુખ ક્યાંથી આપી શકે, કહ્યું છે કેઃ
“ અનિત્યાનિ શરીરનિ, વૈમનો દ્િ શાશ્વતઃ । नित्यं सन्निहितो मृत्युः, कर्तव्यो धर्म संचयः ॥
આ તમારું શરીર પણ અનિત્ય છે. લક્ષ્મીં અને બધા વૈભવ અશાશ્વત છે. આયુષ્ય ક્ષણભ ́ગુર છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ મૃત્યુ આપણી નજીક આવતું જાય છે. આવી સ્થિતિમાં સાચું સુખ કયાંથી મળે ? જો તમારે શાશ્વત સુખ જોઈતુ હાયતા ધર્મની આરાધના કરી. આત્મસ્વરૂપની પિછાણુ કરો. ખરેખર ! શાશ્વત સુખ તા આત્મામાંથી જ મેળવી શકાય છે. આત્મા એ આત્મારામી અને તે પેાતાનામાંથી જ અખૂટ સુખના ખજાને મેળવી શકે. પણ આત્મારામી બનવાને બદલે ઇન્દ્રિયારામી અન્ય છે પછી અખૂટ સુખના આનંદ કયાંથી મેળવી શકે!
શાશ્વત સુખા મેળવવા માટે જેને લગની લાગે છે તે અશાશ્વતને છેડી દે છે. આપણે જે રાજના અધિકાર ચાલે છે. તેમાં ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનમાં જે છ જીવાના અધિકાર છે તેમાં ભૃગુ પુરાહિત અને તેની યશાભાર્યોના એ લાડીલા કુમારો દેવભદ્ર અને યશેાભદ્રને શાશ્વત સુખ મેળવવાની લગની લાગી છે. જેની અંતરદષ્ટિ ખુલે છે તેને આ સંસારનાં સુખ ફાતરાં જેવા લાગે છે. અને ચારિત્રનાં સુખા ચાખાના કણ જેવા લાગે છે. ડાંગરનાં ફોતરાં માણસની ભૂખ મટાડતાં નથી. તેમ આ સંસારનાં સુખા અમે તેટલાં હાય પણ એ આત્માને આનદ આપતા નથી. બહુ થશે તે તમારા શરીરને આનદ આપશે. પણ આવા સુખાથી આત્મદેવ ખુશ નહિ થાય. તમને આ વાત કેટલી વખત સમજાવવામાં આવી પણ સાચા સુખના સ્વરૂપને સમજ્યા નથી. એટલે સ`સારના રંગ-રાગમાં રમ્યાપચ્યા રહ્યાં છે. આત્માનાં દુ:ખ મટાડનાર કોઈ શાશ્વત વૈભવ હાય તા સમ્યગ્ જ્ઞાન-દેશન અને ચારિત્ર છે.
આ છે કુમારીને સંસારમાં રહેતાં ભય લાગ્યા. પણ કયા ભય ? જરૂમ-જરા અને મરણના ભય લાગ્યા હતા. આવા ઉત્તમ માનવ ભવ પામ્યા પછી આપણા ભવના ફેરા ટળવા જોઈએ. જેના આંગણામાં કલ્પવૃક્ષ ફાલ્યુ' હાય, જેના હાથમાં રત્ન ચિંતામણી આવી ગયુ. હાય તેને ભીખ માંગવાની હોય ખરી? જો એ વસ્તુએ મળ્યાં પછી પણ જો તમારું દરદ્ર ટળતું ન હોય તા એ કલ્પવૃક્ષ જ નથી. નદી કિનારે જઈને જો તમારી તૃષા છીપતી ન હેાય તે કાં તે નદીમાં પાણી નથી અને કાં તે જનારે પીધું નથી. આ રીતે માનવભવ પામીને જે જન્મ-જરા અને મરણના ફેરા ઢાળવાની લગની ન લાગતી હાય તા તમે માનવ ભવની મહત્તા સમજ્યા જ નથી. આ એ પુત્રાને ભવના