________________
વ્યાખ્યાન.નં. ૨૫
શ્રાવણ સુદ ૧૦ ને મંગળવાર તા. ૯-૮-૭૦
- વિકીનાથ શાસકાર ભગવંત પ્રભુ મહાવીર સ્વામીની અંતિમ વાણી તેનું નામ હિલ. ચાર મૂળ સૂત્રમાં ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલી રહ્યો છે. તેમાં ભૃગુ પુરોહિતના બે પુત્ર દેવભદ્ર અને યશોભદ્ર જેમને જન્મને ભય લાગે છે. જેને જન્મને ભય લાગે છે તે ભયને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. પણ જેને ભય લાગતું જ નથી તે ભય મટાડવાનો પ્રયત્ન પણ કયાંથી કરી શકે? આચારંગ સૂત્રમાં ભાવતે કહ્યું છે કે –
"जरा मच्चु वसो वणीए नरे सययं मूढे धम्मं नाभिजाणाइ।" જશ અને મરણની જાળમાં ફસાયેલે મૂઢ માણસ ધર્મને સમજાતું નથી.
બંધુઓ! જેમ જેમ દિવસો વ્યતીત થાય છે તેમ તેમ આપણે જરા અને મૃત્યુની નજીક જઈ રહ્યાં છીએ. આયુષ્ય પૂર્ણ થયે ઈચ્છાએ કે એનિચ્છાએ આ દુનિયામાંથી વિદાય થવું પડશે. એ વાત નક્કી છે. એમાં મીનમેખ થવાનું નથી. મોહ માયા અને મમતાની આંધીમાં અટવાયેલો જીવ એ વિચાર કરે છે કે મારે આ કામ કરવાનું રહી ગયું, તે કરવાનું બાકી છે. ક્યારે પૂર્ણ થશે એમ નિરંતર ચિંતા કર્યા કરે છે. પણ પિતાને માટે જે ધર્મકાર્ય કરવાનું છે તેની તેને કોઈ દિવસ ચિંતા થતી નથી. ધર્મકાર્યમાં તમે બેદરકાર રહે છે, થાય તે ભલે, ન થાય તે પણ ભલે, પૈસા કમાવવામાં, સંસાર વ્યવહારના કાય માં જરા પણ બેદરકારી નથી થતી એ જ મેહની આંધી છે. પણ વિચાર કરે. તમારી સામે કાળ રૂપી વિકરાળ વાઘ મેં ફાડીને ઉભે છે. તમારી ઈચ્છા નહિ હેય તે પણ તે તેના મુખમાં હડસેલી લઈ લેશે.
“જાને મે વરાનં મે, કાયા ને વધુ વળે 1
इति मे म कुर्वाणं, काल वृक्षो हन्ति पुरुषाजम् ॥ આ અન્ન-પાણી, વસ્ત્ર, પત્નિ, મિત્રો, બંધુઓ બધું જ મારું છે. આ પ્રમાણે હું અને મારું મારું કરતાં મનુષ્ય રૂપી બકરા ઉપર કાળ રૂપી સિંહ આક્રમણ કરીને પકડી લે છે. પછી હું અને મારું બોલવાનું બંધ થઈ જાય છે. પણ આ અજ્ઞાની જીવ ચેતતે નથી.