SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ આવે તા પણ તેમાંથી પથ્થર જ નીકળે તો તે ભૂમિ બીજ વાવવાને ચેાગ્ય નથી. પશુ જે ભૂમિ પથ્થર વિનાની સપાટ છે, પેાચી છે, કાળી છે, અને વરસાદનાં પાણી પેાતાના પેટાળમાં સમાવી શકે તેવી છે, તેમાં જ બીજ ઉગી શકે છે. તેમ જેનું હૃદય કાળી માટી જેવુ' હશે, કમળ અને પવિત્ર હશે તેના જ હૃદયમાં ધનુ' ખીજ ઉગી નીકળશે. આજે માનવ બહારનાં ચામડાને સુથેભિત કરવા પ્રયત્ન કરે છે.. પશુ આત્માને કાળા રાખ્યું છે. જ્ઞાની કહે છે .તારા કાળા ચામડા નુકશાન નહિ કરે પણ કાળુ' અંતર હેશે તે માટું નુકશાન કરશે. નેમનાથ પ્રભુનુ શરીર શ્યામ હતું. પણ એમના અંતરાત્મા એવા ઉજળા હતા કે એ કાળી ચામડીને ભેદ્યને તેમનુ રૂપ ચમકી રહ્યું હતું. સાચા કોહીનુર હીરા કાચના કમ્રાટમાં મૂકયા હશે તે પણ એ છાનેા નહિ રહે. કાચને ભેદીને પણ તેના પ્રકાશ બહાર આવે છે. માટે મધુએ ! તમે જેવા બહારથી રહેા તેવા જ અંતરથી રહેજો. : ક્રિયા સરખી જ કરતાં હા પણ જો ભાવના જુદી હશે તેા તેનું ફળ જુદું' જ હશે. એક ડાકટર એક વ્યક્તિને ઓપરેશન કરે છે. તે શસ્રોદ્વારા તેના શરીરને ચીરી નાંખે છે. અને એક ચાર પણ એક માણુસના પેટમાં છરી ભેાંકી દે છે. ડોકટરની ભાવના દર્દી ને સાજો કરવાની `હાય છે. એના દિલમાં કરૂણાભાવ છે. જ્યારે ચારની ભાવના માણસને મારી ચારી કરવાની છે, એટલે બંનેનુ ફળ પણ જુદું જ મળે છે. જો. આપરેશન સારું થઈ જાય તે ડૉકટરને યશ મળે છે અને ધન પણ મળે છે. જ્યારે ચારને હાથકડી પડે છે અને જેલની શિક્ષા મળે છે. : કઈ દયાળુ માણસ પક્ષીઓની દયા ખાતર જુવાર આદિ ધાન્ય નાંખે છે. ત્યારે શિકારી પક્ષીઓને પેાતાની જાળમાં ફસાવવા માટે ધાન્ય નાંખે છે 'નેની ક્રિયામાં સમાનતા છે. પણું હૃદયના ભાવમાં આસમાન અને જમીન જેટલી વિષમતા છે. એટલે દરેક માણસનું હૃદય જુદા પ્રકારનુ' હાય છે. મહાન પુરૂષાએ ચાર પ્રકારના હ્રદય મતાન્યાં છે, (૧) કૃપણ હૃદય (૨) અનુદાર હૃદય (૩) ઉદાર હર્દય (૪) વિશાળ હૃદય. (૧) ગ્રુપણ હૃદય – કુપણુને ખીજા શબ્દોમાં આપણે કંજુસ કહીએ છીએ. કંજુસ માણસ પાતે ખાતા નથી અને બીજાને ખાવા દેતા પણ નથી. કાળી મજુરી કરી જે સપત્તિ ભેગી કરે છે તેના ઉપભાગ પાતે કરી શકતા નથી અને બીજાને પણ કરવા દેતા નથી. આનું નામ છે કૃપણું હૃદય. આગળના સંતાએ કૃપણને ચાડિયાની ઉપમા આપી છે. ચાડિયા કાને કહેવાય! એ તે તમે જાણા છે ને? ખેતરમાં અનાજની રક્ષા કરવા ખેડૂતા એક પૂતળુ ઉભું કરે છે. એક વાંસડા ઉપર કાળું હાંડલું ઊંધું વાળે. વચ્ચે એક ખપાટીયુ' આડું મૂકીને હાથ જેવા આકાર મનાવી દે. એને માણસ જેવા કપડાં પણ પહેરાવી દે, એટલે એ માણસ જેવુ દેખાય, તેને ચાડિયા હેવાય. પક્ષીએ ખેતરમાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy