SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ભયે છે. જન્મવું, મેટા થવું, આ શરીરના પિંડને પિષ, વિષયમાં ચકચુર થવું, માંદા પડવું, દુખી થવું, ઘરડા થવું અને છેવટે મરી જવું. આવું તે આ જીવ ભવો ભવથી કરતા આવ્યા છે. | હે માતા ! ગર્ભવાસમાં નવ નવ મહિના સુધી અંધારી ગંધાતી કોટડીમાં ઉંધા મસ્તકે લટકે. સાડાત્રણ કોડ સોયે તપાવીને લાલચોળ કરી એક માણસને શરીરમાં એકી સાથે ભેંકી દેવામાં આવે તો તેને કેટલી પીડા થાય ! તેનાથી અનેક ગણી પીડા અમે ગર્ભવાસમાં સહન કરી. ત્યાર પછી જન્મ વખતની પીડાને તે પાર નહિ. અને તેથી અધિક મરણની પીડા. એ તે કારમી પીડા. આ બધું જ્યાં સુધી સંસારમાં રઝળવાપણું છે ત્યાં સુધી આપણી પાછળ પડેલું છે. આપણી ઈચ્છા હશે કે નહિ હોય પણ જેને જન્મ છે તેને મૃત્યુ તે અવશ્ય આવવાનું છે. જે ખીલે છે તે કરમાય છે. જેને ઉદય છે તેને અસ્ત તે છે જ. તે જ રીતે જ્યાં સુધી અંતિમ મરણ એટલે મોક્ષમાં ન પહોંચીએ ત્યાં સુધી જન્મ પછી મરણ અને મરણ પછી જન્મ. એ ઘટમાળ ચાલું જ રહેવાની. જેમ રંટમાં પાણીની ડોલે ભરાય છે અને ઠલવાય છે. તેમ આપણે આત્મા આયુષ્ય રૂપી જળ લઈને એક ભવમાં આવ્યું અને આયુષ્ય પૂર્ણ કર્યું અને નવા ભવનું આયુષ્ય બાંધીને ચાલ્યો. હે માતા ! આપણે આત્મા સમયે સમયે સાત કર્મો બાંધે છે. અને આવતા ભવનું આયુષ્ય બાંધતી વખતે આઠ કર્મો બાંધે છે. અને ચાલુ ભવ પૂર્ણ કરીને જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય છે તે ગતિમાં ચાલ્યા જાય છે. આ સંસારને જે સનાતન કમ છે તેને ફેરફાર કરવાની કેઈનામાં તાકાત નથી. આત્માને કદી નાશ થવાનું નથી. માતા ! તું અમારા શરીર ઉપર જે મમતા રાખીને તું મારા પુત્રે, મારા પુત્રે કહે છે પણ સત્ય સમજે તે ખરી રીતે અમે પણ તારા નથી. આ શરીર તો પરાયું છે. પિપટ! પિંજર નહીં તારું, અંતે ઉડી જવું પરબારું” આ શરીરને અમે સાથે લઈને આવ્યા ન હતાં. અને જ્યારે ત્યારે અહીંથી જઈશું ત્યારે પણ આ શરીર અમારી સાથે આવનાર નથી. આ શરીરને આહારાદિ વડે પાલન પિષણ કરવામાં, સાચવવામાં, પંપાળવામાં ઓછી મહેનત નથી કરી. હે માતા ! આ ભવ ને પરભવમાં કેટલું ખાધું ને પીધું ? કેટલું પહેર્યું? કેટલું ઓછું ? કેટલું ભેગવ્યું? આ ભવમ્સ જ આપણે જેટલું ખાધું-પીધું છે તેને જ ઢગલે આપણી સમક્ષ કરવામાં આવે તે આપણને એમ જ લાગે કે આપણે તે રાક્ષસ કરતાં પણ ભયંકર છીએ. આટલું કરવાં છતાં પણ આ શરીર તે દુર્જન મિત્ર જેવું છે. આત્મ સાધના કરવામાં સજ્જન મિત્ર જેવું છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy