SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ 1 * * ૧૪૮ છે આપણે મરીને બળદિયા થવું નથી. માટે આ બેટા તેલા આપણે ન જોઈએ. મારે દુકાને બેસવું નથી. મેં એને ખૂબ સમજાવ્યો કે બેટા ! મહારાજ કહે અને આપણે જી. જી. કરવાનું. એ કહે તેમ આપણે કરવાનું ન હોય. રોજ ઉપાશ્રયે આવે તે મારે દિકરો તે સાધુ જ બની જાય ને! બીજા બધા આ સાંભળીને ખડખડાટ હસવા લાગ્યા. શેઠને ઘણું અવગુણમાં પણ સરળતા હતી એટલે જેવું હતું તેવું કહી દીધું. તમે તે સાચું કહો પણ નહિ. જે તમારા બાળકે માં આવી અસર થતી હોય તે તેમને શા માટે ઉપાશ્રયે આવવા દેતા નથી! અન્યાય, અનીતિ કરીને લાખો રૂપિયા મેળવશે તે પણ તે અહીં જ રહી જવાનું છે. હું તો કહું છું કે તમે ભલે થોડું કમાવ પણ નીતિથી નાણું મેળવે. સાંભળે છે પણ આચરણમાં ઝાઝું ઉતારે એવા ભલે પાંચ જ શ્રાવકે હશે તો શાસન ભી ઉઠશે. સાંભળીને કંઈ જ જીવનમાં ઉતારતા ન હોય એવા બે હજાર શ્રાવકની મેદની ભરતી હોય તો તેનાથી શું લાભ! ભલે ડું કરે પણ સમજીને કરે, તે જ તમારા વિના ફેરા ટળશે. આ બંને બાળકોને રંગ લાગ્યો છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. આજે માસખમણના ઘરને પવિત્ર દિન છે. મા ખમણ તપની આરાધના કરવાને પણ દિવસ છે. જેના ભાવ થતા હોય તે કરવાની શરૂઆત કરી દેજે. કાલની રાહ જોશે નહિ. તમે નજરે જુઓ છો કે ગઈ સંવત્સરીએ જે માણસોની હયાતી હતી તેમાંથી કંઈક ચાલ્યા ગયા. જે અવસર જાય છે તે પાછો મળતું નથી. મારા બંધુઓને પણ કહું છું કે તમે જે ન કરી શકતા હે પણ અમારી શ્રાવિકા કરી શકે તેમ હોય તે તમે તેને અનુમોદના આપજે. તમે સામેથી કહેજે કે હું જે હશે તે ચલાવી લઈશ. આજ સુધી તમે મને પાણીને પ્યાલે ભરીને આપતાં હતાં. તમે તપશ્ચર્યા કરશે તે હું તમને પાણીને ગ્લાસ ભરી આપીશ. પણ જો તમારી શક્તિ હોય તે તમે કરો. કૃષ્ણ મહારાજા પોતે કરવાને સમર્થ ન હતાં પણ દલાલી ખૂબ કરતાં હતાં. ધર્મની દલાલી કરવાથી પણ જીવ મહાન લાભ મેળવે છે. માટે તમે ઘરઘરમાં તપશ્ચર્યાને સંદેશ પહોંચાડજો. વિશેષ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાનનં. ૨૨ શ્રાવણ સુદ ૭ ને શનિવાર, તા. ૮-૮-૭૦ શાસ્ત્રકાર ભગવાન ત્રિલેકીનાથે આ જગતના છ ઉપર અનુકંપા કરીને આત્મકલ્યાણને રાહદારી માર્ગ બતાવ્યું. અને કહ્યું કે હે ભવ્ય આત્માઓ ! જાગો, સંપૂર્ણ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy