SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧વે “મારી ઉપર ગમે તેટલી વિપત્તિઓનાં વાદળાં ઉતરી પડે, મને ગમે તેટલાં કષ્ટ પડે, મૃત્યુ કાલે આવતું હોય તે ભલે આજે આવી જાય પણ મારી આ સંયમની ભાવના અંત સમય સુધી ટકી રહે. આ ધમની ભાવના ટકી રહે. બીજુ મારે કંઈ જ જોઈતું નથી. સિંહની પેઠે સંયમ લીધે છે તે સિંહ જેવો થઈને જ તેનું પાલન કરું. “વૈરાગી કેવા હોય છે!” ઠાણુગ સૂત્રમાં ચભંગી બતાવી છે. એકેક છ સિંહની પેઠે સંયમ લઈને સિંહની જેમ પાળે છે. બીજા પ્રકારના છ સિંહની પેઠે સંયમ લઈને શિયાળ જેવા બનીને પાળે છે. ત્રીજા પ્રકારના જ લેતી વખતે શિયાળ જેવા હોય છે પણ પાળતી વખતે સિંહની જેમ શૂરવીર બનીને પાળે છે. ચોથા પ્રકારના સંયમ લેતી વખતે શિયાળ જેવા હોય છે અને પાલન કરવામાં પણ શિયાળ જેવા હોય છે. જ્યારે સંતાનો સંયમ લેવા ઊઠે છે ત્યારે માતા-પિતાએ તેમને રોકવા માટે થાય તેટલા વાના કરે છે. પણ જ્યારે એને રોકવા સમર્થ નથી બનતા ત્યારે અંતે તે એમ જ કહે છે કે બેટા ! સિંહની પેઠે સંયમ લે છે તો સિંહ જે બહાદુર બનીને પાળજે. મને રેવડાવી છે પણ હવે બીજી માતાને ન રોવડાવીશ. જે સાધ્યની સિદ્ધિ કરવા સંયમ લે છે તે સાધ્યની સાધના કરી લેજે એટલે ફરીને ભવમાં ભમવું ન પડે. આવા સિદ્ધાંતમાં કંઈક દાખલા છે. બે બાળકને પણ જન્મ ફરીને ન લેવું પડે એ વેગ ઉપડે છે. માતાને ભય લાગે છે કે મારા દિકરા શું કરશે? તમને પણ ભય તે લાગે છે હૈ? તમે રસ્તે ચાલ્યા જતાં હો તે વખતે જે તમારી પાસે માલ-મિલ્કત હોય તે તે ખૂબ ભય રહે. ચોરલૂંટારા ન મળી જાય તે માટે કેટલાં સાવચેત રહે. રાત્રે સૂઈ જાવ ત્યારે પણ કહીને સૂઈ જાવ કે બારણાં બરાબર બંધ કરી દેજે. ખુલ્લાં ન રહી જાય. પણ અમારા બારણાં બંધ હોય કે ખુલ્લા હાય, અમને જરા પણ ભય ન લાગે. કારણ! ભય છોડીને નીકળ્યા છીએ. આ બે બાળકો તેની માતાને કહે છે હે માતા ! તું જેને ભય માને છે એ ભય અમને નથી. અમને ત્રણ જાતને ભય છે. “ગારૂ – -મજુ મા” સૌથી પ્રથમ ભય છે જાઈ– જન્મને. જે જન્મે છે તેને જ જરાવસ્થા આવે છે. માની લો કે ઘડપણ ન આવ્યું, યુવાનીમાં જ મરણ પામ્યા તે પણ મરણને ભય તે ઉભે જ છે ને? જેને જન્મ છે તેને જ વૃદ્ધાવસ્થા આવે છે, તેને જ મૃત્યુ આવે છે. માટે અમારે તો મોક્ષના સુખડાં મેળવવા છે. હવે જન્મ લે નથી. જન્મ અને મરણનાં દુઃખ વેઠીને હવે તે ત્રાસી ગયા છીએ. આજે તે કંઇક એ પ્રશ્ન પણ કરે છે કે મેક્ષમાં જઈને કરવાનું શું ? ત્યાં નહિ હરવાફરવાનું, નહિ સારા કપડાં પહેરવાનાં, એરકંડીશન રૂમ પણ ત્યાં નહિ મળે, નાટક-સિનેમા જેવાના પણ ન મળે. અરે ભાઈ! સિદ્ધના સુખનું વર્ણન ન જ કરી શકાય.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy