SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ વાસુદેવના શરીરનું સૌંદર્ય પણ ખૂબ હોય છે. તેમના શરીરમાં કઈ પણ જાતનું 'એડોળપણું હોતું જ નથી. વાસુદેવનું શરીર સુંદર અને આકર્ષક હોય છે. પ્રત્યેક ઉત્સપિણી અને અવસર્પિણી કાળમાં ૬૩ શલાકાપુરૂ થાય છે. તેમને શલાકા પુરૂષ એટલા માટે કહેવામાં આવે છે કે તેમનામાં એક પણ પુરૂષ અભવ્ય હોતો નથી. ૨૪ તીર્થકર, ૧૨ ચકવતિ, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ એ ૬૩ શલાકા પુરૂષ છે. રામ અને લક્ષમણમાં રામ બળદેવ હતા અને લક્ષમણ વાસુદેવ હતાં. દરેક બળદેવ વાસુદેવના મોટાભાઈ હેાય છે. અને પ્રતિવાસુદેવને વાસુદેવ વિરોધી હોય છે. જેમ જરા સંઘની સામે કૃષ્ણ વાસુદેવ, રાવણની સામે લમણુ હતાં. પ્રતિવાસુદેવ પણ ત્રણ ખંડ ઉપર રાજ્ય કરે છે. પણ બને છે એવું કે વાસુદેવના હાથે જ પ્રતિવાસુદેવ મરે છે. અને પ્રતિવાસુદેવનું રાજ્ય વાસુદેવ ભગવે છે. વાસુદેવનું બળ એટલું બધું હોય છે કે એક તરફ એકલે વાસુદેવ અને બીજી તરફ દશ લાખની ફેજિ. એકલો વાસુદેવ દશ લાખની ફેજને ચક્લીઓની જેમ ઉડાડી મૂકે છે. લાખ મણ વજન ભરેલી ગાડી એના હાથ ઉપરથી ચાલી જાય તે પણ એના હાથનું હાડકું ભાંગી જતું નથી. વાસુદેવને વજનષભનારાય સંઘયણ અને સમસ્યઉરસ સંઠાણ હોય છે. વાસુદેવને આ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રભાવ આદિ જે પ્રાપ્ત થાય છે તેનું મુખ્ય કારણ તપ છે. તેમણે પૂર્વભવમાં ખૂબ તપશ્ચર્યા કરી હોય છે. એ તપશ્ચર્યાનું તેજ વાસુદેવના ભવમાં એને મહિમા વધારે છે. જે મનુષ્ય વાસુદેવ પાસે નમ્રતાથી રહે છે તેને તે પિતાના પ્રાણથી પણ પ્રિય ગણે છે. અને જે તેમની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલે છે. તેને મછરની જેમ ચપટીમાં ચાળી નાંખે છે. એને તે ફરી નવી માતાનું દૂધ પીવું પડે છે. આવા પ્રચંડ શક્તિશાળી અને પિતાના પુરૂષાર્થના બળથી જે રાજ્ય કરે છે તેને કર્મપુરૂષ કહેવામાં આવે છે. હવે બીજા પ્રકારના પુરૂષને ભેગપુરૂષ કહે છે. ભેગપુરૂષ ચક્રવતિ છે. ચક્રવતિ છ ખંડ ઉપર એક છત્ર રાજ્ય કરે છે. ચકવતિ ચૌદ રત્ન અને નવ નીધિઓના સ્વામી હોય છે. એના રત્નમાં અજબ પ્રભાવ અને શક્તિ હોય છે. ચક્રવતિ બહાર નીકળે ત્યારે તેનું દંડ રત્ન એની આગળ ચાલે, અને એની આગળ ચાર ગાઉ જમીન ખાડા ટેકરાવાળી હોય તે તેને સમાન બનાવી દે છે. અને ગુફાના દરવાજા બેલી નાંખે છે. ચક્રવતિના પ્રભાવની વાત જ નિરાળી છે. બંધુઓ! તમે આજની વૈજ્ઞાનિક શોધળામાં અંજાઈ ગયાં છે. તમે માને છે કે અમે ખૂબ આગળ વધી રહ્યાં છીએ. ગમે તેટલી યાંત્રિક શોધખોળ કરી હોય પણ આ ચક્રવતિના સુખની તુલના કરવામાં આવે તો તમારું વિજ્ઞાન ટકી શકે નહિ. જુઓ, ચકવતિની સાહ્યબી કેવી છે? જેની સેવામાં દેવકના દેવે હાજર રહેતાં હતાં. ચક્રવર્તિને
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy